You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુસ્લિમ યુવકને બચાવનાર ગગનદીપ સિંઘ, તુસ્સી ગ્રેટ હો!
- લેેખક, શિવપ્રસાદ જોશી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
ગગનદીપ સિંઘ પણ એક સામાન્ય માણસ જ છે. કાલ સુધી તો તેમને બહુ ઓછા લોકો ઓળખતા હશે, પરંતુ આજે તેમની માનવતાને લઈને મોટાભાગે લોકો તેમને ઓળખતા થયા છે.
આમ તો તેઓ ઉત્તરાખંડ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છે પરંતુ બીજા પોલીસ અધિકારીઓ કરતાં થોડા અલગ છે.
એક મુસલમાન યુવકને તોફાની તત્ત્વોના હુમલાથી બચાવતી તેમની તસવીર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. દેશમાં આવી જ બીજી ઘણી તસવીરોની જરૂર છે.
એ પણ સાચું છે કે આવી તસવીર એમ જ નથી બનતી. ખરાબ સમયની આ એક એવી દુર્લભ તસવીર છે જેને એક સખત માનવીય સામર્થ્યે નિર્મિત કરી છે. તેની પર ધૂળ નથી ફેંકી શકાતી કે નથી વિકૃત કરી શકાતી.
નાની-નાની તસવીરો બની રહી છે. રોજા તોડીને લોહી દાન કરી જીવ બચાવનાર ગોપાલગંજના આમલ જાવેદ અને દેહરાદૂનના આરીફે માનવતા, દયા અને કરુણાની આવી જ તસવીરો આપણે આપી છે.
ભાવુક કરે છે તસવીર
નૈનીતાલ જિલ્લાના રામનગરમાં જિમ કૉર્બેટ નેશનલ પાર્ક પાસે એક મંદિર છે. એક નદી છે જેના કિનારે પ્રેમીઓ બેસે છે.
મુસ્લિમ યુવક તેની હિંદુ મિત્ર સાથે બેઠો હતો કે લવ જેહાદના વિદ્રોહીઓ પહોંચી ગયા.
તેઓ તેમને મારી જ નાખવાના હતા કે ગગનદીપ તેમના મિત્રો સાથે ત્યાં પહોંચી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધમકીઓ, ગાળો, તમાચા તેમણે પોતાની પીઠ પર સહન કરી લીધા અને યુવકને તેમની છાતી સાથે લગાવી રાખ્યો.
શું તમે આ વાંચ્યું?
આ તસવીર ભાવુક કરે છે પરંતુ તેનાથી વધારે આપણા ગભરાયેલા વિવેકને ઢંઢોળવાનું કામ કરે છે.
આપણે સાંપ્રદાયિકો અને દંગાખોરોથી ન ડરવા માટે પણ પ્રેરિત કરે છે.
ગગનદીપ સિંઘનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. સંજોગાનુસાર તેઓ ઘટનાસ્થળ પાસે જ ડ્યૂટી પર હતા.
તેમનું કહેવું છે કે તેઓ પોતાની ફરજ નીભાવી રહ્યા હતા. તેમની પહેલી ફરજ હતી કે યુવકને ભીડથી બચાવવો અને તેમણે એવું જ કર્યું.
તે યુવક નસીબદાર હતો કે તેમને ગગનદીપ સિંઘ મળી ગયા. નહીંતર તેમની શું હાલત થાય એ વિચારીને પણ રૂવાંટાં ઊભા થઈ જાય છે. ભીડ તમારો પીછો કરી રહી છે. દ્રશ્ય-અદ્રશ્ય રીતે ભીડ ડ્રોન બની ચૂકી છે.
અરુંધતિ રૉયે પોતાના ઉપન્યાસ 'ધ મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હૈપીનેસ'માં લખ્યું છે: ભગવા પૅરકીટ. આકાશને પોતાની ચીસોથી ફાડતા આ પૅરકીટ એવું ઇચ્છે છે કે નાગરિકો ડરે, ઝૂકે અને અઘમૂઆ બની જાય.
ઉત્તરાખંડ પોલીસમાં હાલના દિવસોમાં એક પછી એક ઘટનાઓ બની છે.
ઉધમસિંહનગર, કોટદ્વાર, સતપુલી, મસૂરી વગેરે જગ્યાઓએ અશાંતિ અને હિંસાના બનાવો બની રહ્યાં છે. આ ખૂબ જ કઠણ સમય છે.
'ગગનદીપ જેવા અધિકારીઓની જરૂરત'
ગગનદીપ સિંઘ જેવા પોલીસ અધિકારીઓની ખૂબ જ જરૂરિયાત છે. પરંતુ એ પણ જુઓ કે કાયદાની જાળવણી કરવી અને તત્પર નોકરી કરવી સહેલું નથી.
રાજસ્થાન, હરિયાણા અને તમિલનાડુની ઘટનાઓ પર એક નજર કરી જુઓ.
પરિવર્તનની હલચલ એવા જ કપરા સમયમાં આવે છે જેવા ખરાબ સમયમાંથી સૌથી સારી કવિતા આવે છે.
ઉદાર કારોબારીઓ, જડ બૌદ્ધિકો અથવા રાજનૈતિક ષડયંત્રકારીઓની ફોજ ન્યાયના અવાજને પગ તળે કચડીને પસાર તો થઈ શકે છે પરંતુ તેને નાબૂદ કરી શકતા નથી. પાછળથી આવતી હવા, તડકો અને માટીની ભીનાશ તેમને ફરીથી બુલંદ કરી દે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો