You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમે દૂધ અને ખાંડવાળી કોફી પીવો છો? તો જરા આ વાંચી લો
એક નવા સંશોધનના જણાવ્યા અનુસાર, કૉફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જાહેર કરવામાં આવી છે.
દુનિયામાં ઘણાં લોકો છે, જે એક કપ કૉફી પીધા વગર, પોતાના દિવસની શરૂઆત નથી કરી શકતા.
આ લોકો એવું વિચારે છે કે કૉફી તેમની ઉત્પાદકતા સાથે જોડાયેલી છે અને આ બાબતે તેમને ઘણી અસર કરે છે.
વિદેશની કંપનીઓ હોવા પહેલાં, ભારતનાં કેટલાક મોટાં શહેરોમાં ઇન્ડિયન કૉફી હાઉઝનો રિવાજ હતો, જ્યાં મિત્રો, પત્રકારો, સાહિત્યકારો અને બેરોજગારોની મંડળી ભેગી થતી હતી.
શું કૉફી તમારા સવાસ્થ્ય માટે ગુણકારક છે? શું છે હકીકત?
એવું માનવામાં આવે છે કે દિવસમાં 3થી 4 વખત કૉફી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
સંશોધકોનું કહેવું છે કે દૂધ અને ખાંડ વગરની કૉફી પીવાની પરિસ્થિતિ સૌથી વધુ આદર્શ હોય છે.
કૉફીની સાથે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લંડન યુનિવર્સિટીના સાયન્સ અને ટેક્નૉલૉજી વિભાગે કોફીની અસર અંગે એક અહેવાલ તૈયાર કર્યો છે.
નિયમિતરૂપે કૉફી પીવાથી ટાઇપ 2 ડાયબીટિઝ થવાનું જોખમ 7 ટકા જેટલું ઓછું થઈ જાય છે.
પરંતુ કૉફી સંબંધિત લાભોને શોધકર્તાઓ હજી પણ ચોક્કસ રીતે કોફીના લાભ તરીકે નથી ગણતાં.
કૉફી પીવાથી લિવર કૅન્સરનું જોખમ કેટલીક મર્યાદા સુધી ઓછી થઈ જાય છે.
કૉફી તમારા માટે દરેક પરિસ્થિતિમાં અનુકૂળ જ હોય, એ જરૂરી નથી
કેટલાક સંશોધનના જણાવ્યા અનુસાર, જો તમે નિયમિતરૂપે કૉફી ન પીતા હોવ, તો કૉફી પીવાના 1 કલાકની અંદર, હૃદયનો હુમલો આવાની તક વધી શકે છે.
અહેવાલના જણાવ્યા અનુસાર, કૉફી પીતાં લોકો, કૉફી ન પીતાં લોકોની સરખામણીએ વધુ લાંબી જિંદગી જીવે છે.
જેના આધારે એવું કહી શકાય કે કૉફી માત્ર તમને કામ કરવા માટે તાજી નથી રાખતી, પરંતુ કેટલાક અન્ય લાભ પણ આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો