IPLની હરાજીમાં ખેલાડીઓ કેવી રીતે પસંદ થાય છે?

આઈપીએલની 11મી સિઝન થોડાં જ સમયમાં શરૂ થશે. આ સિઝન માટે ખેલાડીઓની હરાજી બેંગલુરુમાં આજથી શરૂ થઈ છે, જે રવિવાર સાંજ સુધી ચાલશે.

હરાજી દરમિયાન પોતાની ટીમ તરફથી IPLમાં રમવા માટે ફ્રેન્ચાઇઝિસ લાખો કરોડો રૂપિયામાં ખેલાડીઓને ખરીદે છે.

પરંતુ ખૂબ ઓછા ક્રિકેટ રસિયાને ખબર હશે કે આ હરાજીમાં ખેલાડીઓની પસંદગી કેવી રીતે થાય છે.

અહીં જાણો IPLની હરાજીને લઈને કેટલીક રસપ્રદ બાબતો.

હરાજીમાં કુલ 578 ખેલાડીઓ ભાગ લેશે, જેમાંથી આઈપીએલની આઠ ટીમો પોતાના મનપસંદ ખેલાડીની હરાજી દ્વારા પસંદગી કરશે.

આ હરાજીમાં ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 20 લાખથી 2 કરોડ વચ્ચેની છે.

દરેક ટીમ ખેલાડીઓને પોતાની મનગમતી કિંમતે પોતાને મળેલા આશરે 80 કરોડના બજેટમાંથી ખરીદી શકે છે.

આ બજેટમાંથી ટીમ દ્વારા જાળવી રાખેલા ખેલાડીની કિંમત બાદ કરવામાં આવે છે.

અઢાર ખેલાડીઓને આ ટીમો દ્વારા જાળવી રાખવામાં આવ્યા છે.

જેમાં ભારતીય સુકાની વિરાટ કોહલી, ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને સાઉથ આફ્રિકન બેટ્સમેન ડિ વિલિયર્સનો પણ સમાવેશ થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ગત સિઝનમાં સૌથી વધારે રન કરનાર ડેવિડ વોર્નર(14 મેચમાં 641 રન) અને સૌથી વધારે વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર(26 વિકેટ)ને ટીમમાં પહેલેથી જાળવી રાખવામાં આવ્યા છે.

દરેક ટીમ આઠ વિદેશી ખેલાડીનો સમાવેશ કરી શકે છે.

પરંતુ તેમાંથી ફક્ત ચાર ખેલાડી જ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહે છે.

આઈપીએલ ચેરમેન રાજીક શુકલાએ જણાવ્યું હતું કે હરાજીમાં એક ક્રિકેટરની પસંદગી કરવામાં આવે તે પહેલાં ઘણી વ્યૂહરચનાઓ અને આંકડાઓ જોવામાં આવે છે.

સતત બદલાતી પરિસ્થિતિ અને ગણતરી હરાજીને અણધારી અને ઉત્તેજક બનાવે છે.

આ યાદી સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે. પરંતુ હું અનકેપ્ડ ભારતીય ખેલાડીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, જેઓએ IPLની અગાઉની સિઝનમાં પોતાનું યોગદાન સાબિત કર્યું છે અને તેઓ હરાજીમાં ઉચ્ચ બોલીને આકર્ષિત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો