You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News : દિલ્હીમાં એક જ પરિવારનાં 11 લોકોનાં મૃત્યુ પાછળ 'મોક્ષ '?
ઉત્તર દિલ્હીનાં બુરાડીમાં રવિવારે સવારે સાત મહિલાઓ સહિત એક જ પરિવારનાં 11 લોકો મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. આમાંથી 10 લોકો ફાંસી પર લટકેલાં હતા અને બધાની આંખો પર કપડાંનાં પાટા બાંધેલા હતા.
એ જ ચાદરના ટુકડા વડે મોં પણ બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક 77 વર્ષની મહિલાનો મૃતદેહ એ જ ઘરના બીજા ઓરડામાંથી મળી આવ્યો હતો.
પોલીસે પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે ઘરમાંથી હાથથી લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી છે.
મોં અને આંખ બાંધવાની રીત પણ ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર જ હતી.
પોલીસનાં જણાવ્યા અનુસાર, ઘરમાંથી બે રજીસ્ટર મળી આવ્યાં છે, જેમાં મોક્ષ મેળવવાની રીતો પર ચર્ચા કરવામાં આવી છે.
IDBIમાં રોકાણથી LIC રોકાણકારો પર જોખમ?
લાઇફ ઇન્સ્યૉરન્સ ઑફ ઇન્ડિયાએ એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ)ની સમસ્યાથી ઝઝૂમી રહેલી રાષ્ટ્રીયકૃત બૅન્ક આઈડીબીઆઈ (ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા)માં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.
ત્યારે હિંદી અખબાર નવભારત ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આ રોકાણથી એલઆઈસીને કમ સે કમ ત્રણ વર્ષ સુધી કોઈ લાભ તેવી શક્યતા નથી. ઊલ્ટું આ ગાળા દરમિયાન બૅન્કમાં વધુ મૂડી રોકવી પડે તેવી આશંકા છે.
એનાલિસ્ટ્સને ટાંકતા રિપોર્ટ લખે છે, આ રોકાણ બૅન્ક માટે 'રાહત પેકેજ'થી વિશેષ કાંઈ નથી. એલઆઈસીમાં રોકાણ દ્વારા પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માગતા લાખો પોલિસીધારકોના હિતોની અવગણના કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
51 ટકા હિસ્સો ધરાવવા છતાંય બૅન્કનું મૅનેજમૅન્ટ કૉર્પોરેશનનું નહીં હોય.
પ્રધાનપુત્રે કરી મારઝૂડ
રાજસ્થાન ભાજપના પ્રધાન ધન સિંહ રાવતના પુત્ર રાજા સિંહનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં તેઓ એક વ્યક્તિ સાથે મારઝૂડ કરતા દેખાય છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, રાજા સિંહે તેમની એસયુવી ગાડીને આડે લાવીને નીરવ ઉપાધ્યાયની સ્વિફ્ટ કારને અટકાવી હતી.
બાદમાં તેમને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. રાજા સાથે રહેલા અન્ય લોકોએ પણ નીરવને માર માર્યો હતો.
આ ઘટના કથિત રીતે પહેલી જૂનની છે, પરંતુ તેનો સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ કૅમેરા) વીડિયો શનિવારથી ફરતો થયો છે.
બાંસવાડાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટના કહેવા પ્રમાણે, આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી ચેતવણી પ્રમાણે, ભારતના પશ્ચિમ તટીય પ્રદેશ તથા ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
અંગ્રેજી અખબાર એશિયન એજે, સંસ્થાની આગાહીને ટાંકતા લખ્યું છે, આગામી દિવસોમાં ચોમાસું ઉત્તર તરફ આગળ વધશે, જેના કારણે પશ્ચિમ ભારતના તટીય વિસ્તારોમાં વરસાદ ઘટશે.
મહારાષ્ટ્રના કોંકણ તથા ગોવા વિસ્તારમાં સામાન્યથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તટીય કર્ણાટક તથા કેરળમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
પિતાના કહેવાથી સગીર પુત્રે કરી હત્યા
બિહારના અરરિયામાં બાર વર્ષના છોકરાએ તેના દસ વર્ષના મિત્રની શાક સમારવાના ચાકૂથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, પૂછતાછ દરમિયાન આરોપી સગીરે કહ્યું હતું કે તેણે સગીર બાળકને બિસ્કિટ ખવડાવવાના બહાને ખેતરમાં બોલાવ્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી.
સગીર આરોપીએ ઉમેર્યું હતું કે પિતા અને ફૂઆએ મૃતકને મારી નાખવા કહ્યું હતું. હત્યાકાંડ બાદ આરોપીના પિતા અને ફૂઆ ફરાર થઈ ગયા છે.
બંને ઉપરાંત હત્યાકાંડમાં સામેલ અન્ય એક સગીર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી તથા મૃતક સગીરોના પરિવાર વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, જેણે આ સ્વરૂપ લીધું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો