સૅનેટરી પૅડ કે મેન્સ્ટ્રુઅલ કપ: પિરિયડ દરમિયાન શેનો વપરાશ જળવાયુ પરિવર્તનની દૃષ્ટિએ સારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એના સૅન્ટી
દર વર્ષે અમેરિકામાં વીસ અબજ ડિસ્પોઝેબલ માસિક સ્રાવ ઉત્પાદનોને ફેંકી દેવામાં આવે છે. આમાં પૅડથી લઈને પેન્ટ અને માસિક કપ સુધી ફરીથી વાપરી શકાય તેવા વિકલ્પોની વિશાળ શ્રેણી છે. વિશ્વભરમાં આ ઉત્પાદનોનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે.
થોડાં વર્ષો પહેલાં મારી મહિલા મિત્રોમાંની એકે સપ્તાહના અંતમાં ઉલ્લેખ કર્યો હતો કે તેણે પિરિયડ પૅન્ટ્સ પહેર્યું છે. જે સિંગલ-યૂઝ પૅડ અને ટૅમ્પનથી દૂર રહેવાનો પર્યાવરણને અનુકૂળ નિર્ણય હતો.
મેં આના વિશે અસ્પષ્ટ રીતે સાંભળ્યું હતું પરંતુ તેનો ઉપયોગ કરનાર કોઈને પણ હું ઓળખતી નહોતી અને મને હંમેશાં આના વિશે થોડી શંકા રહેતી.
મને સવાલ થતો હતો કે શું તે પૂરતા શોષક હશે? મારી મિત્રએ મને ખાતરી આપી અને ત્યારથી તે મારી પસંદગીની પ્રૉડક્ટ બની ગઈ છે.
પરંતુ જ્યારે હું મારા સ્થાનિક સુપરમાર્કેટમાં હવે મેન્સ્ટ્રુઅલ પ્રૉડક્ટ્સ જોઉં છું ત્યારે હું ત્યાં ઉપલબ્ધ ઉત્પાદનોની વિશાળ શ્રેણીને જોઈને નવાઈ પામી જાઉં છું.
જેમાં વિવિધ પ્રકારનાં ઉત્પાદનો હોય છે, ઘણાં બધાં પૅડ અને ટૅમ્પન (કેટલાક ઑર્ગેનિક), અસંખ્ય પ્રકારના કપ અને પિરિયડ પૅન્ટ્સ.

માસિક સ્રાવ દરમિયાન ફક્ત યુરોપમાં દર વર્ષે 49 અબજ 'સિંગલ-યૂઝ પ્રોડક્ટ'નો ઉપયોગ થાય છે.
અમેરિકામાં દર વર્ષે લગભગ 20 અબજ પ્લાસ્ટિક પ્રૉડક્ટ ફેંકી દેવામાં આવે છે જેનાથી 240,000 ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈશ્વિક સ્તરે ડિસ્પોઝેબલ (નિકાલજોગ) સૅનિટરી પૅડ્સ કે જેમાં 90 ટકા સુધી પ્લાસ્ટિક હોય છે તે મોટાભાગે લૅન્ડફિલમાં જ જઈને ભળે છે. માસિક દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઉત્પાદન સૅનિટરી પૅડ્સ છે.
આથી, મેં માસિક સ્રાવમાં ઉપયોગમાં લેવાતી ઉપલબ્ધ વિવિધ સામગ્રીમાંથી સૌથી ટકાઉ અને પર્યાવરણની દૃષ્ટિએ વધુ સારું ઉત્પાદન શોધવાનું નક્કી કર્યું.
આ લેખમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કયું ઉત્પાદન સૌથી ટકાઉ છે અને સલામત છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વભરમાં દર મહિને લગભગ 1.8 અબજ મહિલાઓને માસિકસ્ત્રાવ થાય છે.
તેને ધ્યાનમાં લેતાં ફ્રાન્સ અને અમેરિકા સ્થિત શિક્ષણવિદોના એક જૂથે ચાર ઉત્પાદન જૂથોમાં માસિકસ્ત્રાવ દરમિયાન ઉપયોગમાં લેવાતા ઉત્પાદનોનાં જીવન-ચક્ર મૂલ્યાંકન હાથ ધર્યું:
- ડિસ્પોઝેબલ (જેનો નિકાલ થઈ શકે તેવા) બિન-કાર્બનિક અને કાર્બનિક પૅડ અને ટૅમ્પોન
- રિયુઝેબલ એટલે કે ફરીથી વાપરી શકાય તેવાં પૅડ
- પીરિયડ પેન્ટ્સ એટલે કે સ્પેશિયલ અંડરવેર કે જે માસિકસ્ત્રાવ દરમિયાન નીકળતાં લોહીને શોષી શકે
- મૅન્સ્ટ્રુઅલ કપ જે સૉફ્ટ સિલિકૉન અથવા રબરથી બનેલા હોય છે અને અંદાજે 20-30 મિલી લોહી રોકવા સક્ષમ છે
આ અભ્યાસમાં પર્યાવરણ પર પડનારા આઠ પ્રકારના પ્રભાવોની સરખામણી કરવામાં આવી જેમ કે ગ્લૉબલ વૉર્મિંગ, અશ્મિભૂત સંસાધનોનો ઉપયોગ, જમીનનો ઉપયોગ, પાણીનો ઉપયોગ, કાર્સિનોજેનિક અસરો, પર્યાવરણને થતું નુકસાન, એસિડિફિકેશન અને પાણીનું પ્રદૂષણ.
આ અભ્યાસ ત્રણ દેશો (ફ્રાન્સ, ભારત અને અમેરિકા)માં કરવામાં આવ્યો જેમાં પ્રૉડક્ટના બનવાથી લઈને તેને ફેંકવા સુધીની અસરને માપવામાં આવી.
ત્રણેય દેશો અને પર્યાવરણીય અસરોમાં માસિકસ્ત્રાવમાં ઉપયોગમાં લેવાતાં કપ સ્પષ્ટ વિજેતા રહ્યા છે.
ત્યારબાદ પિરિયડ પૅન્ટ્સ, ફરીથી વાપરી શકાય તેવા પૅડ અને છેલ્લા સ્થાને સિંગલ-યૂઝ પૅડ અને ટૅમ્પોન આવે છે.
નાના અને હળવા વજનવાળા મેન્સ્ટ્રુઅલ કપ 10 વર્ષ સુધી ટકી શકે છે અને તેને ઉપયોગમાં લઈ શકાય છે.
ડિસ્પોઝેબલ પૅડ્સ એ પછી ઑર્ગેનિક હોય કે નૉન-ઑર્ગેનિક, બંનેએ લગભગ પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે.
ઉત્પાદન પ્રક્રિયા ગ્લોબલ વૉર્મિંગનું એક મુખ્ય કારણ છે જેમાં અડધાથી વધુ નુકસાન ઉત્પાદિત થતાં પૉલીએથિલીન (એક પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક)ને કારણે થાય છે.
પરંતુ આ સ્ટડીમાં એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. ઑર્ગેનિક કૉટન પૅડ્સથી પાંચ કેટેગરીમાં સૌથી વધુ પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે.

"આ અસરો મોટે ભાગે કાચા માલના ઉત્પાદન અને ઑર્ગેનિક ઉત્પાદન સાથે જોડાયેલી છે, જેમાં પર્યાવરણીય અસરો વધુ હોઈ શકે છે," માઇન્સ પેરિસ-પીએસએલ યુનિવર્સિટીના અભ્યાસના સહ-લેખકોમાંના એક મેલાની ડુઝીચ સમજાવે છે.
ઑર્ગેનિક ખેતીની ઉપજ પરંપરાગત ખેતી કરતા ઓછી હોય છે, એટલે કે પરંપરાગત કપાસ જેટલી જ માત્રામાં ઑર્ગેનિક ઉત્પાદન કરવા માટે વધુ પાણી અને જમીનની જરૂર પડે છે. ઑર્ગેનિક અને નૉન-કાર્બનિક કૉટન ટૅમ્પોનમાં સમાન પરિણામો જોવાં મળ્યાં છે.
માઇન્સ પેરિસ-પીએસએલ યુનિવર્સિટીનાં અધ્યયનનાં સહલેખિકા મેલાની ડુઝીચ કહે છે કે, "પ્રભાવ ખરું કરીને કાચા માલનું નિર્માણ અને જૈવિક ઉત્પાદન સાથે સંકળાયેલા છે. જેની પર્યાવરણ પર વધારે અસર થઈ શકે. જૈવિક ખેતીની ઉપજ પાકંપરિક ખેતીથી ઓછી હોય છે. એનો મતલબ એ છે કે પારંપરિક કપાસ કરતા જૈવિક ઉત્પાદનને વધારે પાણી અને જમીનની જરૂર પડે છે. જૈવિક અને બિન જૈવિક કપાસ ટૅમ્પોનમાં સમાન પરિણામો જોવાં મળ્યાં."
ઉત્પાદન પર આધાર રાખીને જીવનચક્રના વિવિધ ભાગો ઉત્સર્જનને પ્રભાવિત કરે છે. તેઓ ઉમેરે છે, "રિયુઝેબલ ઉત્પાદનોનામાં સૌથી વધુ અસર મૅન્યુફેક્ચરિંગ અને ઉપયોગ દરમિયાન પડે છે."
ફરીથી વાપરી શકાય તેવાં બધાં ઉત્પાદનોને પહેરવા વચ્ચે ધોવા માટે પાણી અને વીજળીની જરૂર પડે છે. પરંતુ પિરિયડ પૅન્ટ્સ ફરીથી વાપરી શકાય તેવાં પૅડ્સ કરતાં વધુ સારી કામગીરી કરે છે.
ડુઝીચ કહે છે, "ભલે માસિક કપ એ સ્પષ્ટ વિજેતા છે પરંતુ પિરિયડ અન્ડરવેર પણ એક સારી વૈકલ્પિક પ્રૉડક્ટ છે જે ખરેખર પર્યાવરણ પરની અસરો ઘટાડે છે."
તેઓ કહે છે, "આપણે તેમની કેવી રીતે કાળજી રાખીએ છીએ તે પણ પર્યાવરણને અસર કરી શકે છે. જેમ કે નીચા તાપમાને તેને ધોવા અને આખું મશીન ભરેલું હોય ત્યારે તેને ધોવાથી તેની અસર ઘટાડી શકાય છે.."
આ અભ્યાસમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું, પરંતુ અભ્યાસ મુજબ, રેપર, પાંખો અને એડહેસિવ્સ સહિત દરેક પરંપરાગત પૅડ, પર્યાવરણમાં લગભગ 2 ગ્રામ બિન-બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક - ચાર પ્લાસ્ટિક બેગ જેટલું - ઉમેરે છે.
તેને વિઘટિત થવામાં અંદાજે 500 થી 800 વર્ષ લાગે છે. અભ્યાસમાં ઉમેરાયું છે કે યુ.એસ.માં 80 ટકા પરંપરાગત ટૅમ્પોન અને 20 ટકા પરંપરાગત પૅડને શૌચાલયમાં ફ્લશ કરવામાં આવે છે. જે ગટરોને અવરોધે છે અને માઇક્રોપ્લાસ્ટિકને સમુદ્રમાં છોડે છે.

આ અહેવાલ પહેલાં 2021 માં યુએન ઍન્વાયરમેન્ટલ પ્રોગ્રામ દ્વારા માસિક સ્રાવના ઉત્પાદનોની પર્યાવરણીય અસરોની તુલના કરતાં ઘણા જીવન-ચક્રનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સર્જન અને સંસાધનોની અછતનો સમાવેશ થાય છે.
કેપ ટાઉન સ્થિત બિન સરકારી TGH થિંક સ્પેસના ડિરેક્ટર, સહ-લેખક ફિલિપા નોટેન કે જે ઊર્જા, આબોહવા પરિવર્તન અને ટકાઉપણાના પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન આપે છે.
તેઓ કહે છે કે, ડેટાના અભાવને કારણે માસિક સ્રાવના ઉત્પાદનોના અંતમાં પ્લાસ્ટિકની અસર જીવન-ચક્રના મૂલ્યાંકનમાં સારી રીતે દસ્તાવેજીકૃત નથી થઈ.
તેઓ કહે છે કે, "પ્લાસ્ટિકને એવી રીતે મોડેલ કરવામાં આવે છે કે જાણે તે લૅન્ડફિલમાં સમાપ્ત થશે.. સાહજિક રીતે કાર્બન ફૂટપ્રિન્ટના દૃષ્ટિકોણથી લૅન્ડફિલ થોડું ઓછુ જોખમી છે કારણ કે પ્લાસ્ટિકને વિઘટન થવામાં સેંકડો વર્ષો લાગે છે. તેથી તેનું કાર્બન ઉત્સર્જન લૅન્ડફિલમાં બંધ થઈ જાય છે."
"વાસ્તવમાં ઉત્પાદન હંમેશાં ઔપચારિક કચરાના વ્યવસ્થાપનના પ્રવાહમાં સમાપ્ત થતું નથી. તે દરિયાકિનારા પર કચરા તરીકે અને સમુદ્રમાં માઇક્રોપ્લાસ્ટિક્સ તરીકે જ પૂરું થાય છે. અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં હજુ પણ ઘણો કાર્બન હોય છે."
UNEPના અહેવાલમાં માસિક કપ પણ નોંધપાત્ર રીતે ટોચ પર આવે છે. નોટેન કહે છે, "કોઈ ઉત્પાદન સાથે આવું થવું ખૂબ જ દુર્લભ છે."
"એવું નથી કે કપમાં કાર્બન ફૂટપ્રિન્ટ નથી હોતી પરંતુ કારણ કે તે ખૂબ નાનું, હળવું ઉત્પાદન છે. તેથી તેની અસર અન્ય ઉત્પાદનોની તુલનામાં ઘણી ઓછી છે."
"આ અભ્યાસોમાં આપણે હંમેશા 'બ્રેક ઇવન પૉઇન્ટ્સ' વિશે વાત કરીએ છીએ. એક જ ઉપયોગના ઉત્પાદનની તુલનામાં વારંવાર વપરાતી સામગ્રી તેના ઉત્પાદન અને ઉપયોગના તબક્કામાં થતા ઉત્સર્જનને ભરપાઈ કરે તે પહેલાં તમારે કેટલી વાર તેનો ઉપયોગ કરવો પડશે?"

ઇમેજ સ્રોત, Getty Images
નોટેન કહે છે, "ઘણાં ઉત્પાદનો માટે તે ઘણીવાર ખરેખર ખૂબ વધારે હોય છે. જેમ કે ક્યારેક તો 100 વખત. માસિક કપ સાથે તમારે તેના કાર્બન ફૂટપ્રિન્ટ પર પણ તૂટી જાય તે પહેલાં તેનો ઉપયોગ ફક્ત એક મહિના માટે કરવો પડશે."
બંને અભ્યાસ સંદર્ભના મહત્ત્વને વ્યક્ત કરે છે અને પ્રકાશિત કરે છે કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઉત્પાદનો અને પ્રક્રિયાઓના ઘણા પરિણામોમાંથી એક છે.
ફ્રાન્સ અને યુએસ અભ્યાસના સહ-લેખક અને માઇન્સ પેરિસ-પીએસએલ યુનિવર્સિટીના સંશોધક પાઉલા પેરેઝ-લોપેઝ કહે છે કે, "આપણે ગમે તે કરીએ પણ એની અસર તો આપણાં પર પડશે જ. પરંતુ આ અસર શક્ય તેટલી ઓછી કરવાનો વિચાર છે."
લાઇફ સાઇકલ એસેસમેન્ટમાં ભલામણ કરવામાં આવી છે કે મહિલાઓ પર્યાવરણીય અસરથી આગળનાં પરિબળોને ધ્યાનમાં લે. જેમાં સામાજિક અને સાંસ્કૃતિક વલણ અને માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે.
"કેટલાક આફ્રિકન દેશોમાં ફરીથી વાપરી શકાય તેવાં ઉત્પાદનોનો ખાસ કરીને માસિક કપનો ઉપયોગ કેટલીક છોકરીઓ માટે શાળાએ જવા અને ના જવા વચ્ચે જેટલો હતો. જેમની પાસે માસિક ઉત્પાદનો હજુ સુધી પહોંચ્યાં જ નથી."
પેરેઝ-લોપેઝ કહે છે, "અલબત્ત પહોંચની સમસ્યા તમામ પ્રકારનાં ઉત્પાદનો સુધી ફેલાયેલી છે. પરંતુ માસિક કપ મેળવવું ખૂબ સરળ હોઈ શકે છે કારણ કે તે એક નાનકડી સામગ્રી છે અને લાંબા સમય સુધી ચાલે છે."
પરંતુ તાજેતરના અહેવાલોમાં ચેતવણી આપવામાં આવી છે કે ખરાબ રીતે ફિટ કરેલા કે પછી ખોટા કદના મેન્સ્ટ્રુઅલ કપથી ગંભીર પરિણામ આવી શકે છે.
જેમાં એક મહિલાને કિડનીની સમસ્યા થઈ હતી અને કેટલીક સ્ત્રીઓને પેલ્વિક ઑર્ગન પ્રોલૅપ્સનો ભોગ બનવું પડ્યું હતું.
લંડનની પોર્ટલૅન્ડ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલૉજિસ્ટ શાઝિયા મલિક કિશોરીઓને માસિક કપની ભલામણ કરવામાંં ખચકાટ અનુભવે છે સિવાય કે તેમને કાળજીપૂર્વક તેનો ઉપયોગ અને કાળજી કેવી રીતે રાખવી તે શીખવવામાં આવે.
તેઓ કહે છે, "છેલ્લાં આઠ વર્ષોમાં મેં એવા દર્દીઓ જોયા છે કે જે માસિક કપનો ઉપયોગ કરતા હોય અને તેમને ચેપ લાગ્યો હોય."
"જો તમે [કપ] યોગ્ય રીતે દાખલ ન કરો, તો તે મૂત્રાશય અથવા ગુદામાર્ગને સંકુચિત કરી શકે છે, અને તે અસરકારક રીતે માસિક રક્ત એકત્રિત કરશે નહીં."
મલિક ઘણાં વર્ષો સુધી એક જ માસિક કપનો ઉપયોગ કરવાના જોખમો વિશે પણ ચેતવણી આપે છે.
તેમની સલાહ છે કે સફર દરમિયાન બે કપ રાખો. તેના દરેક ઉપયોગ પછી તેને જંતુરહિત કરો - દરરોજ સવારે અને રાત્રે - અને કોઈપણ ઘસારો થાય કે તરત જ તેને બદલો.
મલિક કહે છે કે, " પ્રવાહના આધારે યોગ્ય માસિક કપ કદ પસંદ કરવા અંગે વધુ જાગૃતિની પણ જરૂર છે. શિક્ષણ સાથે માસિક કપનો ઉપયોગ એક શાનદાર ઉકેલ છે."

જો કે આમાં કેટલીક કાયદાકીય પ્રગતિ થઈ રહી છે જેમાં યુરોપ આગળ છે.
સપ્ટેમ્બર 2023 માં યુરોપિયન કમિશને શોષક સ્વચ્છતા ઉત્પાદનો અને ફરીથી વાપરી શકાય તેવા માસિક કપ માટે એક નવો EU ઇકોલેબલ માપદંડ સ્થાપિત કર્યો છે. નોર્ડિક દેશોમાં, નોર્ડિક સ્વાન ઇકોલેબલ, જે સંસાધન કાર્યક્ષમતા, આબોહવા અસર પર ઓછી અસર, બિન-ઝેરી અને જૈવ વિવિધતાના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. હાલમાં તે સેનિટરી ઉત્પાદનોના માપદંડોને સુધારવા માટે પરામર્શના સમયગાળામાં છે.
2024માં વર્મોન્ટ માસિકસ્રાવ દરમિયાન ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનોમાં "કાયમ માટે રસાયણો" PFAs પર પ્રતિબંધ મૂકવા માટે નવો કાયદો અપનાવનાર પ્રથમ યુએસ રાજ્ય બન્યું છે.
જ્યારે ન્યૂ યૉર્ક કૉંગ્રેસવુમન ગ્રેસ મેગના નેતૃત્વ હેઠળના બિલમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) ને માસિકસ્રાવના ઉત્પાદનોનું અભ્યાસ કરવાની હાકલ કરવામાં આવી છે.
ન્યૂ યૉર્ક યુનિવર્સિટીના સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસના પ્રોફેસર અને ધ વેજિના બિઝનેસનાં લેખક મરિના ગેર્નરે આ અંગે વૈશ્વિક પહેલની હાકલ કરી છે.
"કંપનીઓએ તેમના માસિક સ્રાવનાં ઉત્પાદનોનાં ઘટકો જાહેર કરવાની જરૂર છે અને નિયમનકારો દ્વારા ઝેરી ઘટકો પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે."
ગેર્નર કહે છે કે, "આવું હજુ સુધી થયું નથી તેનું કારણ એ છે કે મહિલાઓના સ્વાસ્થ્ય અંગે ઐતિહાસિક રીતે ઓછું સંશોધન થાય અને ઓછું ભંડોળ ફાળવવામાં આવે છે. આધુનિક ટૅમ્પનની શોધ 1931 માં કરવામાં આવી હતી અને તેમાં ધાતુના સ્તર પરનો પ્રથમ અભ્યાસ ગયા વર્ષે જ પ્રકાશિત થયો હતો."
ઘણાં વર્ષો પહેલાં મેં મોટે ભાગે પિરિયડ્સ પૅન્ટ વાપરવાનું શરૂ કર્યું. તે બેથી ત્રણ વર્ષ સુધી ચાલે છે અને ત્રણ જોડી માટે લગભગ 56.7 ડૉલર ખર્ચ થાય છે. 10 પૅડના પૅકેટ માટે આશરે 3.48 ડૉલર અને દર મહિને બે પૅકનો ઉપયોગ કરીને મેં આ જ સમયગાળામાં પૅડ પર 252.7 ડૉલર સુધી ખર્ચ કર્યો હોત.
મેન્સ્ટ્રુઅલ કપ લગભગ 25.2 ડૉલરનો છે અને ટૅમ્પનનો ઉપયોગ કરતા લોકો માટે તેને દાખલ કરવું પ્રમાણમાં સરળ છે.
પરંતુ ઘરથી દૂર અથવા જાહેર શૌચાલયમાં હોય ત્યારે તેને દૂર કરવું, સાફ કરવું અને ફરીથી દાખલ કરવું ઓછું સુલભ છે.
એક નિયમિત તરવૈયા તરીકે હું આગામી પિરિયડ્સ સ્વિમવેર અજમાવવાની યોજના બનાવી રહી છું, જોકે લીકેજની શક્યતા મને ચિંતા કરાવે છે (જે લોકો આને તેને પહેરે છે તેમના દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે આવું થતું નથી).
ભલે જીવનચક્ર મૂલ્યાંકનમાં નિકાલજોગ ( ડિસ્પોઝેબલ) ઑર્ગેનિક ઉત્પાદનોને સૌથી ખરાબ પર્યાવરણીય ગુનેગાર તરીકે સ્થાન આપવામાં આવ્યું હોય. પરંતુ જ્યારે માસિક પૅન્ટ અનુકૂળ ન હોય ત્યારે હું નિકાલજોગ, ઑર્ગેનિક કૉટન અને પ્લાસ્ટિક-મુક્ત અને પછીથી ખાતર બને તેવી બ્રાન્ડનો ઉપયોગ કરું છું. જેને તમે ડબ્બામાં ફેંકી શકો છો (તે સુપરમાર્કેટ અને હેલ્થ સ્ટોર્સમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે). પેરેઝ-લોપેઝ કહે છે. "આની વધુ તપાસ કરવાની જરૂર પડશે."
વધુ સારી પર્યાવરણીય પસંદગી કરવાના પ્રયાસ કરતી વખતે માસિક કપ જેવું અનુકૂળ ઉત્પાદન મળવું દુર્લભ છે. પરંતુ મને લાગે છે કે મોટાભાગના લોકો જેઓ તેમના માસિક સામગ્રીને પસંદ કરવાની સ્થિતિમાં છે તેઓ વિવિધ વિકલ્પોની અજમાઇશ કરશે.
લોપેઝ કહે છે કે, "આ એક ઉત્તમ ઉકેલ છે. જ્યારે એવી સ્થિતિમાં હોવ ત્યારે ફરીથી વાપરી શકાય તેવી સામગ્રીની પસંદગી કરો. પરંતુ જો તમે ચોક્કસ પ્રકારના ઉત્પાદનનો ઉપયોગ કરવામાં અસ્વસ્થતા અનુભવો છો, અથવા તમે કોઈ ચોક્કસ કારણોસર ફરીથી વાપરી શકાય તેવી સામગ્રી પર આધાર રાખી શકતા નથી, તો ઘણાં ઉત્પાદનો ભેગા કરીને તેનો ઉપયોગ કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












