You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
FB Live - મેવાણી : ભાજપનો 150 બેઠકો મેળવવાનો ઘમંડ અમે તોડ્યો
કોંગ્રેસના ટેકાથી પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા દલિત નેતા જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટાયા છે.
જિગ્નેશે તેમણે આપેલાં વચનો પૂરા કરવા માટે આગેવાની લેવી પડશે.
ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત જિગ્નેશ મેવાણીએ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે અમે ભાજપનો ઘમંડ તોડ્યો છે.
મેવાણીની વાત તેના જ શબ્દોમાં.
તમને આ પણ વાંચવું ગમશે
છેલ્લાં 22 વર્ષથી ભાજપે બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપના નેતાઓએ રૂપિયા જ બનાવ્યા છે.
બધી જ ભ્રષ્ટાચારની ફાઇલો સામે ચાલીને બ્યુરોક્રેટ્સ જો કોઈને આપવાના હોય તો 182 ધારાસભ્યોમાંથી એ હું છું.
જે મુદ્દા અત્યાર સુધી બોલતો આવ્યો છું તે જ મુદ્દા હજુ પણ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેં મારા ચૂંટણી પ્રચાર વખતે વચન આપ્યું હતું કે હાર થાય કે જીત થાય, તમારા માટે હું ઊભો રહીશ.
એટલે જ ચૂંટાયાના બીજા દિવસે જ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે મારા વિસ્તારમાં રસ્તા નથી બન્યા.
જો રસ્તા નહીં બને તો અમને રસ્તા પર ઉતરતા આવડે છે.
મારી દલિત યુવા નેતા તરીકેની છાપ છે પરંતુ હું વડગામના તમામ મતદાતાઓનો પ્રતિનિધિ છું.
ખેડૂતો, પાણી, શિક્ષણ એમ તમામ મુદ્દા ની વાત કરીશ.
હું કોઈ જાતિ વિશેષનો પ્રતિનિધિ નહીં બનું પણ તમામ વર્ગોના સવાલોની વાત કરીશ.
150 બેઠકોનો ભાજપનો ઘમંડ અમે તોડ્યો છે.
117માંથી 99 બેઠક પર આવી ગયા તેમાં અમારું પણ યોગદાન રહ્યું છે.
લોકોમાં એક સંદેશ ગયો છે કે હવે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે વિજય રૂપાણી દાવો નહીં કરી શકે ગુજરાત વાઇબ્રન્ટ, સ્વર્ણિમ કે નંબર વન છે.
150માંથી 99 બેઠકો આવી એ અમારી નૈતિક જીત છે. સરકાર ન બની હોત તો ચોક્કસ રાજી થાત.
જો યુવાનો આગળ આવશે તો 2019માં પણ દેશમાં ભાજપની બે આંકડામાં જ બેઠક આવી શકે છે.
હું કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવાનો નથી. મારી જે ઓળખ છે એ અકબંધ રહે એ જ પ્રયાસ છે. ભવિષ્યમાં જોઇશું આગળ શું થઈ શકે.
મને ઘણા બધા અલગઅલગ પક્ષોએ ટેકો આપ્યો એ બહુ મોટી વાત છે. મારા માટે એક મંચ પર બધા સાથે આવ્યા.
ઈવીએમ અને બેલેટ પેપરમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું બેલેટ પેપર પસંદ કરીશ.
ઈવીએમમાં ટેમ્પરિંગ થાય છે અને એ ઘણા નિષ્ણાંતો પણ કહી ચૂક્યા છે.
જનતાનો મૂડ બની ગયો છે તો ઈવીએમ જવા દેવું જોઇએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો