Top News: બહાર આવેલાં સર્જિકલ સ્ટ્રાઇક્સના વીડિયો ખરાં છે?

ઇમેજ સ્રોત, AFP
બુધવારે રાત્રે કેટલીક ન્યૂઝ ચેનલ્સ દ્વારા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક્સના વીડિયો બહાર પાડ્યા હતા. આ વીડિયો 'ઓન ધ હેડ' તથા 'અનઆર્મ્ડ એરિયલ વ્હીકલ' દ્વારા લેવામાં આવ્યા હોવાનું જણાવાય રહ્યું છે.
અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથે વાતચીત દરમિયાન ઓપરેશન માટે જવાબદાર ઉચ્ચ અધિકાર લેફ. જનરલ. ડી.એસ. હુડ્ડાના કહેવા પ્રમાણે, આ વીડિયો 'ખરા' છે. તેમણે ઉમેર્યું હતું કે જે તે સમયે જ વીડિયો બહાર પાડવાની જરૂર હતી.
તા. 29મી સપ્ટેમ્બર 2016ના ભારતના તત્કાલીન ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલા કરવામાં આવ્યા હતા.
એ સમયે વિપક્ષ દ્વારા માગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક્સ અંગેના પુરાવા બહાર પાડવા જોઈએ.
'ઈરાનનું ક્રૂડઑઇલ ખરીદવાનું બંધ કરો'

ઇમેજ સ્રોત, Getty Images
'ઇકૉનૉમિક્સ ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર, અમેરિકાના વિશ્વના દેશોને ઈરાનનું ક્રૂડઑઇલ ના ખરીદવાની જણાવ્યું છે. આવું ના કરનારા રાષ્ટ્ર પર આર્થિક પ્રતિબંધ લાદવાની ચીમકી પણ અમેરિકાએ ઉચ્ચારી છે.
અમેરિકા દ્વારા આ માટે 4 નવેમ્બરની મુદ્દત પણ આપવામાં આવી છે.
ઈરાનમાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદતાં ભારતને પણ આ મામલે કોઈ પણ જાતની રાહત આપવામાં નથી આવું એવું અખબાર નોંધે છે.
અહેવાલ વધુમાં જણાવે છે કે, ઈરાનનું ક્રૂડઑઇલ ખરીદવાનું બંધ કરવું ભારત માટે સરળ નહીં રહે. કારણ કે ઈરાનમાં ભારતનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઑઇલ પૂરું પાડતું મિત્ર રાષ્ટ્ર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મે માસમાં ઈરાન સાથેની પરમાણુ સંધિ તોડી નાખી હતી.

જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ સાથે ગેરવર્તન

ઇમેજ સ્રોત, Reuters
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમનાં પત્ની સવિતા કોવિંદ સાથે પુરી શહેરના જગન્નાથ મંદિરમાં ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે.
અહેવાલ મુજબ, 18 માર્ચ, 2018ના રોજ રાષ્ટ્રપતિ પોતાનાં પત્ની સાથે મંદિરમાં ગયાં હતાં, જ્યાં કેટલાક સેવાદારોએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.
અહેવાલ એવું પણ ઉમેરે છે કે બન્નેને મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ પણ કરાયો હતો.
જે વિરુદ્ધ ભારે વાંધો ઉઠાવતા રાષ્ટ્રપતિ ભવને મંદિરના મૅનેજમૅન્ટને 'કારણદર્શક નોટિસ' ફટકારી છે.
શ્રી જગન્નાથ ટૅમ્પલ ઍડમિનિસ્ટ્રેશનના વડા અને આઈએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના) અધિકારી પ્રદિપ્તકુમાર મહાપાત્રાએ સ્વીકાર્યું છે કે રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લૅડીને મંદિરમાં અગવડ થઈ હતી.

ગુજરાતી શાળાઓમાં સુધારો લાવવા અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધારવાં શિક્ષણ વિભાગ બે મહિના માટે એક અભિયાન હાથ ધરશે.
આ અભિયાન પૂર્ણ થયા બાદ જે પણ શિક્ષકનું પ્રદર્શન નબળું રહેશે એને 'દંડ' કરવામાં આવશે.
હાલના યોજાયેલા ગુણોત્સવ અને નેશનલ અચીવમૅન્ટ સર્વેમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું નબળું સ્તર સામે આવ્યું હતું.
અહેવાલ મુજબ, ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં મળેલી જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બેઠકમાં અંગેનો નિર્ણય લેવાયો હતો.

તેજ પ્રતાપ યાદવ હિન્દી ફિલ્મોમાં
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કરવાના છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મ 'રૂદ્રા - ધ અવતાર'નું પોસ્ટર ટ્વીટ કર્યું હતું, સાથે જ લખ્યું હતું 'Coming Soon'.
તેજ પ્રતાપ અગાઉ ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેઓ બિહારના આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે.
જો કે, અંગ્રેજી વેબસાઇટ એનડીટીવીના અહેવાલ પ્રમાણે, તેજ પ્રતાપ કરતાં તેજસ્વી યાદવને લાલુપ્રસાદ યાદવના રાજકીય વારસ વધુ માનવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















