You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા પોલીસ કેમ કહી રહી છે, 'હમ તુમ મેં ઇતને છેદ...'
તમારા મનમાં રહેલી પોલીસની 'સ્ટીરિયોટાઇપ્ડ' છાપ દૂર કરવાનું બીડું વડોદરા સિટી પોલીસે ઝડપ્યું છે.
વડોદરા સિટી પોલીસ દ્વારા લોકોના મનમાં રહેલી પોલીસની છાપ સુધારવા અને યુવાનોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર ખાસ કૅમ્પેન શરૂ કરાયું છે.
જેમાં હિંદી ફિલ્મોના ડાયલોગ્સ, પંચલાઇન્સ વગેરેને આવરી લઇને રમૂજી ઢબમાં પોલીસનો 'પૉઇન્ટ ઑફ વ્યૂ' રજૂ કરવામાં આવી રહ્યો છે.
#PoliceGalatFehmi, #Biglilcity કે #SarkariMehman, વડોદરા સિટી પોલીસના આ કેટલાક એવા હૅશટેગ છે કે જે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યા છે.
લાંચ વિરુદ્ધ વડોદરા સિટી પોલીસે કરેલી પોસ્ટ
તમને આ પણ વાંચવું ગમશે
ધાકધમકીનું એક જ પરિણામ આવી શકે અને તે છે જેલ, એવું દર્શાવતી વડોદરા સિટી પોલીસનું એક ટ્વીટ.
પોલીસ અને કાયદાનું સન્માન ના કરનારા લોકોને ચેતવતું ટ્વીટ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘરેલું હિંસા વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે વડોદરા સિટી પોલીસ દ્વારા કરાયેલું ટ્વીટ.
યુવાનોનો પોલીસમાં જોડાવા માટે ઉત્સાહ વધારતું ટ્વીટ
કાયદો હાથમાં ના લેવાની સલાહ આપતું ટ્વીટ
પ્રિયા વેરિયરને અને એક્સિડન્ટને સાંકડી લઈને પોલીસે કરેલું ટ્વીટ
વડોદરાના સિટી પોલીસ કમિશનર મનોજ શશિધરે બીબીસી સાથેની વાતચીતમાં શશિધર જણાવ્યું, ''અમુક વર્ગ કે સમાજ પોલીસ સાથે સીધા સંપર્કમાં નહોતો, ખાસ કરીને યુવાનો.
"પોલીસની છાપ એમના મનમાં 'સ્ટીરિયોટાઇપ્ડ' જ હતી. એટલે પોલીસ સાથેનું એમનું વર્તન પણ એવું જ હતું.
"યુવાનોને અમે કહેવા માગતા હતા કે પોલીસમાં પણ સારા લોકો છે. પોલીસમાં પણ સારું કામ થઈ રહ્યું છે. અને એટલે જ, તેમની સાથે સેતુ સ્થાપવા માટે અમે આ પ્રયોગ કર્યો.''
શશીધર એવું પણ જણાવે છે, ''આ કૅમ્પેઇનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે સંદેશા છૂપાયેલા છે. પ્રત્યક્ષ સંદેશ એ કે પોલીસ પણ રસપ્રદ, રમૂજી અને હસમુખ છે.
''અને પરોક્ષ સંદેશ એ કે પોલીસ પણ 'ટૅક્નોસેવી' છે અને સમય સાથે બદલાય છે.''
આ કૅમ્પેન ચાલુ કર્યા બાદ સામાન્ય લોકો તરફથી કેવા પ્રતિભાવ મળી રહ્યા છે?
એ પ્રશ્નના જવાબદમાં શશીધર કહે છે, ''આ કૅમ્પેઇનને સામાન્ય લોકોમાંથી બહોળો હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે.
''અમારી પૉસ્ટનું શેરિંગ વધી રહ્યું છે. કૉમેન્ટ વધી રહી છે અને એ સાથે જ લોકોની પોલીસ પ્રત્યેની અપેક્ષા પણ વધી રહી છે.''
આ કૅમ્પેનની ખાસ વાત એ છે કે તેની પોસ્ટ અને કાર્ડ્સ લોકલ એજન્સી તૈયાર કરે છે પણ દરેક પોસ્ટના આઇડિયા ખુદ પોલીસ જ આપે છે.
પોલીસ અને સોશિયલ મીડિયા
વડોદરા સિટી પોલીસ દ્વારા હાથ ધરાયેલું સોશિયલ મીડિયા કૅમ્પેઇન અનોખું ભલે હોય, ભારતમાં નવું નથી.
આ પહેલા કેટલાય રાજ્યોની પોલીસ આ પ્રકારનો પ્રયોગ કરી ચૂકી છે.
#YaDrinkYaDrive નામે દિલ્હી પોલીસ દારુ પીને ડ્રાઇવિંગ નહીં કરવા અંગે જાગૃતિ લાવવા માટે સોશિયલ કૅમ્પેન શરૂ કર્યું હતું.
તો આવી જ રીતે બેંગ્લોર પોલીસે પ્રખ્યાત ટીવી શો 'ગૅમ ઑફ થ્રૉન'ને આવરી લઇને કંઈક આ પ્રકારને હેલ્મેટનું મહત્ત્વ સમજાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો