You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનમ કપૂર જેમની સાથે લગ્ન કરવાનાં છે તે કોણ છે?
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હી
'જો જાદૂ મેં યકીન નહીં કરતે, ઉન્હે કભી જાદૂ નહીં મિલતા!'
એક બાત જો મુજે હંમેશાં સે ચૌકાતી હૈ, વો યે 'અગર હમ કિસી એક વ્યક્તિ કો ખુશ કરતે હૈ, તો પુરી દુનિયા ખુશ રહેતી હૈ.'
કિતની સીધી ઔર સચ્ચી બાત હૈ. દુનિયામેં સુકૂન ઔર અમન કા તરીકા યહી હૈ કે અપને આસપાસ વાલોસે પ્યાર કરો.
પ્રેમમાં ડૂબેલા કોઈ આશિકની આ વાત બીજા કોઈએ નહીં પણ સોનમ કપૂરના ભાવિ પતિ આનંદ આહુજાએ લખી છે.
છેલ્લાં ઘણાં દિવસોથી અભિનેતા અનિલ કપૂર અને સુનિતાની દીકરી સોનમ અને દિલ્હીના બિઝનેસમેન પરિવારના આનંદ આહુજાના લગ્ન વિશે અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે.
સોનમ અને આનંદના લગ્ન આઠમી મેના રોજ મુંબઈમાં થશે અને બુધવારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી.
થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયામાં લગ્ન- સગાઈના કાર્ડ પણ વાઇરલ થઈ ગયા.
સોનમ- આનંદના પરિવારોએ એક નિવેદનમાં કહ્યું, "કપૂર અને આહુજા પરિવારોને સોનમ અને આનંદના લગ્નની ઘોષણા કરીને ખૂબ ખુશી થઈ રહી છે. લગ્ન 8મી મેના રોજ મુંબઈમાં થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ એક પારિવારિક પ્રસંગ છે. એ માટે અમે પરિવારના એકાંતનું સન્માન કરવા આગ્રહ કરીએ છીએ.
"આ ખાસ ક્ષણોની ખુશી વચ્ચે અમે તમારા પ્રેમ અને આશીર્વાદની આશા રાખીએ છીએ."
સોનમ અને આનંદની મહેંદીની રસમ સાતમી મેના રોજ બાન્દ્રાના સિગ્નેચર આઇલૅન્ડ સ્થિત સનટેકમાં થશે.
તમે આ વાંચ્યું કે નહીં?
બીજા દિવસે લગ્નનો કાર્યક્રમ રૉકડેલમાં રાખવામાં આવ્યો છે. જે સોનમના આન્ટીનો બંગલો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લગ્નનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા વચ્ચે આપવામાં આવ્યો છે અને મુંબઈની ધ લીલા હોટલમાં સાંજે એક પાર્ટી થશે.
કપૂર અને આહુજા પરિવારે અલગ અલગ સમારોહ માટે ડ્રેસ કોડ પણ જણાવ્યા છે અને એ પણ લખ્યું છે:
"આ ખાસ અવસરે તમારું આગમન અમારી માટે ખાસ ગિફ્ટ હશે."
જોકે, લગ્નના કાર્ડ પર અલગથી સંગીત સમારોહનો ઉલ્લેખ નથી.
આ પહેલા સમાચાર આવ્યા હતા કે કરણ જોહરે સંગીતની જવાબદારી સંભાળી છે, જ્યારે ફરાહ ખાન સેરેમનીની કોરિયોગ્રાફી કરશે.
આ છે આનંદ આહુજા
તેઓ દિલ્હીના છે અને એક વ્યવસાયી છે. તેઓ કપડાં બનાવતી કંપની ભાનેના માલિક છે.
આ સિવાય તેઓ દિલ્હીમાં વેજ નૉન-વેજ નામનું મલ્ટી બ્રાન્ડ સ્નિકર બ્યુટિક પણ ચલાવે છે.
સાથે જ તેઓ શાહી એક્સપોર્ટના મેનેજિંગ ડાયરેક્ટર છે જેનુ વાર્ષિક ત્રણ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે.
આનંદે અમેરિકન ઍમ્બેસી સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે અને પછી યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
તેમણે અમેરિકામાં એમેઝોન.કૉમમાં ઇન્ટર્નશિપ કરી છે અને ત્યારબાદ દિલ્હી પરત ફરીને પોતાના પિતા હરીશ આહુજા સાથે કારોબારમાં જોડાઈ ગયા.
એવું જણાવવામાં આવે છે કે વર્ષ 2014માં ફેશન ડિઝાઇનર અને સોનમના સ્ટાઇલિસ્ટ પ્રેરણા કુરૈશીના માધ્યમથી આનંદ આહુજાની મુલાકાત સોનમ કપૂર સાથે થઈ હતી.
મુલાકાતના એક મહિનાની અંદર જ આનંદે સોનમને પ્રપોઝ કર્યું હતું.
સોનમ અને આનંદ સોશિયલ મીડિયા અને વાસ્તવિક જીવનમાં પણ ઘણી વખત એકસાથે જોવા મળ્યા છે.
ફેબ્રુઆરીમાં આનંદ, સોનમ સાથે મોહિત મારવાહના લગ્નમાં જોડાવા દુબઈ ગયાં હતાં.
આનંદ મુંબઈમાં શ્રીદેવીના અંતિમસંસ્કાર સમયે પણ સોનમની સાથે જોવા મળ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો