રામાયણ : જ્યારે રાવણનું મૃત્યુ થયું, ત્યારે ગામમાં શોક પાળવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, RAMAYAN
તમે ક્યારેક તો રામલીલા જોઈ જ હશે. ટીવી પર રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ તમે નહીં તો તમારા વડિલોએ તો ભાવપૂર્વક માણી હશે.
કોરોના વાઇરસને પગલે દેશભરમાં લૉકડાઉન છે ત્યારે ભારત સરકારે રામાયણ સિરિયલ અને મહાભારત સીરિયલ ફરીથી પ્રસારિત કરવાની જાહેરાત કરી છે.
અહીં તસવીરોના માધ્યમથી જાણો રામાયણ સિરિયલ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
- રામાયણના 78 એપિસોડ પૂર્ણ થયા બાદ દર્શકોએ લવ-કુશની કથાની માંગ કરી. તેના માટે રામાનંદ સાગર તૈયાર ન હતા. તેમણે કહ્યું કે જો તેઓ લવ-કુશની વાર્તા બનાવશે તો તે કાલ્પનિક વાર્તા હશે. આ કથા ટીવી પર આવતાં જ અનેક વિવાદ થયા અને રામાનંદ સાગર પર દસ વર્ષ સુધી કોર્ટ કેસ ચાલ્યો.

ઇમેજ સ્રોત, RAMAYAN
- 80ના દશકામાં જ્યારે રામાયણ ધારાવાહિક ટીવી પર આવી તો તેની સાથે સ્પેશિયલ ઈફેક્ટ્સ પણ જોવા મળી, જેમ કે હનુમાનજીનું સંજીવની બૂટી લાવવું, પુષ્પક વિમાનનું ઉડવું વગેરે.


- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો


ઇમેજ સ્રોત, RAMAYAN
- પ્રેમ સાગર જણાવે છે કે જ્યારે રામાયણ દરમિયાન જુનિયર કલાકારોની જરૂરિયાત ઊભી થતી હતી, તો ગામે-ગામ જઈને ઢોલ નગારા સાથે જાહેરાત કરવામાં આવતી અને કલાકારની ભર્તી કરવામાં આવતી હતી.

ઇમેજ સ્રોત, SAGAR ARTS
- પ્રેમ સાગર જણાવે છે, ''સ્પેશિયલ ઇફેક્ટ્સ વિશે જાણવા માટે તેઓ કિંગ કોંગના નિર્માતાને હોલીવૂડમાં મળ્યાં હતાં.'' સાથે જ ઘણાં પુસ્તકોમાં વાંચીને આ ઇફેક્ટ્સ રામાયણમાં ઉપયોગમાં લેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, SAGAR ARTS
- વિશ્વના પાંચ ખંડોમાં દેખાડવામાં આવેલી રામાયણને વિશ્વભરમાં 65 કરોડથી વધુ લોકોએ ટીવી પર જોઈ હતી.

ઇમેજ સ્રોત, SAGAR ARTS
- કહેવાય છે કે તે સમયમાં રામાયણના પ્રસારણ દરમિયાન ઑફિસરથી લઈને નેતાઓ સુધી કોઈને મળવાનું તો શું પરંતુ ફોન ઉપાડવાનું પણ પસંદ કરતા ન હતા.

ઇમેજ સ્રોત, SAGAR ARTS
- દરેક અઠવાડિયે રામાયણના તાજા એપિસોડની કેસેટ દૂરદર્શનની ઑફિસે મોકલવામાં આવતી હતી. ઘણી વખત આ કેસેટ પ્રસારણના અડધા કલાક પહેલાં પણ પહોંચી હતી. રામાયણનું શૂટિંગ સતત 550થી વધુ દિવસો સુધી ચાલ્યું હતું.

ઇમેજ સ્રોત, SAGAR ARTS
- જ્યારે 'રામાયણ'માં રાવણનું મૃત્યુ થયું ત્યારે રાવણનો રોલ ભજવનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક મનાવવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, SAGAR ARTS
- રામાયણમાં રામ સેતુના નિર્માણનું દૃશ્ય ચૈન્નાઈમાં શૂટ કરવામાં આવ્યું હતું. પ્રેમ સાગર જણાવે છે કે ચૈન્નાઈના નીલા સમુદ્ર જેવું દૃશ્ય ગુજરાતમાં ના મળ્યું, જેથી તેને ચૈન્નાઈમાં શૂટ કરવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, SAGAR ARTS
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)








