240 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે શું થયું અને ત્રણ દેશો પર ત્રાટકનાર વાવાઝોડાની ભારતને શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની પાસે જ તાજેતરમાં 'અસના' નામનું વાવાઝોડું બન્યું હતું અને હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ભાગ્યેજ બનતી એક ઘટના હતી. સામાન્ય રીતે ચોમાસાના મહિના, જુલાઈ અને ઑગસ્ટમાં, ભારતનાં દરિયામાં વાવાઝોડાં બનતાં નથી.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે 130 વર્ષના ઇતિહાસમાં માત્ર ચાર વખત એવું બન્યું છે કે ઑગસ્ટ મહિનામાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડાં સર્જાયાં હોય. જેથી ઑગસ્ટ અને જુલાઈમાં અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંને અપવાદરૂપ ગણવામાં આવે છે.

ઇમેજ સ્રોત, WMO
જોકે, ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર, ફિલિપાઇન્સ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડાં સર્જાતાં હોય છે અને એમાં કેટલાંક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી છે.
હાલ ફિલિપાઇન્સની પાસે એક 'યાગી' નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે 'સુપર ટાઇફૂન' બને તેવી સંભાવના છે. જેના લીધે એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની સંભાવના છે.
ભારતના દરિયામાં સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'સાયક્લૉન' કહેવામાં આવે છે. જ્યારે જાપાન, ચીન, ફિલિપાઇન્સ પર ત્રાટકતાં વાવાઝોડાં અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'ટાયફૂન' કહેવામાં આવે છે. અમેરિકાની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'હરિકેન' કહેવામાં આવે છે.
યાગી નામનું વાવાઝોડું ખૂબ શક્તિશાળી છે.
યાગી વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટક્યા બાદ હવે આગળ વધીને તે ચીન પર ત્રાટક્યું છે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે.
ગુરુવા સાંજે તે ચીનના દક્ષિણમાં આવેલા હૅનાન વિસ્તારમાં ત્રાટક્યું હતું. આ એટલું શક્તિશાળી છે કે આ વિસ્તારમાં સૌથી લૉ પ્રેશર કેન્દ્રોમાંથી એક નોંધાયું હતું. ચીનના જે વિસ્તાર પર તેની અસર થઈ રહી છે ત્યાં સમુદ્રમાં ખૂબ જ પાંચથી સાત મીટર ઊંચી લહેરો ઊઠવાની આગાહી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે આ વાવાઝોડું ફરીથી વિયેતનામમાં ત્રાટકે એવી સંભાવના છે. વિયેતનામમાં ત્રાટકશે ત્યારે પણ આ વાવાઝોડું ખૂબ શક્તિશાળી ટાઇફૂન જ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
280-290 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાશે પવન?

વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હવે સુપર ટાયફૂન બની જશે એટલે કે તે અત્યંત શક્તિશાળી બને તેવી સંભાવના છે. જેના કારણે તેની પવનની ગતિમાં પણ ખૂબ વધારો થવાની શક્યતા છે.
સૌપ્રથમ આ વાવાઝોડું ભારતથી દૂર ફિલિપાઇન્સ નામના દેશની પૂર્વમાં આવેલા દરિયામાં સર્જાયું હતું. જે બાદ તે ફિલિપાઇન્સ પર ત્રાટક્યું અને ત્યાંથી આગળ વધીને ફરી તે દરિયામાં આવ્યું હતું. દરિયામાં આવતાની સાથે જ તે તાકતવર બન્યું છે.
હવે આ વાવાઝોડું ત્યાંથી આગળ વધીને ચીન પર ત્રાટક્યું છે અને તે બાદ તે વિયેતનામ પર ત્રાટકે તેવી સંભાવના છે.
બીબીસી વેધરના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હાલ ખૂબ તાકતવર બની ગયું છે અને તે ચીનના હૅનાન પ્રાંત પર ત્રાટક્યું અને અહીંના વિસ્તારોમાં ભારે પવન તથા સમુદ્રમાં ખૂબ ઊંચી લહેરો ઊઠવાની આગાહી છે..
જોકે, જૉઇન્ટ ટાયફૂન વૉર્નિંગ સેન્ટરની (JTWC) એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આ વાવાઝોડાની પવનની મહત્તમ ગતિ 290 કિમી પ્રતિકલાકથી 300 કિમીની આસપાસ પણ પહોંચી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે આ સુપર ટાઇફૂન બની જશે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ એક જ વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકશે અને લગભગ પાંચ દેશોને તેની અસર થવાની સંભાવના છે. પ્રથમ તે ફિલિપાઇન્સ પર ત્રાટક્યું, જે બાદ ચીનના વિસ્તારોમાં તે ત્રાટક્યું અને ત્યાંથી આગળ વધીને તે ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં ત્રાટકશે. આમ આ વાવાઝોડું ત્રણ વખત લૅન્ડફૉલ કરશે. વાવાઝોડું દરિયામાંથી આગળ વધીને જમીન પર આવે તે લૅન્ડફૉલ કહેવામાં આવે છે.
વિયેતનામ, લાઓસ અને મ્યાનમાર સુધી 'યાગી' નામના આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે એટલે કે નબળું પડ્યા બાદ આ વાવાઝોડું આ બધા દેશોમાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
રૉયટર્સના જણાવ્યા પ્રમાણે ગુરુવાર સવારથી જ ચીનના હાઇનાન પ્રાંતમાં ટ્રેન અને બોટ્સને રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ચીનમાં જ્યાં આ વાવાઝોડાની અસરને જોતાં ઘણી સ્કૂલો બંધ કરી દેવાઈ છે. હૉંગકૉંગ અને મકાઉમાં પણ તેની અસરને જોતાં સ્કૂલો બંધ કરવામાં આવી છે.
રૉયટર્સના જણાવ્યા હાઇનાન પ્રાંતમાં સામાન્ય રીતે જે વાવાઝોડાં ત્રાટકે છે તે નબળાં હોય છે એટલે કે પવનની ગતિ ઓછી હોય છે. જ્યારે સુપર ટાઇફૂન યોગી તેમાં અપવાદ છે, જે ખૂબ જ વધારે પવનની ગતિ સાથે આ પ્રાંત પર ત્રાટકશે. 1949થી 1923 સુધીમાં આ વિસ્તાર પર 106 વાવાઝોડાં ત્રાટક્યાં છે. જેમાંથી માત્ર 9 વાવાઝોડાં જ ખતરનાક એટલે કે સૂપર ટાઇફૂન સુધી પહોંચ્યાં હતાં.
આ વાવાઝોડાની અસર ભારત પર પણ થશે?

ઇમેજ સ્રોત, JTWC
બંગાળની ખાડી પર થતી નથી. જોકે, ઘણી વખત પ્રશાંત મહાસાગરમાં બનતાં સુપર ટાઇફૂન બંગાળની ખાડી અને ભારત પરના હવામાન, પવનની ગતિ અને વરસાદને અસર કરતાં હોય છે.
હાલ બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર એરિયા બની રહ્યો છે અને તે આગામી દિવસોમાં ભારતના ભૂ-ભાગો પર આવશે અને જે બાદ તે મધ્ય ભારતના વિસ્તારોમાં અસર કરશે એટલે કે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ભારતના હવામાન વિભાગની સાથે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પણ દેશના હવામાન પર નજર રાખે. સ્કાયમેટના અહેવાલ પ્રમાણે વિયેતનામ પર લૅન્ડફૉલ બાદ આ વાવાઝોડું નબળું પડી જશે. જે બાદ તેના બાકી રહેલા અવશેષો એટલે કે નબળી પડેલી સિસ્ટમ લાઓસ અને મ્યાનમાર સુધી પહોંચે તેવી સંભાવના છે.
તેના અહેવાલ પ્રમાણે હાલની જે સ્થિતિ છે તેમાં કોઈ પરિવર્તન ના થાય તો આ બાકી રહેલા અવશેષ એટલે કે સિસ્ટમ બંગાળની ખાડીમાં પ્રવેશ કરી શકે છે અને અહીં હાલ બની રહેલા લૉ-પ્રેશર એરિયા સાથે ભળે તેવી સંભાવના છે. જોકે, આ તમામ સ્થિતિ હજી દૂર છે અને હજી તેના માટે રાહ જોવી પડશે. તેમાં કોઈ પરિવર્તન થયાં તો આ સ્થિતિમાં બદલાવ આવી શકે છે.
યાગી નામનું આ વાવાઝોડું ભારતને કોઈ સીધી અસર નહીં કરે અને તેના કારણે ભારતમાં પવનની ગતિમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. જોકે, ચીન અને વિયેતનામમાં તેની સૌથી વધારે અસર થશે અને ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થવાની ભીતિ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












