સલમાન ખાન વિશે આ 10 વાતો જાણો છો?

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન વિશેની દસ રસપ્રદ વાતો જાણી લો.

1- સલમાન ખાને 2007માં બીઇંગ હ્યુમન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન ભારતમાં જરૂરિયાતમંદોને સહાય કરે છે.

ગરીબ બાળકોને સારું શિક્ષણ અને આરોગ્ય મળી રહે એ માટે આ ફાઉન્ડેશન કામ કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

2- 2008ના મુંબઈ હુમલાને વ્યાપક ''પબ્લિસિટિ' એટલા માટે મળી કેમ કે તેમાં સમૃદ્ધ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવી ટિપ્પણી કરનાર સલમાન ખાને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

અને માફી પણ માંગવી પડી હતી.

અભિનેતાએ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે તેવા દાવા સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.

તેની સામે નેશલન સ્ટુડન્ટ્સ ફેડરેશનના કાર્યકર્તાઓએ 2010માં સલમાનના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

3- સલમાન બૉડિબિલ્ડર છે પણ તેમને 'ટ્રાઇજેમેનોલ ન્યુરૅલ્જા' નામની તકલીફ છે.

'ટ્રાઇજેમેનોલ ન્યુરૅલ્જા'માં ચહેરા પરના સ્નાયુઓમાં અતિશય દુખાવો થતો હોય છે.

4- 1998માં દુર્લભ પ્રજાતિના પ્રાણીની હત્યા કરવાના આરોપસર સલમાનને 2007માં એક સપ્તાહથી ઓછો સમય માટે જેલ થઈ હતી.

2006માં બે કાળિયારની હત્યાના મામલે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

5- સંગીતા બિજલાની અને સોમી અલી કેટરિના કૈફ સાથેના કથિત પ્રણય પ્રકરણોને પગલે તેની છબી વિવાદાસ્પદ બની છે.

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયના સાથેનો તેના કથિત સંબંધ પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

2002માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઐશ્વર્યા રાયના માતાપિતાએ સલમાન ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

જોકે, પોતે ઐશ્વર્યાને પરેશાન કરી હોવાના આરોપોને સલમાને નકાર્યા હતા અને કહ્યું હતું કે એ ઐશ્વર્યાને પ્રેમ કરે છે.

6- સલમાને 80થી વધુ હિંદી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે કામ કર્યું છે.

તેની આઠથી વધુ ફિલ્મોએ સો કરોડથી વધુની કમાણી કરી છે.

એક ફિલ્મ દીઠ સલમાન લગભગ 32 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

7- સલમાન ખાન અભિનેતા અને પટકથાકાર સલીમ ખાનનો પુત્ર છે.

તેમની પ્રથમ ફિલ્મ 1988માં 'બીવી હો તો ઐસી' હતી.

જોકે, તેમાં સલમાનના સંવાદો ડબ કરવામાં આવ્યા હતા.

8- 1989માં તેની બીજી ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માટે સલમાનને પુરુષ કૅટિગરિમાં શ્રેષ્ઠ નવોદિત કલાકારનો ઍવૉર્ડ મળ્યો હતો.

2014 સુધીમાં રણવીર સિંહ, શાઈની આહુજા અને તુષાર કપૂર તથા ફવાદ ખાન ઍવૉર્ડ જીતી ચૂક્યા છે.

9- સલમાને ભૂતકાળમાં એવું કહ્યું હતું કે તે હિંદુ-મુસ્લિમ એમ બન્ને છે પણ તેમનો કોઈ ધર્મ નથી, કેમ કે તેમના માતા હિંદુ છે અને પિતા મુસ્લિમ છે.

10- 1999 સલમાન ખાન માટે ખૂબ જ મહત્ત્વનું હતું, કેમકે 1998ની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં વિશેષ મહેમાન કલાકારની ભૂમિકા માટે તેને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો