મુકેશ અંબાણીની એ સલાહે બદલી નાખી જમાઈ આનંદની જિંદગી

ઇમેજ સ્રોત, PTI
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી જલદી લગ્નના બંધનમાં બંધાશે.
ટેલિગ્રાફમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ઉદ્યોગપતિ અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે ઈશા અંબાણીનાં લગ્ન નક્કી થયા છે.
33 વર્ષીય આનંદે ઈશાને મહાબળેશ્વરના એક મંદિરમાં પ્રપોઝ કર્યું હતું.
આનંદ અને ઈશા એકબીજાને લાંબા સમયથી ઓળખે છે અને બન્ને સારા મિત્રો પણ છે. બન્નેનાં લગ્ન આ વર્ષે ડિસેમ્બર મહિના સુધી થવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ ઈશાના જોડકા ભાઈ આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે થઈ હતી.

કોણ છે આનંદ પીરામલ?

ઇમેજ સ્રોત, @PiramalRealty/TWITTER
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આનંદ પીરામલ 'પીરામલ ગ્રૂપ'ના ચેરમેન અજય પીરામલના દીકરા છે અને સાથે જ પીરામલ ગ્રૂપના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર છે.
આનંદ પીરામલ રિયલ્ટીના સંસ્થાપક પણ છે. પિતા અજય પીરામલનો કારોબાર સંભાળતા પહેલા તેમણે પીરામલ ઇ-સ્વાસ્થ્યની સ્થાપના કરી હતી.
પીરામલ ઇ-સ્વાસ્થ્ય રૂરલ હેલ્થકૅયર સ્ટાર્ટઅપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીરામલ સ્વાસ્થ્ય ગ્રામીણ ક્ષેત્રોમાં આજે એક દિવસમાં 40 હજાર કરતા વધારે દર્દીઓનો ઇલાજ કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આનંદે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને હાર્વડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.
આનંદ પીરામલ 'ઇન્ડિયન મર્ચેન્ટ ચેમ્બર'ની યુવા વિંગના સૌથી ઓછી ઉંમરના પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે.
વર્ષ 2018માં આનંદ પીરામલને 'હુરુન રિયલ એસ્ટેટ યુનિકોર્ન ઑફ ધ યર 2017' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીએ આપી બિઝનેસમાં જોડાવા સલાહ!

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આનંદ પીરામલે થોડાં સમય પહેલા જ મુકેશ અંબાણીનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
આનંદે કારણ આપતા જણાવ્યું હતું કે મુકેશ અંબાણીએ તેમને ઉદ્યમી બનવાની સલાહ આપી હતી.
એક કાર્યક્રમ દરમિયાન તેમણે એ વાતનો ખુલાસો કર્યો કે કન્સલટેશન અને બૅન્કિંગના વ્યવસાય પસંદ કરવા વિશે અસમંજસમાં હતા, ત્યારે મુકેશ અંબાણીએ તેમને ઉદ્યમી બનવાની સલાહ આપી હતી.

કોણ છે ઈશા અંબાણી?

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિંદુમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના બોર્ડના સભ્ય છે.
તેમને રિલાયન્સમાં યુવા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો શ્રેય જાય છે.
તેમણે યેલ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
તેઓ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં જૂન મહિનામાં માસ્ટર્સની ડિગ્રી ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસ સ્ટેનફર્ડમાંથી મેળવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












