You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પદ્માવત: બાળકોની બસ પર હુમલો અને રાજકીય સંવેદના
સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' રજૂ થઈ ગઈ છે. જોકે, કરણી સેનાના વિરોધને પગલે ગુજરાત સહીતના ચાર રાજ્યોમાં આ ફિલ્મને રજૂ કરવામાં આવી નથી.
વિરોધના ભાગરૂપે મંગળવારે સાંજે અમદાવાદમાં આગચંપીની ઘટનાઓ બની અને 40થી વધુ બાઇક્સને આગ લગાવવામાં આવી હતી.
આ દરમિયાન રાજ્યના કેટલાય થીએટર્સ બહાર બોર્ડ લગાવાયા કે 'અહીં 'પદ્માવત' રજૂ કરવામાં નહીં આવે.'
તો પણ વિરોધનો વંટોળ શમ્યો નથી. દેશના કેટલાય વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે.
બુધવારે હરિયાણાના ગુડગાંવમાં એક સ્કૂલ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.
જોકે, આ બધા વચ્ચે એ સવાલ ઉઠી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં દેશના કેટલાય વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ કેમ ઊભી થઈ?
આ મુદ્દે દેશના પ્રમુખ રાજનેતાઓએ ફિલ્મને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા અંગે શું કહ્યું છે એ અંગે અહીં માહિતી અપાઈ રહી છે.
આપને આ વાંચવું ગમશે :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેન્દ્ર મોદીના ટ્વીટ્સ
ગુરૂવાર સવારથી લઈને અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂલ ચાર ટ્વીટ્સ કર્યા છે, જેમા 'પદ્માવત'ને લઈને કરાઈ રહેલી હિંસાનો કોઈ જ ઉલ્લેખ નથી.
તોળી તોળીને બોલી રહેલા રાહુલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'પદ્માવત'ને લઈને સ્પષ્ટ રીતે કંઈ જ લખ્યું નથી.
જોકે, બુધવાર રાતે તેમણે ગુડગાંવમાં સ્કૂલ બસ પર કરાયેલા હુમલા અંગે ટ્વિટ કર્યું હતું.
કેજરીવાલના સવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજલીવાલે બસ પર થયેલા હુમલાની ટીકા કરતા જે-તે રાજ્ય સરકારની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા.
કેજરીવાલ 'પદ્માવત'ના મુદ્દે આ પહેલા પણ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને ઘેરી ચૂક્યા છે.
વસુંધરાની પ્રાથમિક્તા
રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેના હાલના ટ્વીટ્સ પર નજર નાખવામાં આવે તો તેમણે થીએટર ઑનર્સ દ્વારા 'પદ્માવત' બતાવવા અંગેના સમાચારોને રિટ્વીટ્સ કર્યા છે.
આ સિવાય તેમણે અન્ય કોઈ ટ્વીટ્સ નથી કર્યાં.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનનાથે પણ ટ્વિટર પર 'પદ્માવત'ને લઈને મૌન જ સેવ્યું છે.
ગુજરાતના નેતાઓનું શું કહેવું?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 'પદ્માવત' વિરુદ્ધ હિંસક બનાવો બની રહ્યા હોવા છતાં ટ્વિટર પર તેઓ આ મુદ્દે મૌન જણાય રહ્યા છે.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ આ મુદ્દે મૌન જ સેવી રહ્યાં છે.
19 જાન્યુઆરીથી આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીની વાત કરવામાં આવે તો પટેલે 'પદ્માવત'ને લઈને કંઈ પણ નથી લખ્યું.
વડગામની બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ છેલ્લું ટ્વીટ 17 જાન્યુઆરીએ કર્યું હતું.
એ બાદ તેઓ પણ આ મામલે મૌન જ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો