મધ્યપ્રદેશ શિવરાજસિંહ ચૌહાણની 64 સભાઓ થવા છતાં ભાજપની હાર!

ઇમેજ સ્રોત, TWITTER
મધ્ય પ્રદેશના સતના જિલ્લાની ચિત્રકૂટની વિધાનસભા બેઠકની પેટચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને 14133 મતોથી પરાજય આપ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ ભાજપના શંકરલાલ ત્રિપાઠીને હરાવ્યા છે.
ચિત્રકૂટ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, પરંતુ આ આ પરિણામને સત્તારૂઢ પક્ષની મોટી નિષ્ફળતા તરીકે જોવાઈ રહ્યું છે.
કોંગ્રેસ પક્ષ પરિણામના પહેલા રાઉન્ડમાં ભાજપની પાછળ હતો, પરંતુ બાદમાં તે છેલ્લે સુધી આગળ રહ્યો.
કોંગ્રેસને તેના ગઢમાં માત આપવા માટે ભાજપે તમામ પ્રયત્નો કર્યા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ વિસ્તારના એક આદિવાસીના ઘરે રાત્રિરોકાણ પણ કર્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
રાત્રિરોકાણ માટે તે ઘરમાં તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને બીજા દિવસે તમામ સામાન પરત લઈ જવામાં હતો.

ઇમેજ સ્રોત, Twitter
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ વિસ્તારમાં પ્રચાર માટે ત્રણ દિવસ ફાળવ્યા હતા. તેમણે 64 સભાઓ અને રોડ-શો કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારના 12 મંત્રીઓ અને સંગઠનના નેતાઓએ પણ ભાજપની સફળતા માટે તમામ પ્રયત્નો કર્યા હતા.
ચૂંટણીનું વિશ્લેષણ કરનારા લોકોનું માનવું છે કે ચિત્રકૂટની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓનું જ પ્રભુત્વ રહ્યું હતું.
તેમાં નોટબંધી અને જીએસટીની અસર નહીંવત્ હતી.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પરિણામ જાહેર થયા બાદ ટ્વિટર પર કહ્યું હતું, "ચિત્રકૂટની પેટાચૂંટણીમાં જનતાના નિર્ણયનો હું સ્વીકાર કરું છું. જનમત જ લોકશાહીનો અસલી આધાર છે."
"જનતાના સહયોગ બદલ હું આભાર વ્યક્ત કરું છું. ચિત્રકૂટના વિકાસમાં કોઈ પ્રકારની ખામી નહીં આવે."
ઉત્તર પ્રદેશની સરહદ નજીક આવેલા ચિત્રકૂટ વિસ્તારમાં કોંગ્રસનો વિજય એ ભાજપ માટે મોટા ફટકા સમાન છે.
પક્ષે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યને પણ પ્રચાર માટે બોલાવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર ચૌહાણે કહ્યું, "રાજ્યમાં કોંગ્રેસની કેટલીક પરંપરાગત બેઠકો છે.
જ્યાં કોંગ્રેસ વિજય મેળવતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ વિજય મેળવશે."
"ચિત્રકૂટના પરિણામોની કોઈ અસર 2018ની વિધાનસભા ચૂંટણી પર નહીં પડે."
બીજી તરફ વિરોધ પક્ષના નેતા અજય સિંહે કોંગ્રેસના વિજય બાદ કહ્યું છે કે કોંગ્રેસનો વિજય એ કાર્યકરોનો વિજય છે.
તેમણે કહ્યું, "ચિત્રકૂટની જનતાએ કોંગ્રેસ પર ભરોસો રાખ્યો છે અને સર્વાંગી વિકાસ કરવામાં આવશે."
કોંગ્રેસના ઉમેદવારના વિજયના કારણે પક્ષમાં હાલ ઉજવણીનું વાતાવરણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












