શંકરસિંહ વાઘેલાએ કહ્યું, 'ભાજપ સરકારમાં કોઠાસૂઝવાળા રાજકારણીઓનો અભાવ'

શંકરસિહ વાઘેલાની તસવીર

ઇમેજ સ્રોત, facebook.com/pg/ShankersinhVaghela

બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સાથે ફેસબુક લાઈવ કર્યું હતુ.

જેમાં શંકરસિંહ વાઘેલાએ વિવિધ મુદ્દાઓ પર વાતો કરી હતી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શંકરસિંહ વાઘેલા તકવાદી છે? આ પશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે ના હું તકવાદી નથી. આ ખાલી મગજના લોકોનું આ માનવું છે. મેં જનસંઘથી કારકિર્દી શરૂ કરી.

શંકરસિંહનું ઇન્ટરવ્યૂ સાંભળવા માટે અહીં ક્લિક કરો

વીડિયો કૅપ્શન, શંકરસિંહની બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે મુલાકાતનો વીડિયો

ભાજપ કેમ છોડ્યો?

આ પ્રશ્નનો જવાબ આપતા વાઘેલાએ જણાવ્યું, ''પક્ષમાં કાવતરાબાજી શરૂ થઈ એ વખતે મેં ભાજપ છોડી દીધો. તો કોંગ્રેસ અંગે વાત કરતા કહ્યું, ''મેં કોંગ્રેસમા કહ્યું હતું કે હું સીએમનો ઉમેદવાર નથી. કઈ રીતે ચૂંટણી લડવી તે સમજાવ્યું પણ માન્યા નહીં એટલે કોંગ્રેસ છોડી દીધી''

માત્ર મત લેવા માટે ગમે તેવું બોલવું તે મારા સ્વભાવમાં નથી.

પ્રજા બહુ સમજદાર છે. આજે દુનિયા બહુ નાની થઈ ગઈ છે.

ભાજપ સરકાર વિશે બોલતા તેમણે કહ્યું કે સરકારમાં કોઠાસૂઝવાળા રાજકારણીઓનો અભાવ છે.

અનામત અંગે શું કહ્યું?

શંકરસિહ વાઘેલાની તસવીર

સવાલ એ છે કે અનામત સિવાયના વર્ગો સુખી છે? બ્રાહ્મણ, વૈષ્ણવ, ક્ષત્રિયો બધા શું કરોડપતિ છે? હું 50 ટકા સિવાયની 25 ટકા અનામતનો હિમાયતી છું. વિધાનસભામાં ખરડો પસાર કરી કાર્યવાહી કરવી જોઈએ. અનામતની અંદર બીજી અતિ પછાત કેટેગરી પણ ઊભી કરવી જોઈએ.

બંધારણમાં સુધારા વગર તમને અનામત ન મળે. સંસદમાં ખરડો પસાર થાય ત્યારે જ અનામત મળે. આ તો અનામતની મજાક કરી છે. કોઈ લાલચમાં મે કોઈ પક્ષ છોડ્યો નથી. ભાજપમાં પણ મજા હતી. કોંગ્રેસમાં પણ મેં અંદરની ગરબડ બતાવી. પછી ના માન્યા એટલે કોંગ્રેસ છોડી દીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો