જે ભાજપ કે આર એસ એસની વિચારધારાની વિરુધ્ધ બોલશે એને મારી નાંખવામાં આવશે - રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકનાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા સંદર્ભે બેંગલુરુની મુલાકાત લીધી. તેમણે મુખ્યમંત્રી સિદ્ધરમૈય્યા સાથે મુલાકાત કરીને ઝડપી તપાસ કરવાનું જણાવ્યું.

પત્રકારો સાથે વાત કરતાં રાહુલે કહ્યું, "આ વિચારધારાની વાત છે. જે કોઈ પણ ભાજપ અને આરએસએસની વિચારધારા સામે અવાજ ઉંચો કરશે, તેને દબાવી દેવાશે, મારવામાં આવશે. તેમના પર હુમલા કરવામાં આવશે અથવા તો તેમને મારી નાખવામાં આવશે.”

તેમણે કહ્યું, “એમનો વિચાર છે કે દેશમાં માત્ર એક જ અવાજ હોવો જોઇએ, અહીં અન્ય કોઈ વિચારધારા માટે કોઈ સ્થાન નથી. આપણી લોકશાહીનું આ સ્વરૂપ નથી.”

તેમણે વધુમાં કહ્યું, “ક્યારેક ક્યારેક વડાપ્રધાનને લાગે કે તેમના પર દબાણ વધી રહ્યું છે, ત્યારે તે કંઈક કહી દે છે, પણ આ સમગ્ર અભિયાન એક ખાસ વિચારધારા વિરુદ્ધ બોલતાં લોકોને શાંત કરી દેવાની છે.”

આ પહેલા મંગળવારે એમણે ટ્વીટ કરીને કહ્યું, "સચ્ચાઈને દબાવી ન શકાય"

કાંગ્રેસનાં નેતા પી ચિદંબરમે ટ્વીટ કર્યું, "ગૌરી લંકેશને કોઈનો ડર ન હતો, ગૌરી લંકેશથી કોને ડર હતો?"

રાહુલ ગાંધીની મુલાકાત પછી સિદ્ધરમૈય્યાએ કહ્યું કે હત્યાની તપાસ માટે વિશેષ તપાસ દળની નિમણૂંક કરવામાં આવશે. જેનું નેતૃત્વ આઈજી કરશે. એમણે કહ્યું, "એના માટે મેં ડીજીપી અને આજીપીને જરૂરી આદેશ આપી દીધા છે."

એમણે કહ્યું કે પાનસરે અને દાભોલકર મામલાની તપાસ કરી રહેલાં અધિકારીઓ પણ સીઆઈડી સાથે સંપર્કમાં છે. "કલબુર્ગી હત્યામાં કેટલાક તથ્યો સામે આવ્યા છે, પરંતુ હમણા એ વિશે વધુ જાણકારી આપી શકું તેમ નથી."

મુખ્યમંત્રીએ જણાવ્યું, "ગૌરી લંકેશની હત્યા પાછળ કોનો હાથ છે, એ ખાતરીપૂર્વક કહેવું મુ્શ્કેલ છે. એમનો પરિવાર ઇચ્છે, તો સરકાર સીબીઆઈ તપાસ માટે ભલામણ કરવા તૈયાર છે."

પોલિસે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યુ

આ મામલામાં ગૌરી લંકેશનાં પરિવારે સીસીટીવી ફૂટેજ પોલિસને સોંપ્યા છે. પોલિસે આ મામલાની સઘન તપાસ હાથ ધરી છે.

ટ્વિટર પર ચોતરફા નિંદા

કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધરમૈય્યાએ ગૌરી શંકરની હત્યાને લોકશાહીની હત્યા કહી.

કમ્યુનિસ્ટ પાર્ટીનાં અધિકારીક ટ્વિટર હૈંડલ પર ઘટનાની નિંદા કરવામાં આવી. ગૌરી લંકેશને ભાજપ અને આસએસએસ સામે બોલનારો અવાજ કહ્યું. પાર્ટીએ લખ્યું, "પહેલા પાનસરે, દાભોલકર, કલબુર્ગી અને હવે ગૌરી લંકેશ. અમે અને અન્ય પત્રકારોએ એક ચૈંપિયન ખોઈ દીધી."

કમ્યુનિસ્ટ નેતા સીતારામ યેચુરીએ લખ્યું, "જે અવાજ એ દબાવવા માંગે છે, તે વધારે પ્રચંડ બની રહ્યા છે."

કેરળનાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયે ટ્વીટ કરીને હત્યારાઓને જલદી પકડવાની માંગ કરી.

રાષ્ટ્રીય જનતા દલે ટ્વીટ કર્યું, "આ નવું ભારત છે, જ્યાં સવાલ પુછવા પર પાબંદી છે."

સૂચના પ્રસારણ મંત્રી અને ભાજપની નેતા સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરી ગૌરી લંકેશની હત્યાની નિંદા કરી. એમણે લખ્યું, "મને આશા છે કે હત્યાની ઝડપથી તપાસ થશે અને ન્યાય મળશે. મારી સંવેદનાઓ એમના પરિવાર સાથે છે."

ભાજપનાં સાંસદ વરૂણ ગાંધીએ લખ્યું, "ટીચર્સ ડે પર એક નીડર મહિલાની હત્યા દુઃખદ છે."