'રાહુલ ગાંધીની ગુજરાતમાં જીત' - કુમાર કેતકર

અલબત્ત ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતી છે, પરંતુ જો આપણે આ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો રાહુલ ગાંધીનો વિજય જણાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ચૂંટણીમાં પોતાની વડાપ્રધાનની છાપની અસર થઈ હતી. તેમણે પ્રચાર દરમિયાન ગુજરાતમાં પોતાની એક અલગ છાપ ઊભી કરી હતી.

તેમ છતાં, તેઓ ધારેલી સફળતા મેળવી શક્યા નથી. ભાજપે ચૂંટણીમાં જીત મેળવી છે, પરંતુ મારા મતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ રાજકારણમાં જીત મેળવી છે.

કોંગ્રેસનો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 2014 લોકસભા ચૂંટણીમાં પરાજય થયો હતો. જેની સરખામણીએ આ વખતે કોંગ્રેસે સારું કામ કર્યું છે.

તમને આ વાંચવું પણ ગમશે:

બીજો એ પ્રશ્ન છે કે જો મોદીનું ગુજરાત મોડેલ એટલું સારું હતું તો વિકાસના મુદ્દે તેમને 150 બેઠકો કેમ ન મળી, આ મારો પ્રશ્ન છે.

'રાહુલ ગાંધી બદલાઈ ગયા'

મને નથી લાગતું કે રાહુલ ગાંધી રાજકારણ વિશે ગંભીર છે, પરંતુ છ મહિના અગાઉ તેમનો અભિગમ અલગ હતો. તેમણે પહેલાં ચૂંટણીના રાજકારણનો વિચાર કર્યો નહોતો.

હવે તેઓ આ યુદ્ધમાં પ્રથમ વખત આવ્યા છે. હકીકતમાં, છેલ્લા ત્રણ મહિનામાં રાહુલ ગાંધીની નેતાગીરી હેઠળ ચૂંટણી લડવામાં આવી છે.

ખેડૂતોની વિવિધ સમસ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને પક્ષના કાર્યકરો આ પ્રશ્નો પર કામ કરી શક્યા નહીં.

વાસ્તવમાં, નરેન્દ્ર મોદીએ નોટબંધી અંગે માફી માંગવી જોઈએ અને તેમને કાળા નાણાંની રકમનો હિસાબ આપવો જોઈએ. પરંતુ કોંગ્રેસે આ જવાબ મેળવવા હળવું વલણ ધરાવે છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો ગુજરાત ચૂંટણી માટે ટિકિટ ફાળવવા માટે લેવામાં આવ્યા છે.

કોંગ્રેસ જ્યારે સત્તામાં નહોતી ત્યારે લોકો સાથે સંપર્કમાં રહી નહોતી.

રાહુલ ગાંધી પહેલાં આંશિક રીતે રાજકારણી હતા. ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુ પછી, તેમની માતાના સંજોગોમાં જે તે જોઈ હતી તેમાંથી તે પસાર થઈ. મને લાગે છે કે તે પણ રાજકારણનો એક ભાગ હોવા જોઈએ.

'પીએમ બની શકે છે'

રાહુલ ગાંધી એક જવાબદારી તરીકે રાજકારણમાં આવ્યા હતા, નહીં કે 'પૅશન' માટે. હવે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા છે.

આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે રાહુલ ગાંધીએ અત્યાર સુધી કોઈ પણ ચૂંટણી હારી નથી. જો તેઓ ચૂંટણીની રાજનીતિ ગંભીરતાથી લેતા હોય, તો તેઓ વડા પ્રધાન બની શકે છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો