જિગ્નેશ મેવાણીએ કહ્યું હું સાડા છ કરોડ ગુજરાતીઓનો એજન્ટ છું

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીબીસી ગુજરાતીને આપેલી ફેસબૂક લાઇવ મુલાકાતમાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના એજન્ટ હોવાના આક્ષેપો કર્યા હતા.
જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં કરેલી વાતચીતમાં વિજય રૂપાણીના આક્ષેપો નકાર્યા હતા.
જિગ્નેશે કહ્યું, "હું સાડા છ કરોડ ગુજરાતીઓનો એજન્ટ છું. ન તો કોઈ રાજકીય પાર્ટીનો કે કોર્પોરેટ્સનો."
તમને આ પણ વાંચવું ગમશે
મેવાણીએ ઉમેર્યું, "હું કોઈ રાજકીય પક્ષ કે પાર્ટીમાં જોડાવાનો નથી."

રાહુલ ગાંધી સાથે મુલાકાત
રાહુલ ગાંધી સાથે કરેલી મુલાકાત અંગે પણ મેવાણીએ વાત કરી હતી.
આ સંદર્ભે મેવાણીએ કહ્યું કે રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત સુખદ રહી.
મેવાણીએ ઉમેર્યું કે રાહુલ ગાંધી સમક્ષ દલિત સમાજ માટે મૂકાયેલી માંગણીઓ બાબતે તેમણે ઘણા મુદ્દાઓ પર સહમતી દર્શાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે સાથે મેવાણીએ બીજા અન્ય રાજકીય પક્ષો સાથે પણ તેમની વાટાઘાટો થઈ રહી હોવાનું પણ કબુલ્યું હતું.
મેવાણીએ ઉમેર્યું, "મારું અત્યારે અર્જુનની આંખની જેમ એક જ લક્ષ્ય છે કે 22 વર્ષનું તાનાશાહી વાળું આ શાસન ખતમ કરો."
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મેવાણીએ કહ્યું કે તેઓ પ્રત્યક્ષ રીતે એક ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે.
મેવાણીએ ઉમેર્યું, "હું પરોક્ષ રીતે આ ચૂંટણીઓમાં સક્રિયપણે ભાગ લઈશ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












