રિસેક્સ: યુક્રેનના ઘાયલ સૈનિકોની સેક્સ લાઇફ એક યુવતી કેવી રીતે સારી બનાવી રહી છે?

ઇમેજ સ્રોત, Resex
- લેેખક, ટૉબી લકહર્સ્ટ
- પદ, બીબીસી ન્યૂઝ, કીવ
મધ્ય કીવમાં આવેલ એક આધુનિક ઑફિસમાં એક 26 વર્ષીય ભૂતપૂર્વ યુક્રેનિયન સૈનિક ગર્વથી એક વીડિયો ગેમ રમી રહ્યો છે. આ ગેમમાં તે રસોડામાં એક યુવતીને ખૂબ આવેગમાં ચુંબન કરતો દેખાય છે.
આ ‘રીસેક્સ’ સંસ્થા માટેની જાહેરાત હતી. આ એક ચૅરિટી સંસ્થા છે કે જે શારીરિક અને માનસિક આઘાત સહન કર્યા પછી ભૂતપૂર્વ સૈનિકોને તેમની સેક્સ લાઇફમાં મદદ કરવાનો પ્રયાસ કરે છે.
ગયા વર્ષે માર્ચમાં આક્રમણકારી રશિયન દળોએ યુક્રેનિયન બંદર શહેર મૅરીયુપૉલ ફરતે ઘાતકી પહેરો ગોઠવ્યો હતો. મોટાભાગનું શહેર ખંડેર થઈ ગયું હતું.
હલિબ સ્ટ્રાયકો નામના એક કમાન્ડો એ શહેરની રક્ષા માટે તહેનાત હતા.
રશિયાએ કરેલા એક વિસ્ફોટને કારણે તે બિલ્ડિંગના ત્રીજા માળેથી જમીન પર પછડાયા હતા. ત્યારબાદ તેઓ કાટમાળ નીચે દબાઈ ગય હતા.
હલિબના પેડૂનાં હાડકાં, જડબાં અને નાક તૂટી ગયાં હતાં. તે કહે છે કે વિસ્ફોટની ગરમીથી તેના ચહેરા પરના ગૉગલ્સ ઓગળી ગયા હતા. ત્યારબાદ તેને રશિયન દળોએ પકડી લીધો અને તેને યુદ્ધ કેદી તરીકે લઈ જવામાં આવ્યો.
પછીના મહિને હલિબને મુક્ત કરવામાં આવ્યો અને કેદીઓની અદલાબદલીનાં ભાગરૂપે તેને યુક્રેનિયન પ્રદેશમાં પાછો મોકલવામાં આવ્યો. પરંતુ તે કહે છે કે કેદમાં તેના સમય દરમિયાન તેને ઓછી તબીબી સારવાર મળી હતી.
તેને છોડવામાં આવ્યો તે પછી અને તેના પુન:વસવાટ દરમિયાન એમ બે વખત બીબીસીએ તેની સાથે વાતચીત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'રીસેક્સ' પ્રૉજેક્ટ કઈ રીતે શરૂ થયો?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ એ સમય હતો કે જ્યારે હલિબ તેની રીકવરી પર ધ્યાન આપી રહ્યો હતો. આ સમયે ‘રીસેક્સે’ તેનો સંપર્ક કર્યો હતો.
તે કહે છે કે, "મારી પેડૂની ઈજા પછી મને એવી સમસ્યાઓ હતી જેને લીધે મને સાજા થવામાં થોડો સમય લાગ્યો હતો. અને તેના (સેક્સના મુદ્દા) વિશે વધારે વાત કરવામાં આવી ન હતી. તેથી હું ઇચ્છતો ન હતો કે મારી જેમ અન્ય લોકો સાથે પણ આવું થાય."
"આ પ્રૉજેક્ટમાં ભાગ લેવા માટે મને પ્રેરણા મળી હતી."
ઇવોના કૉસ્ટિના એ વૅટરન હબના સ્થાપકોમાંના એક છે. તેઓ એ ગ્રૂપનાં એક સભ્ય પણ છે જે ‘રીસેક્સ’ પ્રૉજેક્ટ ચલાવે છે.
તેઓ કહે છે કે યુએસ સૈનિકોની સમસ્યા વિશે વાંચ્યા પછી મને પ્રથમવાર 2018માં આ પ્રૉજેક્ટનો વિચાર આવ્યો હતો.
રશિયાના સંપૂર્ણ આક્રમણની શરૂઆત પછી અને જરૂરી ભંડોળ પ્રાપ્ત કર્યા પછી તેમણે યુક્રેનિયન સૈનિકો અને નિષ્ણાંતો સાથે વાત કરી. જેથી ખાતરી કરી શકાય કે તેઓ ખાસ કરીને જે પુરુષો અને સ્ત્રીઓને મદદની જરૂર છે તેમને જ અનુરૂપ મદદ કરી શકે.
જ્યારે તેમણે પ્રથમ વખત ઑનલાઈન પ્રશ્નોત્તરી કરી ત્યારે તેમણે લોકો અને ખાસ કરીને ભૂતપૂર્વ સૈનિકો તરફથી થોડી મૂંઝવણનો સામનો કરવો પડ્યો. તેઓ કહી રહ્યા હતા કે, "લોકો મરી રહ્યા છે અને તમે સેક્સ વિશે વિચારી રહ્યાં છો!"
તેમણે તેમની કેટલીક પૂર્વધારણાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જેમકે એ ખોટી ધારણા કે ઇજાગ્રસ્ત અને નિવૃત્ત હોય તેવા બધાં જ સૈનિકો તેમની સેક્સ લાઇફ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
ઇવોના કહે છે કે, "હૉસ્પિટલમાં સેક્સ છે, ઘરે સેક્સ છે, અનેક પ્રક્રિયાઓ પહેલાં સેક્સ છે, પછી સેક્સ છે. બધી બાજુ ઘણું સારું સેક્સ ચાલી રહ્યું છે." અને અમે આ પરિસ્થિતિમાં વિચારી રહ્યા હતા કે અમે કઈ રીતે આ લોકોને મદદરૂપ થઈ શકીએ?
તેઓ કહે છે કે, ‘એકંદરે લોકોનો પ્રતિસાદ જબરદસ્ત અને હકારાત્મક રહ્યો છે.’

'રીસેક્સ' કઈ રીતે કામ કરે છે?

તેમની સંસ્થાએ અંદાજે છ હજારથી વધુ બુકલેટ્સ છપાવી છે અને તેને વિવિધ મેડિકલ સેન્ટરને આપી છે. તેના દ્વારા તેઓ અનેક ભૂતપૂર્વ સૈનિકો અને તેમનાં પરિવારો સુધી પહોંચી રહ્યા છે. આ સિવાય હવે આ બુકલેટ્સ ઑનલાઇન પણ ઉપલબ્ધ છે.
‘રીસેક્સ’ સંસ્થાએ વીડિયો, ગ્રાફિક્સ અને હૅલ્પલાઇનની મદદથી એક સૉશિયલ મીડિયા કૅમ્પેન પણ ચલાવ્યું છે. તેઓ હસ્તમૈથુનથી લઇને સેક્સ ટોય્ઝ અને જીવવિજ્ઞાનનાં પાયાનાં સિદ્ધાંતો વિશે ચર્ચા કરે છે.
ઇવોના કહે છે, "અમે બધું આવરી લેવાનો પ્રયાસ કરીએ છીએ."
‘ખાસ કરીને યુવાન ઘાયલ નિવૃત્ત મહિલા સૈનિકો માટે કે જેઓ કુંવારી પણ હોઈ શકે છે તેમનાં માટે પુસ્તિકાનો એક વિભાગ પણ છે.’
‘તેથી તેમને થયેલી ઇજાઓ પછીનું સેક્સ એ તેમનું અત્યાર સુધીનું પ્રથમ સેક્સ હશે. જે તેમણે કલ્પના કરી હશે તેનાથી તદ્દન અલગ છે."
‘રીસેક્સ’નાં પ્રોજેક્ટ મેનેજર કૅટેરીના સ્કૉરૉખોડ કહે છે કે, ‘અમે મહિલાઓ અને પુરૂષો માટે અલગ-અલગ માર્ગદર્શિકાઓ પ્રકાશિત કરી છે. તેનાથી અમે એ સુનિશ્ચિત કર્યું છે કે માટે કે જરૂરિયાતવાળા લોકોને તેમના અનુભવો અને તેમના શરીરને અનુરૂપ ચોક્કસ સલાહ મળે છે કે નહીં.’
તેઓ ભાર મૂકતાં કહે છે કે, ‘પ્રૉજેક્ટનું ધ્યાન ભૌતિક કરતાં ભાવનાત્મક બાજુ પર વધુ છે.’
"આ એવી વાત છે કે તમે તમારી જાતને કેવી રીતે સ્વીકારી શકો છો, તમે તમારી જાતને કેવી રીતે પ્રેમ કરી શકો છો અને ઇજાઓ પછી તમે તમારી જાતને અને તમારા જીવનસાથી સાથે કેવી રીતે સંબંધ બનાવી શકો છો."

આ પ્રૉજેક્ટ કેટલો કારગર?

નિવૃત્ત સૈનિકોએ પ્રશ્નોત્તરીમાં આપેલા જવાબ પર સંપૂર્ણ નિર્ભર ન રહી શકાય. કારણ કે સંશોધનમાં ખામીઓ હોઈ શકે છે. તેમને એલજીબીટીક્યૂ સમુદાય તરફથી પ્રતિસાદ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.
પરંતુ તેઓ યુક્રેનના નિવૃત્ત સૈનિકો વિશે પણ ઘણું શીખ્યા છે. ખાસ કરીને, તેમને સમજાયું કે ઘણીવાર મગજની ઇજાઓનું નિદાન થતું નથી. તેઓ કહે છે તેના કારણે કામવાસના અને સમગ્ર જાતીય પ્રભાવને ખૂબ અસર થાય છે.
ઇવોના કહે છે કે સેક્સની ચર્ચા કરવા માટે વપરાતી ભાષા પણ મહત્ત્વપૂર્ણ છે.
તેઓ કહે છે કે નિવૃત્ત સૈનિકોને એ વાત કહેવી જરૂરી છે કે ‘જ્યાં સુધી તેમની ઇચ્છા ન હોય ત્યાં સુધી તેમને સેક્સ કરવાની જરૂર નથી અને સેક્સ શરૂઆતમાં મુશ્કેલ અથવા પીડાદાયક હોઈ શકે છે.’
હલિબ ચોક્કસપણે આ પ્રૉજેક્ટ વિશે હકારાત્મક રીતે બોલે છે જેમાં તેેણે ભાગ લીધો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેની ઇજાઓ પછી શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે, ત્યારે તે હસે છે.
"હું કેદમાંથી અને હૉસ્પિટલમાંથી પાછો આવ્યો પછી, મારી એક ગર્લફ્રેન્ડ હતી, અને પછી બીજી ગર્લફ્રેન્ડ બની જ્યારે હું આ પ્રૉજેક્ટના પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. અને હવે તો મારી પાસે એક પાર્ટનર છે."
પરંતુ તેમણે કહ્યું કે તેઓ એ દરેક વ્યક્તિના આભારી છે જેમની સાથે તેમણે પાછલા વર્ષમાં ડેટિંગ કર્યું હતું.
"મારો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે મારા જે પણ પાર્ટનર હતા તે મારા માટે મહત્ત્વપૂર્ણ હતા. હું તેના માટે ખૂબ આભારી છું."
(સ્વિતલાના લિબેટ દ્વારા જરૂરી એવું વધુ રિપૉર્ટિંગ કરવામાં આવ્યું છે.)














