ઉત્તરાખંડ : ગંગા નદીમાં તણાઈ રહેલા જંગલી હાથીનો બચાવ

ઇમેજ સ્રોત, RAJU NAUTIYAL/RAJAJI TIGER RESERV
ગંગા નદીનાં વહેણમાં તણાઈ રહેલા જંગલી હાથીને ઉત્તરાખંડના અધિકારીઓએ બચાવી લીધો હતો.
ઋષિકેશ નજીક આવેલા રાજાજી ટાઇગર રિઝર્વના વનરક્ષક અધિકારીઓની નજર નદીના બંધ પાસે ફસાયેલા હાથી પર પડી હતી.
આથી તેમણે નદીમાં જળ સ્તર નીચું લાવવા માટે પાણીનું વહેણ બદલી નાખ્યું. જેથી આ નર હાથી સરળતાથી તરી શકે.
હિમાયલના રિઝર્વમાં 350થી વધુ હાથીઓ અને અન્ય જંગલી પ્રાણીઓ છે. વળી અહીં હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ આવેલો છે.
તમને આ પણ વાંચવું ગમશે
જંગલ ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે કદાચ આ હાથીની અન્ય હાથી સાથે લડાઈ થઈ હશે.
આથી તે જીવની સુરક્ષા માટે નદી તરફ ભાગી આવ્યો હશે.

ઇમેજ સ્રોત, Getty Images
અધિકારીએ કહ્યું, "હાથી ઝડપી વહેણમાં તણી રહ્યો હતો. આથી ઋષિકેશ નગરમાં વિરભદ્ર બંધના દ્વાર પાસે તે ફસાઈ ગયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી બંધના દરવાજા પાસે પાણીના દબાણને કારણે હાથીને ક્રેનથી બહાર કાઢવો અશક્ય હતું.
"હાથીને બચાવવા માટે પાણીનું સ્તર નીચું કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો."
ટાઇગર રિઝર્વના ડિરેક્ટર સનાતન સોનકેરે બીબીસીને જણાવ્યું કે બચાવ કરનારા અધિકારીઓએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે.
"પાણીના ઊંચા સ્તર અને વહેણને કારણે હાથીને વધુ મુશ્કેલી થઈ રહી હતી."
"આથી અમે તરત જ તેને બચાવી લેવાનું નક્કી કર્યું."
"થોડા સમય માટે પાણીનું સ્તર નીચું આવ્યું આથી અમે તેને બચાવી શક્યા."
તેમણે એમ પણ ઉમેર્યું કે હાથીની સુરક્ષા માટે તેની હિલચાલનું મોનિટરીંગ પણ કરવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












