ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા?
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહેવાની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં બનેલું ડીપ્રેશન આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે તે લૉ-પ્રેશર એરિયા બની ગયું છે.
જે હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે તે ગુજરાતની નજીક છે, જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલ્સ પ્રમાણે ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદ પડે તેવી સંભાવના છે.
જાણો આ વીડિયો અહેવાલમાં કે ગુજરાતના ક્યાં જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
વીડિયો : દિપક ચુડાસમા
ઍડિટ : સુમીત વૈદ્ય

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



