આઠ તસવીરોમાં અફઘાન મહિલાઓ

અફઘાનિસ્તાન સાંસ્કૃતિક વિવિધતાની જમીન છે. અફઘાન મહિલાઓ જિંદગીના વિવિધ રંગો, તાકાત અને નજાકત ધરાવે છે.

અફઘાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાન દરેક સૂબા, દરેક વિસ્તારની પોતાની ઓળખ છે, પોતાની આબોહવા છે. ક્યાંક મેદાની વિસ્તાર છે તો ક્યાંક ઊંચા પહાડો છે.
અફઘાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, આટલી વિવિધતા છે તો સ્વાભાવિક છે કે આ દરેક અલગ અલગ વિસ્તારોમાં લોકો પોતાની કંઇક અલગ ઓળખાણ જરૂર રાખતા હશે. તેમનો પહેરવેશ, ખાણી-પીણી બધું અલગ હશે.
અફગાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, ફાતિમા હુસૈની ઈરાનમાં ફોટોગ્રાફીનો અભ્યાસ કરે છે. હાલ તે અફઘાનિસ્તાનની મહિલાઓ પર રિસર્ચ કરી રહી છે. વર્ષ 2016-2017માં ઈરાન અને અફઘાનિસ્તાનમાં તેમના ઘણા ફોટો પ્રદર્શનો યોજાયાં હતાં.
અફઘાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, તેમણે કેટલીક તસવીરો બીબીસી ફારસી સર્વિસને આપી છે. ફાતિમા આ તસવીરોથી અલગ અલગ અફઘાન મહિલાઓના ચહેરા અને તેમની રહેણી-કહેણીને સમજવાની કોશિશ કરી છે.
અફઘાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાન અલગ અલગ કબીલાઓથી ભરેલો દેશ છે. જેમાં વિવિધ જાતિનાં લોકો રહે છે. તહેરાનના એક સ્ટૂડિયોમાં ફાતિમાએ પખ્તૂન, તાજિક, ઉઝ્બેક, કિજીબાશ સમુદાયની મહિલાઓની તસવીરો લીધી હતી.
અફઘાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, ફાતિમાએ કોશિશ કરી કે બુરખામાં રહેલી આ મહિલાઓ જૂની માન્યતાઓ છોડી સુંદરતાને એક અલગ ઓળખ આપે. એ માટે આ મહિલાઓને તેમણે પારંપારિક કપડાંમાં જ રજૂ કરી.
અફઘાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, ફાતિમા ફોટોગ્રાફીમાં ગ્રેજ્યુએશન કરી રહી છે અને તેના કામનો વિષય પણ 'અફઘાન મહિલાઓ' છે. ફાતિમાનું કહેવું છે અફઘાન મહિલાઓ જિંદગીના વિવિધ રંગો, તાકાત અને નજાકત ધરાવે છે.
અફઘાનિસ્તાનની મહિલા

ઇમેજ સ્રોત, FATIMA HUSSAINI

ઇમેજ કૅપ્શન, લાંબા સમય સુધી દેશમાં ચાલેલી હિંસા અને દમન આ મહિલાઓ પાસેથી તેમની આ ખૂબીઓ છીનવી શક્યા નથી.