રૉની સેને દેશની બે આદિજાતિઓ વર્ણન ફોટોગ્રાફ્સમાં કર્યું

બાએગા અને ગોંડનાં લોકો

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, મધ્યપ્રદેશના રહેવાસી બાએગા અને ગોંડ કુટુંબોનું જૂથ જંગલમાં રહે છે

ફોટોગ્રાફર રૉની સેન ભારતના બે આદિજાતિ સમુદાયોનું વર્ણન કર્યું છે, જેઓ બદલતા સમયમાં આધુનિક થવાથી એક સાંસ્કૃતિક પરિવર્તનથી ગુજરે છે.

મધ્યપ્રદેશના રહેવાસી બાએગા અને ગોંડ કુટુંબોનું જૂથ જંગલમાં રહે છે અને પોતાના નિર્વાહ માટે ખેતી પર આધારિત છે.

પહાડી વિસ્તારો પણ આધુનિક થવાથી એક સાંસ્કૃતિક પરિવર્તન જોવા મળે છે.

જુવાન પેઢીઓ પ્રાચીન રિવાજો અને પરંપરાઓ નકારી રહ્યા છે.

પાદરીયા ગામના સરપંચ 35 વર્ષના પ્રેમ

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, લોકગીત ભૂલાયા મોટા ભાગના લોકો ફિલ્મી ગીતો યાદ રાખે છે."

પાદરીયા ગામના સરપંચ 35 વર્ષના પ્રેમ કહે છે કે થોડા ઘરોમાં ટેલિવિઝન આવવાથી લોકોની ખાસ કરીને ફૅશન તરફની મહત્ત્વાકાંક્ષાઓ બદલાઈ રહી છે.

તમને આ વાંચવું ગમશે

"લોકો લોકગીત ભૂલી રહ્યા છે. મોટા ભાગના લોકો ટેલિવિઝન પર જોયેલા ફિલ્મી ગીતો યાદ રાખે છે."

70 વર્ષીય બાઇસુખ તેમના પૌત્રો સાથે

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, હવે ગામના લોકોમાં 'ટ્રાઉઝર્ઝ અને શર્ટ'ની ફેશન છે

70 વર્ષીય બાઇસુખના પ્રમાણે, ધોતી અને બંડી પહેરતા ગામના લોકો હાલમાં 'ટ્રાઉઝર્ઝ અને શર્ટ' પહેરે છે. તેઓ કહે છે "તેઓના પોશાક મને ગમે છે".

શરીરમાં ઘણા બધા ટૈટૂ કરાવેલા 36 વર્ષના ઉજિયારો બાઇની પ્રમાણે, ટૈટૂ બાએગા જૂથની વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

શરીરમાં ઘણા બધા ટૈટૂ કરાવેલા 36 વર્ષના ઉજિયારો બાઇ

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, ટૈટૂ બાએગા જૂથની વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે

પણ હાલમાં બદલાવ જોવા મળે છે. તેઓનું કહેવું છે "છોકરીઓ હવે શાળાએ જાય છે અને ટૈટૂ કરાવવા નથી માંગતી કારણ કે આ લોહી નીકળવાની સાથે કષ્ટદાયી પણ છે. તેઓ શરમ અનુભવે છે."

70 વર્ષના ઇતવારી સિંહ જંગલી પ્રાણીઓનો શિકાર કરવા માટે તીર-કામઠાંનો ઉપયોગ કરી બતાવે છે.

70 વર્ષના ઇતવારી સિંહ જંગલી પ્રાણીઓનો શિકાર કરવા માટે તીર-કામઠાંનો ઉપયોગ કરી બતાવે છે.

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, બાએગા સમુદાયમાં પ્રચલિત શિકારની પ્રથા મૃતપાય થઈ રહી છે

આ જિલ્લાના બાએગા સમુદાયમાં એક સમયે પ્રચલિત એવી શિકારની પ્રથા હવે મૃતપાય થઈ રહી છે.

તેમના પુત્ર રામ નાથ પ્રમાણે, "હહુ ઓછા જંગલી પ્રાણીઓ વધ્યા છે અને અમે મરઘી અને બકરાંને પાળેલાં છે."

13 વર્ષની સરસ્વતી તેના 35 વર્ષના કાકી સામલીબાઇ સાથે શાળાએ જવા માટે તૈયાર હોય છે.

13 વર્ષની સરસ્વતી તેના 35 વર્ષના કાકી સામલીબાઇ સાથે શાળાએ જવા માટે તૈયાર હોય છે.

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, છોકરીઓ હવે શાળાએ જાય છે અને ટૈટૂ કરાવવા નથી માંગતી

ગામમાં વધતી જાગૃકતાની કારણે અન્ય પરિવારોની જેમ સરસ્વતીના પરિવારને પણ ગયા વરસે ઘરમાં એક શૌચાલય મળ્યું.

સરસ્વતી કહે છે "અગાઉ હું શૌચ કરવા માટે બહાર જતી હતી. પણ ચોમાસામાં બધી જગ્યાએ ગંદુ હોય છે.

તે વધુમાં કહે છે, "મને અંધારામાં ભૂતથી પણ બીક લાગે છે. જેથી મારી માને મારી સાથે આવવું પડતું હતું."

43 વર્ષના સંતોષી સ્કૂલમાં બાળકોને ભણાવે છે.

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, ડાયરીયા અને ઊલટીના કારણે ઘણા બાળકો સ્કુલમાં નથી આવી શકતા

43 વર્ષના સંતોષી સ્કૂલમાં 90 બાળકોને ભણાવે છે. તેમના પ્રમાણે ડાયરીયા અને ઊલટીના કારણે ઘણા બાળકો સ્કુલમાં આવતા નથી.

25 વર્ષની સુમિંત્રા કહે છે કે ગામમાં શાળામાં અસફળતાના કારણો ઘરમાં ઘણા કામો જેમ કે પાણી લાવવાનું અને ઘરની સફાઈ જેવા છે.

25 વર્ષની સુમિંત્રા અન્ય લોકો સાથે

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, ઘરકામના લીધે કિશોરીએ શાળાએ નથી જઈ શકતી

પણ તેઓ એક અલગ ભવિષ્યની આશા રાખે છે. "હું જ્યારે મા બનીશ, ત્યારે હું તેમને જરૂર શાળાએ મોકલીશ કારણ કે જીવનમાં વિકાસ કરવા માટે શિક્ષાની મહત્વપૂર્ણ ભૂમિકા છે."

8 વર્ષની જોડકી છોકરીઓ સીતા અને કોટા દરરોજ રસોઈ, પીવા અને કપડાં ધોવા માટે દૂર જઇને પાણી લાવે છે.

8 વર્ષની જોડકી છોકરીઓ સીતા અને કોટા

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, રસોઈ, પીવા અને કપડાં ધોવા માટે દૂર જઇને પાણી લાવું પડે છે

તે કહે છે "અમે દિવસના લગભગ બે થી ત્રણ ફેરા કરી શકીએ છે". સીતા કહે છે, "એક વખતમાં અમને એક કલાક લાગે છે."

40 વર્ષના બદ્રીબાઈ તેમના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે, જેમાં તેમની 15 વર્ષની પુત્રી પણ સામેલ છે. બદ્રીબાઈ કહે છે "ઘણું કામ હોય છે.

હું એક દિવસ અનિતા માટે નોકરી મેળવવા ઇચ્છું છું પણ અભ્યાસ કરવા માટે તો કોઈ સમય નથી મળતો".

40 વર્ષના બદ્રીબાઈ તેમની 15 વર્ષની પુત્રી સાથે

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, જવાબદારીઓ બની રહી છે અભ્યાસમાં અવરોધ

તેઓ કહે છે "જો તે ભણે તો તેમના નાના ભાઈબહેનોની સંભળ કોણ લેશે અને તેમને જમાડશે કોણ?"

પ્રભા સવારના વહેલાં ઉઠીને કલાકો સુધી પાણી એકત્ર કરીને સ્કૂલ જાય છે.

પ્રભા નામની કિશોરી માથે બેડું લઈ પાણી ભરવા જઈ રહી છે

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, ઉનાળામાં ગામના હેન્ડ પંપ સૂકાઈ જતા કૂવા અથવા ઝરણાં સુધી જવું પડે છે

ઉનાળામાં ગામના હેન્ડ પંપ સૂકાઈ જાય છે અને તેઓને કૂવો અથવા ઝરણાં સુધી જવું પડે છે.

પ્રભા કહે છે "આ કારણે અભ્યાસ કરવાનો ઓછો સમય મળે છે."

બાએગા મહિલાઓ રાશનની દુકાનની સામે લાઇનમાં બેસે છે.

બાએગા મહિલાઓ રાશનની દુકાનની સામે બેઠેલી છે

ઇમેજ સ્રોત, Wateraid/ Ronny Sen

ઇમેજ કૅપ્શન, રાશનની દુકાનની સામે લાઇનમાં બાએગા મહિલાઓ

આ દુકાનમાં ભારત સરકાર ગરીબ પરિવારોને સબસિડાઈઝ્ડ ચોખા, ખાંડ, મીઠું અને કેરોસીનનું વિતરણ કરે છે.

ક્યારેક આ બધું લેવા માટે બે દિવસની રાહ જોવી પડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો