ફાસ્ટફૂડ વધારે ખાવાથી શુક્રાણુઓની ગુણવત્તા કમજોર થઈ જાય?

સ્પર્મની તસવીર

ઇમેજ સ્રોત, Science Photo Library

દુનિયાભરના અનેક દેશોમાં પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો ચિંતાનો વિષય બની ગયો છે.

શુક્રાણુઓની સંખ્યાનો સીધો સંબંધ પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલો છે.

તમારા સ્પર્મ કાઉન્ટ એટલે કે શુક્રાણુઓની સંખ્યા કેટલી છે તેનો સંબંધ ખાવા-પીવા સાથે પણ છે. તમે જે ખાવ છો તેનાથી શરીરની ગતિવિધિઓ નક્કી થાય છે.

જો તમારા ખોરાકમાં ચરબીની માત્રા વધારે છે તો સ્પર્મ કાઉન્ટમાં નિશ્વિતરૂપે ઘટાડો થાય છે.

અમેરિકાના ફર્ટિલિટી ક્લિનિકમાં 99 પુરુષો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જેઓ જંકફૂડ વધારે ખાય છે તેમના શુક્રાણુઓની ગુણવત્તા બહુ કમજોર હોય છે.

જેમના શરીરમાં ઓમેગા-3 ફેટી ઍસિડ પર્યાપ્ત માત્રામાં હોય છે તેમના શુક્રાણુઓની ગુણવત્તા વધારે સારી હોય છે. આ ઍસિડ માછલી અને વનસ્પતિઓના તેલમાંથી મળી આવે છે.

સ્પર્મની તસવીર

ઇમેજ સ્રોત, Science Photo Library

આ સ્ટડી અનુસાર જે વધારે ચરબી ખાય છે તેના સ્પર્મ કાઉન્ટ 43 ટકા ઓછા હોય છે અને શુક્રાણુની સઘનતા પણ ઓછી હોય છે.

જે ઓમેગા-3 ઍસિડ પર્યાપ્ત માત્રામાં લે છે તેના સ્પર્મની ગુણવતા ખૂબ સારી હોય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર પ્રતિ મિલીલીટર વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા 1.5થી 3.9 કરોડ હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે.

કેટલાંક સંશોધનોમાં તો એમ પણ કહેવાયું છે કે જો સ્પર્મ કાઉન્ટમાં આવી રહેલો ઘટાડો અટક્યો નહીં તો માણસ એક દુર્લભ પ્રજાતિમાં સામેલ થઈ જશે.

કેટલાક અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે ઉત્તર અમેરિકા, યૂરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડના પુરુષોમાં છેલ્લાં 40 વર્ષોમાં બહુ ઓછા સમયમાં શુક્રાણુઓની સંખ્યા અડધી થઈ ગઈ હતી.

જ્યારે એક પુરુષના વીર્યમાં પાંચ કરોડથી પંદર કરોડ સુધી શુક્રાણુની સંખ્યા હોય છે તો તે મહિલાઓની ફલોપીઅન ટ્યૂબ તાત્કાલિન તરવા લાગે છે.

જોકે, આ બધું એટલું સરળ નથી હોતું. ઘણીવાર એક જ સ્પર્મ મહિલાઓના અંડકોશ માટે પર્યાપ્ત હોય છે.

line

શુક્રાણુઓની સંખ્યા જાળવી રાખવી છે તો આ કામ જરૂર કરો

સ્પર્મની તસવીર

ઇમેજ સ્રોત, JUERGEN BERGER/SCIENCE PHOTO LIBRARY

  • ખૂબ જ ટાઇટ અંડરવેયરના ના પહેરો
  • જાતિય સંક્રમણથી બચીને રહેવું.
  • દારૂ પીવાનો બિલકુલ બંધ કરી દો. દારૂના સેવનથી ટેસ્ટોસ્ટરોન હૉર્મોન્સ ખરાબ થાય છે. આ હૉર્મોનનો સીધો સંબંધ યૌન ક્ષમતા સાથે જોડાયેલો છે.
  • ખુદને ફિટ રાખો અને ફાંદ વધવા દેવી નહીં.
  • કસરત કરો પરંતુ વધારે કસરત કરવી નહીં. તમે કેટલી ઊંઘ કરો છો તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે છે. જો તમે દરરોજ સાતથી આઠ કલાક પણ ઊંઘતા નથી તો પ્રજનન ક્ષમતાના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.
  • સુરતથી બાળકીની તસવીરવાળી લાખો સાડીઓ દેશભરમાં મોકલાઈ!
  • ભાલિયા ઘઉં તથા લોથલ સાઇટ પર તોળાઈ રહ્યું છે જોખમ
line
  • એક સંશોધન અનુસાર જે લોકો 6 કલાક કરતાં પણ ઓછી ઊંઘ કરે છે તેમની પ્રજનન ક્ષમતામાં 31 ટકા સંભાવના ઓછી જોવા મળી હતી. સારી ઊંઘ તમારા સ્વાસ્થ્ય સાથે પ્રજનન ક્ષમતા પણ સારી રાખવા માટે પણ જરૂરી છે.
  • ગરમ પાણીથી નાહવાથી દૂર રહો. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે સ્પર્મ પ્રૉડક્શન માટે ઓછું તાપમાન હોય તે વધારે સારું છે.
line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો