'સુપ્રીમે કોર્ટે અમારી તપાસની પ્રશંસા કરી હતી'

ઇમેજ સ્રોત, Getty Images/Reuters
2G કેસ માટેની ખાસ અદાલતે પુરાવાના અભાવે અને ખામીયુક્ત ચાર્જશીટ ખોટી હોવાના અવલોકન સાથે આ કેસનાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યાં.
ભૂતપૂર્વ CBI ડિરેક્ટર એપી સિંઘ સાથે બીબીસીનાં દેવિના ગુપ્તાએ વાત કરી.
આ કેસમાં CBI તરફથી તપાસ કરનારા તે સૌથી પહેલા અધિકારી હતા, જેમણે એ. રાજા, કનિમોડિ અને અન્યો સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
તમને આ વાંચવું પણ ગમશે:

પાંચ સવાલ પાંચ જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
- સવાલ: કોર્ટે પુરાવાના અભાવે 2G કૌભાંડના તમામ આરોપીઓને છોડી મૂક્યાં છે, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે?
- જવાબ: હું એ સમયે કોર્ટમાં હાજર નહોતો, પરંતુ મને આ ચૂકાદાથી આશ્ચર્ય થયું છે.
- સ: તમને લાગે છે કે, ફરિયાદ પક્ષ તરફથી આ કેસને વધું સારી રીતે લડી શકાયો હોત?
- જ: ચાર્જશીટનાં 60 પાનામાં અમારી તપાસ કામગીરીનો ભાગ છે. અમારી પાસે મિ. રાજાએ લાઇસન્સની ફાળવણી કરવામાં આચરેલી ગેરરીતી દર્શાવતા પૂરતા પુરાવા હતા.
- સ: તો તમને લાગે છે કે, તપાસ વધુ ચૂસ્ત રીતે થઈ શકી હોત?
- જ: હું તે બાબતે કોઈ જ કૉમેન્ટ નહીં કરું. પણ જ્યાં સુધી તપાસને લાગેવળગે છે, ત્યાં સુધી હું એટલું કહીશ કે, એ તપાસ માટે સુપ્રીમ કોર્ટે અમારી સરાહના કરી હતી.
- સ: પણ એ સમયે સુપ્રીમ કોર્ટ CBIની તપાસ પર દેખરેખ રાખવા એક કમિટી નીમવા નહોતી ઇચ્છતી?
- જ: શરૂઆતમાં કોર્ટ એક દેખરેખ કમિટી બનાવે તેવી માંગણી થઈ હતી, પરંતુ અમે તેનો વિરોધ કર્યો હતો.
- સ: તમને લાગે છે કે, તપાસ સંસ્થાઓએ વધુ સારી વ્યૂહરચના સાથે આ કેસને ઉચ્ચ અદાલતમાં ઉચ્ચ અદાલતમાં દાખલ કરવો જોઈએ?
- આ બાબત હું હાલની વ્યવસ્થા પર છોડું છું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








