સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરનારા જજની બદલી

કાળિયારના શિકાર કેસમાં દોષી જાહેર થયેલા બોલીવૂડ સ્ટાર સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરી રહેલા જજની બદલી થઈ ગઈ છે.

શુક્રવારે રાજસ્થાન હાઈ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવેલા બદલીના હુકમો અનુસાર જોધપુરના ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ રવિંદ્ર કુમાર જોશીની બદલી સિરોહી થઈ ગઈ છે.

તેમના સ્થાને ચંદ્ર શેખર શર્માની જોધપુર બદલી કરવામાં આવી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

શુક્રવારે સલમાનની જામીન અરજી પરની સુનાવણી પૂરી નહોતી થઈ શકી.

જોધપુરમાં હાજર સ્થાનિક પત્રકાર નારાયણ બારેઠ અનુસાર, લૉઅર કોર્ટનો રેકોર્ડ ન હોવાને કારણે સુનાવણી શનિવાર સુધી ટળી ગઈ હતી.

હવે શું થશે?

કાયદાના જાણકારો કહે છે કે આ બદલીના હુકમ બાદ હવે એ બાબત જજ રવિંદ્ર કુમાર જોશી પર આધાર રાખે છે કે તે આ મામલે શનિવારે સુનાવણી કરે છે કે નહીં.

રાજસ્થાન હાઈ કોર્ટની વેબસાઈટ પર 6 એપ્રિલે મૂકવામાં આવેલા ઑર્ડર 20માં કુલ 87 જજોની બદલી થઈ છે, જેમાં રવિંદ્ર કુમાર જોશીનો પણ સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો