બુલેટ ટ્રેનના શિલાન્યાસ પછી વિવાદોએ જોર પકડ્યું

ઇમેજ સ્રોત, Ashwin Aghor
- લેેખક, અશ્વિન અઘોર
- પદ, મુંબઈથી, બીબીસી માટે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનના સંદર્ભમાં જ્યારે એક તરફ આ પ્રોજેક્ટને લઈને વખાણ થઈ રહ્યાં છે.
બીજી તરફ તેના કારણે થતાં વિસ્થાપનના મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.
સરકારના દાવા પ્રમાણે, મુંબઈ અને અમદાવાદ વચ્ચેની આ બુલેટ ટ્રેનના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગોનો વિકાસ થશે, રોજગારી મળી રહેશે અને લોકોના જીવનધોરણમાં વધારો થશે.
તમને આ વાંચવું પણ ગમશે :
આ દરમિયાન વિવિધ આરોપો પણ સામે આવી રહ્યાં છે કે જો આ પ્રોજેક્ટમાં વિવિધ લાભ છે, તો તેના દ્વારા થયેલું કેટલું ક નુકસાન પણ હશે. જેને છુપાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
પરંતુ બુલેટ ટ્રેનના રસ્તામાં આવનારા આદિવાસી વિસ્તારોમાં અસંતોષ અને વિરોધ સર્જાવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

આદિવાસીઓનો વિરોધ

ઇમેજ સ્રોત, Ashwin Aghor
આ યોજના વિરુદ્ધ મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતના આદિવાસી સમુદાયોએ ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું.
તેમ છતાં, કેન્દ્ર અથવા અન્ય રાજ્ય સરકારે આ વિરોધ પ્રદર્શનો વિશે હજુ સુધી કંઈ જણાવ્યું નથી.
આદિવાસી એકતા પરિષદના વાઇસ પ્રેસિડન્ટ વિનોદ દુમદાએ જણાવ્યું, "મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતના જે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાંથી આ પ્રોજેક્ટ પસાર થશે તે અનુસૂચિત વિસ્તાર છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું, “અહીંની જમીન અનુસૂચિત છે અને અહીંના રહેવાસીઓની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ શરૂ ન થઈ શકે.”
તેમણે ઉમેર્યું, “પહેલાંથી જ દિલ્હી મુંબઈ ફ્રેઈટ કોરિડોરથી પીડિત છે, હવે તેના પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આદિવાસીઓનો પૂરી રીતે વિનાશ કરશે."

આદિવાસી ગામ

ઇમેજ સ્રોત, Ashwin Aghor
આદિવાસી સમુદાયોના સમર્થનમાં મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને ગુજરાતના 24 સામાજિક સંગઠનો ભેગા થઈ આ યોજનાનો વિરોધ કરે છે.
દાદરા નગર હવેલીના રહેનારા આદિવાસી એકતા પરિષદ રાષ્ટ્રીય સંયુક્ત સંકલનકાર પ્રભુ ટોકિયા કહે છે કે આ યોજના માત્ર આદિવાસીઓના જીવનનો જ નહિ પરંતુ સમાજના અન્ય લોકોના જીવનનો પણ વિનાશ કરશે.
તેમણે કહ્યું, “બુલેટ ટ્રેનના રસ્તામાં કુલ 72 આદિવાસી ગામ છે, જેમાંથી 12 ગામોને તેની ખૂબ જ અસર થશે.”
તેમણે વધુમાં જણાવ્યું, “સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પ્રોજેક્ટ માટે ધમકીઓથી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ ગામની ગ્રામ્ય સભાની મંજૂરી વગર કોઈ પણ પ્રોજેક્ટ શરૂ ન થઈ શકે.”
તેમણે ઉમેર્યું, “જ્યાં સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સવાલ છે તો તેના માટે કોઈ પણ ગ્રામ્ય સભાની મંજૂરી લેવામાં આવી નથી.”
તેમણે જણાવ્યું કે જો સરકાર કાયદા અનુસાર ગામ્ય સભાની મંજૂરી નથી લેતી, તો 16 નવેમ્બરે એક લાખ આદિવાસીઓ દાદરા નગર હવેલીમાં આના વિરુદ્ધ વિરોધ દર્શાવશે.
વડાપ્રધાન મોદીના આ સપનાને પરિપૂર્ણ કરવા માટે તૈયારી થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી લઈને ગુજરાતના વાપી સુધીના આદિવાસી ગામો આ યોજનાની પકડમાં છે.
જેથી આદિવાસીના વિસ્થાપનનું જોખમ ઝઝૂમી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












