You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોતનું બાથટબ નથી, આ છે ન્યૂઝનું મોત'
- લેેખક, પ્રજ્ઞા માનવ
- પદ, બીબીસી સંવાદદાતા
બોલિવૂડ સ્ટાર શ્રીદેવીનું શનિવારે મોડી રાત્રે દુબઈમાં નિધન થયું હતું અને ત્યારબાદ ભારતીય મીડિયાએ કરોડો દર્શકોના પ્રિય અભિનેત્રીને પોતાની રીતે યાદ પણ કર્યા હતા.
શ્રીદેવીનાં મૃત્યુને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ રીતે વાતો થવા લાગી હતી. ઘણી ન્યૂઝ ચેનલોએ શ્રીદેવીનાં મૃત્યુનાં કથિત કારણો પર સ્પેશિયલ શો ચલાવ્યા હતા.
આ સમગ્ર ઘટના વચ્ચે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો.
સોમવારે દુબઈ પોલીસે જણાવ્યું કે શ્રીદેવીનું મૃત્યુ બાથટબમાં અકસ્માતે ડૂબવાથી થયું છે.
કેટલીક ન્યૂઝ ચેનલોએ 'બાથટબનો સેટ' લગાવી વિશેષ શો બતાવ્યો હતો, તો કેટલાકે એકદમ આગળ વધી 'ટબમાં તરતા શ્રીદેવી' દેખાડ્યાં હતાં.
એક અન્ય ટીવી ચેનલે 'ટબની બાજુમાં બોની કપૂર'ને ઊભા રાખ્યા હતા.
તમને આ વાંચવું પણ ગમશે:
'ન્યૂઝની મોત' હેશટેગ સાથે ઘણાં વરિષ્ઠ પત્રકારો અને લોકોએ આવી 'સેન્સેશનલ રિપૉર્ટિંગ'ની ટીકા કરી હતી.
તથ્યો નહીં, અટકળોને આધારે કવરેજ
વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝલોન્ડ્રીનાં એડિટર-ઇન-ચીફ મધુ ત્રેહન પણ આ પ્રકારના રિપૉર્ટિંગને યોગ્ય માનતાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે, 'બે દિવસથી ભારતીય મીડિયામાં જે ચાલી રહ્યું છે તે પત્રકારત્વ નથી. પત્રકારત્વ તથ્યો પર થાય છે. અહીં તો સંપૂર્ણ કવરેજ જ અટકળો પર છે. કોઈને પૂર્ણ વાતની ખબર નથી. મીડિયા શ્રીદેવીના ફેસ લિફ્ટ અને ડાયટ પિલ પર વાત કરી રહી છે. પત્રકારોએ પોતાની ઇજ્જત બચાવી રાખવી જોઈએ.'
વરિષ્ઠ પત્રકાર અને ઈન્ડિયન એક્સપ્રેસના કૉલમિસ્ટ શુભ્રા ગુપ્તાનો મત પણ તેમનાથી અલગ નથી.
શુભ્રા કહે છે, ''માની લીધું કે કોઈ સેલિબ્રિટીની અચાનક મૃત્યુ બાદ તેમના વિશે જાણવાની જિજ્ઞાસા હોય છે પરંતુ હાલ જે ચાલી રહ્યું છે તેને દર્શકોની જિજ્ઞાસાનું શોષણ કરવું કહી શકાય છે.
વધારે પડતી ન્યૂઝ ચેનલોએ અંગતતા અને મર્યાદા ઓળંગી લીધી છે. આ લોકોને પૂછવું જોઈએ કે તમારા પરિવારની કોઈ મહિલા વિશે આવી વાત કરવામાં આવે તો તમને કેવું લાગે.''
શું શ્રીદેવીનું મહિલા હોવું આ બધાનું કારણ છે?
શુભ્રા આ અંગે કહે છે, ''ખરેખર. આ કંઈ પ્રથમ વખત નથી, જ્યારે આવું થઈ રહ્યું છે. પ્રિન્સેસ ડાયનાનાં મૃત્યુ વખતે પણ મીડિયાએ તેમના ખાનગી જીવનને વેરવિખેર કરી નાખ્યું હતું.
તે અંતિમ સમયમાં કોની સાથે હતાં, શું કરી રહ્યાં હતાં, દરેક વસ્તુ પર લખવામાં આવ્યું હતું. શ્રીદેવી એક અભિનેત્રી હતી.
તેમના કામ વિશે વાત કરો. મોત સાથે જોડાયેલા તથ્યો પણ જણાવો.
પરંતુ કોઈની છેલ્લી 15 મિનિટથી તમારે શું મતલબ છે? શું જરૂરીયાત છે આટલું જાણવાની?''
મીડિયા તો આ અટકળોનો પણ ઇશ્યૂ બનાવી રહ્યું છે કે શ્રીદેવીના લોહીમાં દારૂના અંશ મળ્યાં.
શુભ્રા ગુસ્સામાં કહે છે, ''2018 ચાલી રહ્યું છે. તેવામાં આપણે એક મહિલાના દારૂ પીવાને મુદ્દો બનાવ્યો તો આપણે વિચારવું જોઈએ કે શું આપણે સો વર્ષ પાછળ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
માની લઈએ કે દરેક અતિ વસ્તુ ખતરનાક છે. પરંતુ કોઈ મહિલા કે પુરુષ દારૂ પીવે છે કે નહીં, તે તેમના પર છે. મીડિયા આવી વાત કરી શું સાબિત કરવા માંગે છે.''
શું આ માટે દર્શકો પણ જવાબદાર છે?
મધુ ત્રેહન કહે છે, ''જો આપણે કચરો લઈ રહ્યાં છીએ તો આપણને કચરો જ મળશે. જો આ ચેનલોને પણ આ જ વસ્તુ દેખાડી ટીઆરપી મળી રહે તો તેમને લાગશે કે લોકો આ જ જોવાનું પસંદ કરે છે. લોકો ચેનલ બદલીને વોટ કરતા નથી કે અમને આ પસંદ નથી?''
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટર પર લખ્યું, ''આ પહેલી વખત નથી જ્યારે ભારતીય ન્યૂઝ ચેનલો કોઈ સાચી જાણકારી વગર, ફોરેન્સિક એક્સપર્ટ, ડૉક્ટર અને જાસૂસ બની બેઠા છે. ના આપણે લોકોને શાંતિથી જીવવા દઈએ છીએ કે ના મરવા.''
બરખા દત્તે તો ‘ન્યૂઝ કી મોત’ નામના હેશટેગ સાથે જણાવ્યું કે, ''શ્રીદેવીનાં મૃત્યુ પર ખબરોમાં ચાલી રહેલા ખરાબ હેશટેગનો જવાબ માત્ર આ જ હેશટેગ દ્વારા આપી શકાય છે #NewskiMaut. બાથટબને છોડો, આ પ્રકારની ખરાબીને સાફ કરવા તો ડ્રેઇન પાઇપ જોઈએ. મને શરમ આવે છે હું આ વ્યવસાયનો ભાગ છું. પરંતુ એ વાતનો સંતોષ પણ છે કે હું આ માહોલમાં ટીવી પર એન્કરિંગ કરી રહી નથી.''
વીર સંઘવીએ લખ્યું, ''કોઈના મૃત્યુના સમયે ભારતીય ટીવી ચેનલો અને ગીધમાં શું ફરક રહી જાય છે? કેટલાક કામ એવા છે જેને કરવા માટે ગીધોને પણ શરમ આવી જાય, પરંતુ આપણી ટીવી ચેનલ્સને નથી આવતી.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો