મોદીનો ગુજરાત પ્રચાર-પ્રવાસ કેટલો અને કેવો કારગર રહેશે?

ભાજપ ગુજરાત ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યા. ભાજપ અને કોંગ્રેસની તેમના સમગ્ર પ્રચાર અભિયાન પર નજર રહેશે.
પ્રથમ તબક્કાના પ્રવાસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારની કુલ 39 વિધાનસભા બેઠકોના મતદારોને સંબોધવાનો વડાપ્રધાનનો પ્રયાસ છે, તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
તમને આ પણ વાંચવું ગમશે
મોદી આ યાત્રા દરમિયાન વિકાસલક્ષી રાજનીતિના મુદાઓ તથા રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો અંગે જવાબ આપશે, તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

બન્ને પક્ષે તૈયારીઓ

ઇમેજ સ્રોત, Getty Images
મોદીના ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર પ્રવાસ અંગે બીબીસી સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું, "વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ માટે પક્ષ સંપૂર્ણપણે સજ્જ છે.
"મહદંશે નરેન્દ્રભાઈના વક્તવ્યોમાં વિકાસલક્ષી રાજનીતિની જ વાત હશે." વ્યાસે ઉમેર્યું હતું કે, પાટીદારો ભાજપ સાથે હતાં અને ભાજપ સાથે જ રહેશે.

કોંગ્રેસ ખડેપગે

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું, "અમે હાલમાં અમારા ઉમ્મેદવારોને સાથે રાખીને બૂથ સ્તરે મતદારોનો સંપર્ક કરવામાં વ્યસ્ત છીએ.
"વડાપ્રધાનને વિદેશ યાત્રામાંથી ગુજરાતમાં પ્રચાર-પ્રસાર પ્રવાસ માટે સમય મળ્યો તે બહુ મોટી વાત છે.
"વડાપ્રધાન દ્વારા જે પણ નિવેદનો અપાશે તેનો વળતો જવાબ આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે સજ્જ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વડાપ્રધાનના વક્તવ્ય પર નજર

ઇમેજ સ્રોત, Getty Images
વડાપ્રધાનના ગુજરાત ચૂંટણીલક્ષી પ્રસાર-પ્રચાર પ્રવાસ દરમિયાન ભાષણોની ખાસિયત શું રહેશે, તેનો પ્રારંભિક તક્કા સંદર્ભે અટકળો ચાલી રહી છે.
બીબીસી સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કિરણ પટેલ કહે છે, "છેલ્લા ત્રણ મહિનાથી જે રીતે વડાપ્રધાન ગુજરાત આવતા રહ્યા છે, તે જોતા પ્રવાસ સંદર્ભે ઉત્કંઠા અને ઉતેજના હવે સમાપ્ત થઇ ચુક્યા છે."
કિરણ પટેલ કહે છે, "રાહુલ ગાંધીએ જે પ્રકારે આજે પ્રશ્નો ઉભા કર્યા છે તેના જવાબમાં નરેન્દ્રભાઈ ડિફેન્સીવ રહે છે કે એગ્રેસિવ રહે છે તે હવે જોવાનું રહ્યું. આવું પહેલી વખત એવું બની રહ્યું છે કે વડાપ્રધાનના વક્તવ્યના સ્થળોમાં ફેરફાર કરવો પડ્યો છે."

બેઠકો અને સ્થાનિક મુદ્દાઓ

ઇમેજ સ્રોત, Getty Images
તારીખ 27 નવેમ્બર 2017 - સોમવાર
- સભાનું સ્થળ : ભુજ (કચ્છ)
- બેઠકો પ્રભાવીત કરવાનો પ્રયાસ : ભુજ (કચ્છ), રાપર, ગાંધીધામ, માંડવી, અબડાસા,અંજાર
- સ્થાનિક મુદ્દાઓ : રોજગારી, માળખાકીય સુવિધાઓનો અભાવ, મત્સ્યોદ્યોગ વિષયક પ્રશ્નો, ખેતીવિષયક પ્રશ્નો, નર્મદાનાં પાણીના પ્રશ્નો
- સભાનું સ્થળ : જસદણ (સૌરાષ્ટ્ર)
- બેઠકો પ્રભાવીત કરવાનો પ્રયાસ : જસદણ, બોટાદ, ગઢડા, ચોટિલા, બાબરા
- સ્થાનિક મુદ્દાઓ : માળખાકીય સુવિધાઓનો અભાવ, ખેતીવિષયક પ્રશ્નો (ટેકાના ભાવ અને પાક વીમો), પાટીદાર આંદોલન
- સભાનું સ્થળ : ધારી (સૌરાષ્ટ્ર)
- બેઠકો પ્રભાવીત કરવાનો પ્રયાસ : ધારી, બગસરા, ચલાલા, ખાંભા
- સ્થાનિક મુદ્દાઓ : ઇકો ઝોનના પ્રશ્નો, માળખાકીય સુવિધાઓનો અભાવ, આર્થિક વિકાસના પ્રશ્નો, સ્થાનિક રોજગારીના પ્રશ્નો, ખેતીવિષયક પ્રશ્નો (ટેકાના ભાવ અને પાક વીમો), પાટીદાર આંદોલન
- સભાનું સ્થળ : કડોદરા (દક્ષિણ ગુજરાત)
- બેઠકો પ્રભાવિત કરવાનો પ્રયાસ : કડોદરા, બારડોલી, કામરેજ, માંડવી, મહુવા, તાપી, સુરત (ગ્રામ્ય)
- સ્થાનિક મુદ્દાઓ : આદિવાસી અનામત વિષયક પ્રશ્નો, પાણીના પ્રશ્નો, માળખાકીય સુવિધાઓનો અભાવ,
તારીખ 29 નવેમ્બર 2017 - બુધવાર

ઇમેજ સ્રોત, Getty Images
- સભાનું સ્થળ : મોરબી (સૌરાષ્ટ્ર)
- બેઠકો પ્રભાવિત કરવાનો પ્રયાસ : મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ
- સ્થાનિક મુદ્દા : માળખાકીય સુવિધાઓનો અભાવ, ઔધોગિક સુવિધાઓનો અભાવ, આર્થિક વિકાસના પ્રશ્નો, ખેતીવિષયક પ્રશ્નો (ટેકાના ભાવ અને પાક વીમો), પાટીદાર આંદોલન
- સભાનું સ્થળ : પ્રાચી (સૌરાષ્ટ્ર)
- બેઠકો પ્રભાવિત કરવાનો પ્રયાસ : પ્રાચી, તલાલા, કોડીનાર, વેરાવળ-સોમનાથ
- સ્થાનિક મુદ્દા : ઇકો ઝોનના પ્રશ્નો, માળખાકીય સુવિધાઓનો અભાવ, ઔધોગિક સુવિધાઓનો અભાવ, આર્થિક વિકાસના પ્રશ્નો, ખેતીવિષયક પ્રશ્નો (ટેકાના ભાવ અને પાક વીમો), પાટીદાર આંદોલન
તમને આ પણ વાંચવું ગમશે
- નોર્થ કોરિયા કેવું છે? ગુજરાતીની નજરે જુઓ
- 'રોજની ત્રણ કપ કૉફી પીવી સ્વાસ્થ્યપ્રદ!'
- સભાનું સ્થળ : પાલિતાણા (સૌરાષ્ટ્ર)
- બેઠકો પ્રભાવિત કરવાનો પ્રયાસ : પાલીતાણા, ગારિયાધાર, તળાજા, શિહોર, ભાવનગર (ગ્રામ્ય)
- સ્થાનિક મુદ્દા : જૈન સમાજના કતલખાના વિષયક પ્રશ્નો, પાણીના પ્રશ્નો, માળખાકીય સુવિધાઓનો અભાવ, ખેતીવિષયક પ્રશ્નો (ટેકાના ભાવ અને પાક વીમો નહિ), પાટીદાર આંદોલન
- સભાનું સ્થળ : નવસારી (દક્ષિણ ગુજરાત)
- બેઠકો પ્રભાવિત કરવાનો પ્રયાસ : નવસારી, જલાલપુર, ગણદેવી, વાંસદા
- સ્થાનિક મુદ્દાઓ : આદિવાસી અનામત વિષયક પ્રશ્નો, પાણીના પ્રશ્નો, માળખાકીય સુવિધાઓનો અભાવ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













