ટિકિટ ગમે તે પાર્ટીની હોય હંમેશા જીતે છે રેપના આરોપી બીજેપી MLA કુલદીપ સેંગર

ઇમેજ સ્રોત, iStock
- લેેખક, સમીરાત્મજ મિશ્ર.
- પદ, બીબીસી સંવાદદાતા.
ફરિયાદીના પિતાના મૃત્યુ બાદ યુપી પોલીસ ઉન્નાવ રેપ કેસમાં સક્રિય બની છે. પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઉન્નાવની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ભાઈ અતુલસિંહની ધરપકડ કરી છે.
18 વર્ષીય યુવતીએ ઉત્તર પ્રદેશના ઉન્નાવના ભાજપના ધારાસભ્ય સામે જાતીય દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.
મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા બાદ, પીડિતાનાં પિતા સોમવારે સંદિગ્ધ પરિસ્થિતિમાં ઉન્નાવની જેલમાં મૃત મળી આવ્યા છે.
યુપી સરકાર દ્વારા આ મામલે પાંચ પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાન આદિત્યનાથના કહેવા પ્રમાણે, દોષિતોને છોડવામાં નહીં આવે.
રાજ્યના ડી.જી.પી. અને ગૃહ વિભાગે બન્ને જેલ અને જિલ્લા અધિકારીઓએ આ ઘટના અંગે અહેવાલ મંગાવ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે

આત્મહત્યા કરવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, iStock
રવિવારે ઉન્નાવના ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર એક યુવતીએ આક્ષેપ મૂક્યો હતો કે ધારાસભ્ય અને તેમના ભાઈઓ સહિતના સાથીઓએ તેમની સાથે જાતીય દુષ્કર્મ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે ફરિયાદ લખાવ્યા બાદ, ધારાસભ્યે અને તેમના સાથીઓએ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં, પીડિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્યોના સાથીઓએ ત્રીજી એપ્રિલના રોજ તેમના પિતા અને ઘરના અન્ય સભ્યોને માર માર્યો હતો.
ત્યારબાદ પોલીસે આરોપીઓ સામે તપાસ કરતી વખતે તેમની ધરપકડ પણ કરી હતી.
યુવતીને રવિવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
લખનઉ વિભાગના એ.ડી.જી. રાજીવ કૃષ્ણએ પીડિતા સાથે વાતચીત કર્યા બાદ સંબંધિત અધિકારીઓ પાસેથી ખુલાસો માગ્યો હતો.

કોણ છે કુલદીપ સેંગર?

ઇમેજ સ્રોત, Twitter
ઘટના થયા બાદ જ ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગરે મીડિયા સાથે વાતચીતમાં તમામ આરોપોનું ખંડન કર્યું હતું.
તેમનું કહેવું છે કે રાજકીય વિરોધીઓએ તેમની સામે કાવતરું ઘડ્યું છે.
ઉન્નાવમાં બ્રાહ્મણોની બહુમતી છે. 51 વર્ષીય સેંગરે 2002માં રાજકારણમાં ડગ માંડ્યા.
2002માં તેઓ ઉન્નાવ સદર બેઠક પરથી બહુજન સમાજ પક્ષની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા.
2007ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા સેંગર સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા અને વિજેતા બન્યા.
2012માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ભગવંત નગર બેઠક પરથી ચૂંટણી લડી અને જીત્યા.
2017માં સેંગર ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપે તેમને બાંગરમઉ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ વિજેતા થયા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












