You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હું ચા વેચીશ પણ દેશ નહીં વેચું : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. મોદીએ પ્રચારની શરૂઆત કચ્છથી કરી હતી.
સભામાં પહોંચતા પહેલાં મોદીએ માતાના મઢ જઈ આશાપુરા માતાના દર્શન પણ કર્યાં હતા. મોદીએ કચ્છ, જસદણ, ધારી અને કોડદરામાં જાહેરસભાઓ કરી હતી.
મોદીએ તેમની રેલીઓમાં ગુજરાતની વાત સાથે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
મોદીનાં ભાષણની મહત્વની વાતો
- "કચ્છની સભામાં કહ્યું કે સરદાર પટેલથી લઈને આજ દિવસ સુધી કોંગ્રેસે ગુજરાતને વેર-ઝેરની ભાવનાથી જોયું છે.
- "જ્યારે 26/11 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર-માઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાન જેલમાંથી બહાર નીકળ્યો, ત્યારે કોંગ્રેસીઓ તાળીઓ પાડી રહ્યાં હતાં.
- "જ્યારે ભારતીય સૈનિકો ડૉકલામમાં ચીની સેના સામે લડી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસીઓ ચીની રાજદૂતને ગળે મળી રહ્યા હતા.
- "આગામી દિવસોમાં ઘોઘા-દહેજની જેમ કચ્છ અને મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસની શરૂઆત થશે.
- "મને અટલ બિહારી વાજપાયીએ ભૂકંપ બાદ ગુજરાતની સેવા કરવા મોકલ્યો હતો.
- જસદણની સભામાં કહ્યું,"ખેડૂતોને વીજળીના બિલના ભારણથી મુક્ત કરી સોલાર સિસ્ટમ લાવવાની મારી નેમ છે.
- "કોંગ્રેસે ચાર ચાર પાટીદાર મુખ્યમંત્રીઓને હટાવવાના પ્રયત્નો કર્યા હતા.
- "જીએસટી નવી વ્યવસ્થા છે, તે જડબેસલાક રીતે લોકો પર થોપી ના શકાય. જરૂર પડે ત્યાં ફેરફાર કરવા પડે.
- "નોટબંધી કરી તો ખબર પડી કે પાકિસ્તાનની કાશ્મીરમાં કેવી રીતે રૂપિયા આવતા હતા.
- "કોંગ્રેસ લખી રાખે મોદી ચા વેચશે દેશ વેચવાનું કામ નહીં કરે.
- "અમરનાથમાં હુમલો કરનાર આતંકીઓનો વીણી વીણીને ખાત્મો કરાયો.
- "કોંગ્રેસના શાસનમાં છાશવારે હુમલાઓ થતા હતા. હવે આ બધું બંધ થઈ ગયું. કારણ કે સરકારમાં દમ છે."
- ધારીમાં મોદીએ કહ્યું કે નર્મદા મામલે મનમોહનસિંહે જુઠ્ઠાણું ફેલાવ્યું.
- નોટબંધીમાં કોંગ્રેસના કમાઉ દીકરા ગયા એટલે એમના આંસુ સુકાતા નથી.
- આ દેશના ગરીબ અને સામાન્ય માનવી માટેની મારી લડાઈ છે.
- સુરતના કડોદરામાં મોદીએ કહ્યું કે કોંગ્રેસની જૂની જાતિવાદની ચાલ નહીં ચાલે.
- કોંગ્રેસને યાદ કરો તો બોફર્સ, કોલસા કૌભાંડ તથા પરિવારવાદ યાદ આવે.
- નર્મદાનું પાણી આપવાની વાત કરી ત્યારે મારી મજાક ઉડાવાઈ.
- આજે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચી ગયું છે.
- નોટબંધી પછી ખોટી 3 લાખ કંપનીઓને તાળાં મારી દીધાં.
- કોંગ્રેસે અમુક લોકોના ફાયદા માટે કાયદા બનાવ્યા, સામાન્ય માણસનું ના વિચાર્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો