You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જય શાહ 'The Wire'ના તંત્રી પર 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરશે : પીયૂષ ગોયલ
ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર'માં ભાજપના અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહની કંપનીના વેપાર અંગે એક અહેવાલ છપાયો હતો. જેના કારણે રવિવારે ભારે હોબાળો થયો હતો.
વિપક્ષ કોંગ્રેસના આરોપો બાદ કેન્દ્રીય રેલવેપ્રધાન પિયૂષ ગોયલે પત્રકાર પરિષદ બોલાવી પડી હતી.
ગોયલે કહ્યું કે વેબસાઇટ પર મૂકવામાં આવેલો અહેવાલ ઘડી કાઢવામાં આવ્યો છે.
સોમવારે અમિત શાહના પુત્ર જય શાહ વેબસાઇટના સંપાદક તથા રિપોર્ટર સામે રૂ. 100 કરોડનો બદનક્ષીનો ફોજદારી કેસ દાખલ કરાશે.
કોંગ્રેસના પ્રવક્તા કપિલ સિબ્બલે અહેવાલનો હવાલો આપતાં કહ્યું કે વર્ષ 2015-2016માં જય શાહની કંપનીનું ટર્નઓવર વાર્ષિક રૂ. 50 હજારથી વધીને રૂ. 80.50 કરોડ સુધી કેવી રીતે પહોંચ્યું, તેની તપાસ થવી જોઇએ.
સિબ્બલે આરોપ મૂક્યો કે ભાજપ સત્તામાં આવ્યો હતો.
તેના માત્ર એક વર્ષની અંદર જ જય શાહી કંપનીનું ટર્નઓવર 16000 ગણું વધી ગયું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જય શાહે આરોપો નકાર્યાં
રવિવારે સાંજે જય શાહે નિવેદન બહાર પાડીને તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું:
- મારી સામેના આરોપો 'ખોટા' અને 'બદનક્ષીભર્યાં' છે.
- વેબસાઇટ The Wireના તંત્રી સામે રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.
- તમામ વ્યવહારો કાયદા તથા ધંધાકીય પ્રણાલી મુજબ જ કરવામાં આવ્યા છે.
- તમામ લોનો ચૂકવી દેવામાં આવી છે.
પીયૂષ ગોયલે શું કહ્યું?
- અમિત શાહની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વેબસાઇટે ભ્રામક, અપમાનજનક તથા આધાર વગરનો અહેવાલ છાપ્યો છે.
જય શાહ સંપદાક પર રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો માંડશે.
- જ્યારે આ વેબસાઇટના લેખકે જય શાહને કેટલાક સવાલો પૂછ્યા, ત્યારે તેમણે જવાબમાં તમામ વિગતો જણાવી દીધી હતી.
જય શાહે રિપોર્ટર દ્વારા મોકલવામાં આવેલા તમામ સવાલોના જવાબો આપ્યા હતા.
- જય શાહે આઠથી નવ વર્ષ સુધી કોમોડિટીનો વેપાર કર્યો હતો. જય શાહ તથા જિતેન્દ્ર શાહ કોમોડિટીના વેપારમાં ભાગીદાર હતા.
બંને સાથે મળીને દેશી ચણા, સોયાબિન સહિત અનેક એગ્રીકલ્ચર કોમોડિટીનો ધંધો કર્યો હતો.
- જય શાહની કંપનીએ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની પાસેથી લોન લીધી, તેમાં કાંઈ ખોટું ન હતું. તે લેટર ઓફ ક્રેડિટ પર હતું.
- ટર્નઓવરમાં 16000 ગણા વધારાની વાતમાં કાંઈ ખોટું નથી. જ્યારે તમે નવો બિઝનેસ શરૂ કરો, ત્યારે બિઝનેસમાં વધારો થવો સામાન્ય વાત છે.
કોમોડિટીના વેપારમાં રૂ. 80 કરોડ, મોટી રકમ નથી. જોકે, પાછળથી જય શાહની કંપનીને નુકસાન થયું અને તેમણે ધંધો બંધ કરી દીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો