રાહુલ ગાંધી વિશે બોલ્યા શંકરસિંહ વાઘેલા, ''માનવતાવાદી માણસ''

ઇમેજ સ્રોત, FACEBOOK/Shankersinh Vaghela
બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં શંકરસિંહ વાઘેલાએ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
ભાજપના ચૂંટણી વચનોથી લઇને સરકારની નિષ્ફળતા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
તો ગુજરાતમાં રાહુલ ગાંધીને મળી રહેલા પ્રતિસાદ મુદ્દે પણ વાત કરી હતી.
આપને આ પણ વાંચવું ગમશે :
મોદી સરકારને કઈ રીતે મૂલવો છો?
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે નેતાઓએ જાહેર જીવનમાં બોલતા પહેલાં વિચારવું જોઇએ.
લોકશાહીનું દુર્ભાગ્ય છે કે તેમને નોકરશાહોને પગલે ચાલવું પડે છે.
બહું ઓછા રાજકારણીઓ હોય છે કે જેમને નોકરશાહો સાથે કામ લેતા આવડતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપમાં નોકરશાહો પાસેથી કામ લઈ શકે એવા કોઠાસૂઝવાળા રાજકારણીઓનો અભાવ છે.
આ અંગે વાત કરતા તેમણે કોઈ પણ વ્યક્તિ વિશેષ પર વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
તેમણે કહ્યું, ''સરકારની નિષ્ફળતાનું કારણ નોકરશાહો જ હોય.''

રાહુલના પ્રચાર અંગે

ઇમેજ સ્રોત, Getty Images
''વ્યક્તિ તરીકે રાહુલ ગાંધી ખુબ સારા માણસ છે. તેમનામાં કોઈ એબ નથી.
રાહુલ નિર્દોષ માણસ છે. માનવતાવાદી માણસ છે. રાહુલ જેવું માને છે એવું જ બોલે છે.
રાહુલ ગાંધી ક્રૂર નથી. એ ઘણું કરવા માગે છે.
જોકે, કાર્ય કરવાનો આધાર તેમની આસપાસના માણસો પર છે.
લોકોની સાચી-ખોટી વાત સમજવા પાછળ અનુભવ કામે લાગતો હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













