હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશઃ શંકરસિંહનો ટીપ્પણી કરવાનો ઇન્કાર

શંકરસિંહ વાઘેલાની તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK/

ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સાથે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ફેસબુક લાઇવ કર્યું હતું.

જે દરમિયાન વાઘેલાએ વિવિધ મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો હતો.

તો જન વિકલ્પ પક્ષ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે એ અંગે પણ વાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, તેમણે ગુજરાતના રાજકારણમાં ઊભરેલા યુવા નેતૃત્વ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

line

કઈ બેઠક પરથી ચૂંટણી લડશે?

વીડિયો કૅપ્શન, શંકરસિંહ સાથેની બીબીસી ન્યૂઝ ગુજરાતીની મુલાકાતનો વીડિયો

મોઝાન અબુ બકર નામના વાચકના પ્રશ્નનો જવાબ આપતા વાઘેલાએ જણાવ્યું,

''ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોનો જો કોઈ માણસે અભ્યાસ કર્યો હોય અને જીવંત હોય એ શંકરસિંહ વાઘેલા પોતે જ છે.

આ બેઠકો પર કયા સમીકરણો કામ કરશે એને ધ્યાનમાં લઈને ઉમેદવારો જાહેર કરવામાં આવશે.''

line

ભાજપને લઈને શું કહ્યું?

શંકરસિંહ વાઘેલાની તસવીર

''ગ્રામ્ય વિસ્તારની પ્રજા શહેર કરતા વધુ દુઃખી છે. તો શહેરની પ્રજાને પણ પોતાના દુઃખો છે.

ભાજપનો 'સ્ટ્રૉગ હોલ્ડ' ગણાતો પાટીદાર સમુદાય પણ નારાજ છે.

તો જીએસટીને કારણે વેપારી વર્ગથી પણ ભાજપને નુકસાન થવાનું છે.

ભાજપની સરકારમાં પીઢ રાજકારણીઓના અભાવની વાત પણ શંકરસિંહે કરી હતી.

line

ત્રણ યુવા નેતૃત્વ અંગે

ગુજરાતના રાજકારણમાં ઊભરી રહેલા જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર અંગે શંકરસિંહનું શું કહેવું છે?

આ પ્રશ્નના જવાબમાં શંકરસિંહે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો