અમેરિકા H-1B વિઝા મામલે નવો નિયમ લાવશે, હજારો ભારતીયોને અસર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અમેરિકાનો 'ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી' પ્રવાસી વિઝાને લઈને એક નવો નિયમ લાગું કરવાનું વિચારી રહ્યો છે.

આ નિયમ વિદેશી કર્મચારીઓને H-1B વિઝાની સમય મર્યાદા વધારતા અટકાવશે.

તમને આ પણ વાંચવું ગમશે

અખબારના જણાવ્યા અનુસાર જો યુએસ કૉંગ્રેસ દ્વારા આ પ્રસ્તાવને પાસ કરવામાં આવે તો અમેરિકામાં કામ કરી રહેલા હજારો 'ઇન્ડિયન સ્કિલ્ડ પ્રૉફેશનલ્સ'ને અસર પડશે.

વિપક્ષના નેતા કોણ?

'સંદેશ'ના અહેવાલ અનુસાર વિપક્ષના નેતા નક્કી કરવા માટે ગુજરાત કૉંગ્રેસની આજે બેઠક મળશે.

કૉંગ્રેસ પ્રભારી અને નિરીક્ષક અશોક ગેહલોત અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ગેહલોત વિપક્ષના નેતા પદ માટે ધારાસભ્યોનો અભિપ્રાય મેળવશે.

જે બાદ નક્કી થયેલું વિપક્ષી નેતાનું નામ મંજૂરી માટે દિલ્હી મોકલાશે.

કોરેગાંવ હિંસા

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં કોરેગાંવ વિજયની ઉજવણી બાદ દલિતો પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થરમારો થયો હતો.

જેમા અનેક દલિતોના વાહનોની તોડફોડ કરાઈ હતી અને આગજનીની ઘટનાઓ બની હતી.

આ ઘર્ષણમાં એક યુવકનું મૃત્યુ પણ નિપજ્યું હતું. ઘટનાના પ્રત્યાઘાત રૂપે મહારાષ્ટ્રમાં દલિતોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા.

પોલિસ વિરુદ્ધ એટ્રૉસિટિની ફરિયાદ

'સંદેશ'ના એક અહેવાલ અનુસાર પોલીસે અમદાવાદના અમરાઈવાડીના દલિત યુવાનને જીભથી બૂટ સાફ કરવાની ફરજ પાડતા ભારે વિવાદ સર્જાયો છે.

આ ઘટનાને પગલે સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કૉન્સ્ટેબલ વિરુદ્ધ એટ્રૉસિટિની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો