વ્લાદિમીર પુતિનના સત્તામાં 25 વર્ષ, અઢી દાયકામાં રશિયાને કેટલું મજબૂત બનાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્ટિવ રોજનબર્ગ
- પદ, બીબીસી, રશિયા સંપાદક
1999નાં નવા વર્ષની પૂર્વસંધ્યાને હું કદી નહીં ભુલી શકું.
હું બીબીસીનાં મૉસ્કો બ્યૂરોમાં પ્રોડ્યૂસર તરીકે કામ કરી રહ્યો હતો. અચાનક એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તેમના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા, ત્યાર સુધી કે મૉસ્કોની બ્રિટિશ પ્રેસમાં કામ કરવાવાળાઓને પણ.
જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે ઑફિસમાં કોઈ સંવાદદાતા મોજૂદ નહતા. એનો મતલબ એ હતો કે મારે જ આ સમાચાર તૈયાર કરવાના હતા. બીબીસીમાં આ મારું પહેલું બ્રૉડકાસ્ટ થયેલું ડીસ્પેચ હતું જેને મે તૈયાર કર્યું હતું.
મેં મારા રિપોર્ટમાં લખ્યું કે, બોરિસ યેલ્તસિને હંમેશા કહ્યું હતુ કે તેઓ તેમનો કાર્યકાળ પુરો કરશે. આજે તેમણે રશિયાના નાગરિકોને કહ્યું કે તેમણે મન બદલી નાંખ્યું છે.
એક રિર્પાટર તરીકે આ મારી કૅરિયરની શરૂઆત હતી.
અને અહીં રશિયાના નવા નેતા વ્લાદિમીર પુતિન માટે પણ નવી શરૂઆત હતી.
યેલ્તસિને પુતિનને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બોરિસ યેલ્તસિનનાં રાજીનામા બાદ રશિયાના સંવિધાન અનુસાર વડા પ્રધાન વ્લાદિમીર પુતિન કાર્યકારી રાષ્ટ્રપતિ બની ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રણ મહિના બાદ દેશમાં ચૂંટણી થઈ અને તેઓએ જીત હાંસલ કરી.
ક્રૅમલિન ( રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય) છોડતા યેલ્તસિને પુતિનને અંતિમ સંદેશ આપ્યો કે, રશિયાનું ધ્યાન રાખજો.
જેમ-જેમ રશિયા-યુક્રેન જંગનાં ત્રણ વર્ષ પુરાં થવા આવી રહ્યાં છે, ત્યારે મને યેલ્તસિનની આ વાત વારંવાર યાદ આવે છે.
કારણકે, યુક્રેન પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ચોતરફા હુમલાનાં વિનાશકારી પરિણામો આવ્યાં છે. મુખ્યરૂપે યુક્રેન માટે, જેનાં શહેરોમાં મોટા પાયે વિનાશ સર્જાયો છે અને લોકો હતાહત થયા છે.
તેનો લગભગ વીસ ટકા હિસ્સો કબજામાં લેવાઇ ચૂક્યો છે અને એક કરોડ નાગરિકો વિસ્થાપિત થયા છે. પરંતુ રશિયાએ પણ આની કિંમત ચુકવવી પડી છે.
જ્યારથી પુતિને કથિત વિશેષ સૈન્યઅભિયાન શરૂ કરવાનો ફેંસલો લીધો છે ત્યારથી રશિયાને પણ લડાઇના મેદાનમાં ભારે નુકશાન થયું છે.
રશિયાનાં કસ્બા અને શહેર લગાતાર ડ્રૉન હુમલાના નિશાન પર છે.
યુક્રેની સૈનિકોએ રશિયાનાં કુર્સ્ક વિસ્તારમાં અચાનક હુમલો કર્યો અને અંદર સુધી આવી ગયા. તેમણે એક હિસ્સા પર કબજો પણ કરી લીધો.
રશિયાની અર્થવ્યવસ્થા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ભારે દબાણ ઊભું કરી રહ્યા છે. જ્યારે ઘરઆંગણે દબાણ પણ વધી રહ્યું છે.
આનાથી પણ વધારે દેશની જનસંખ્યાની હાલત વધુ ગંભીર થઈ ગઈ છે.
25 વર્ષમાં મે પુતિનનાં ઘણાં રૂપો જોયાં

ઇમેજ સ્રોત, Getty Images
25 વર્ષ પહેલાં જ્યારે પુતિન સત્તામાં આવ્યા ત્યારથી હું રિપૉર્ટિંગ કરું છું.
31 ડિસેમ્બર, 1999માં કોણે વિચાર્યુ હતુ કે રશિયાના નવા નેતા અઢી દશક બાદ પણ સત્તામાં બની રહેશે? અથવા રશિયા પાડોશી યુક્રેન વિરુદ્ધ જંગ લડી રહ્યું હશે અને પશ્ચિમ સાથે રશિયાનો તનાવ ચરમ પર હશે?
વારંવાર હું એ વિચારીને આશ્ચર્યચકિત થઈ જઉં છું કે જો બોરિસ યેલ્તસિને પોતાના ઉત્તરાધિકારી પુતિનને ના પસંદ કરીને બીજા કોઈ પર કળશ ઢોળ્યો હોત તો ઇતિહાસ જુદો જ વણાંક લેત.
સ્વાભાવિક છે કે આ પ્રશ્ન ઍકેડમિક છે, પરંતુ ઇતિહાસ આ પ્રકારના 'કિંતુ પરંતુ' અને 'કદાચ'થી ભરેલો પડ્યો છે. પરંતુ એક વાત હું નિશ્ચિતપણે કહી શકું કે આ 25 વર્ષોમાં પુતિનનાં મેં વિવિધ પહેલુઓ જોયા છે અને આ જોવાવાળો હું એકલો નથી.
નાટોનાં પૂર્વ ચીફ લૉર્ડ રૉબર્ટસને 2023માં મને કહ્યું હતું કે, જે પુતિનને હું મળ્યો હતો. જેની સાથે સારા સબંધો હતા. નાટો-રશિયા કાઉન્સિલનું ગઠન કર્યું તે આજના લગભગ અહંકારમાં મદ પુતિનથી બિલકુલ નોખા હતા.
મે-2002માં જે વ્યક્તિ બિલકુલ મારી પાછળ ઊભી હતી અને જેણે કહ્યું હતું કે યુક્રેન એક સંપ્રભુતાવાળું સ્વતંત્ર રાષ્ટ્ર છે, અને સુરક્ષાને લઈને તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. હવે તેઓ જ કહી રહ્યા છે કે યુક્રેન એક રાષ્ટ્ર નથી.
મને લાગે છે કે વ્લાદિમીર પુતિન પોતાની ટીકા સાંભળવા નથી માંગતા અને પોતાના દેશ માટે તેમને ખૂબ ઊંચી મહત્ત્વાકાંક્ષા છે. સોવિયત સંઘને દુનિયાની બીજી મહાશક્તિનાં રૂપમાં માન્યતા આપવામાં આવી હતી. આજે તે દિશામાં રશિયા કોઈ દાવો કરી શકે તેમ નથી. અને મને લાગે છે કે આ હકીકત જ તેમના અહંકારને ઠેસ પહોંચાડે છે.
પુતિનમાં આવેલા પરિવર્તનનું કારણ?

ઇમેજ સ્રોત, Ukrainian Presidency / Handout/Anadolu via Getty Images
પુતિનમાં આવેલો બદલાવ અમે જોયો છે. તેનું સંભવિત કારણ એ હોઇ શકે કે, રશિયાને ફરી મહાન બનાવવાની એમની જ્વલંત મહત્ત્વાકાંક્ષા. (અને ઘણા લોકો આને શીતયુદ્ધમાં રશિયાની હારની ભરપાઈ કરવાની આકાંક્ષા તરીકે પણ જુએ છે. )
તેમની આ મહત્ત્વકાંક્ષાએ રશિયાને પોતાના પડોશીઓ અને પશ્ચિમની સાથે ટકરાવનાં રસ્તા પર ધકેલી દીધો છે. જો કે ક્રૅમલિન માટે આનું અલગ કારણ છે.
પુતિન જે ભાષણ આપે છે ટિપ્પણી કરે છે તેનાથી એવું પ્રતિત થાય છે કે એમની અંદર એક અસંતોષ છે કે રશિયા સાથે પશ્ચિમે છળ કર્યું છે. એને અપમાનિત કર્યું છે અને તેની સુરક્ષા ચિંતાઓની અવગણના કરી છે.

ઇમેજ સ્રોત, White Sands Missile Range
જોકે, પુતિન ખુદ એવું માને છે કે તેમણે બોરિસ યેલ્તસિનના 'રશિયાનું ધ્યાન રાખજો'ના નિવેદનનું માન રાખ્યું?
હાલમાં જ મને આ બાબતે રાષ્ટ્રપતિ પુતિનને પ્રશ્ન પૂછવા અને તેનો જવાબ મેળવવાનો મોકો મળ્યો. વર્ષનાં અંતે ચાર કલાક કરતાં વધુ સમય ચાલેલી તેમની પ્રેસ-કૉન્ફરન્સમાં પુતિને મને પ્રશ્ન પૂછવા કહ્યું.
મેં પુતિનને યાદ કરાવ્યું કે, બોરિસ યેલ્તસિને તમે રશિયાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. પરંતુ આપના વિશેષ કથિત સૈન્યઅભિયાનમાં સારું એવા થયેલા નુકશાન, પ્રતિબંધ અને આસમાન આંબતી મોંઘવારી પર તમારું શું કહેવું છે. શું તમે એવું માનો છો કે તમે દેશનું ધ્યાન રાખ્યું છે.?
આના જવાબમાં રાષ્ટ્રપતિ પુતિને જવાબ આપ્યો કે, હા, અને મેં ખાલી ધ્યાન જ નથી રાખ્યું. અમે આને રસાતળમાંથી કિનારે સુધી લઈ આવ્યા છીએ.
પુતિને યેલ્તસિનના રશિયાને એક એવા દેશ સ્વરૂપે ચિત્રિત કર્યો કે જે પોતાની સંપ્રભુતા ખોઈ રહ્યો હતો. તેમણે પશ્ચિમ પર આરોપો લગડતા કહ્યું કે પશ્ચિમ પોતાના ખુદનાં ધ્યેય માટે રશિયાનો ઉપયોગ કરી રહ્યું હતું.
એટલા માટે જ તેઓ યેલ્તસિને સરંક્ષણ આપી તેને શાબાશી આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, રશિયા એક સંપ્રભુતા ધરાવતો દેશ બની રહે તેવું સુનિશ્ચિત કરવા માટે જે સંભવ હોય તે બધું કરી રહ્યો છું.
પુતિન પોતાને રશિયાની સંપ્રભુતાનાં રક્ષક તરીકે રજૂ કરે છે. શું આ તેમનો એ જ નજરિયો છે જેના સહારો લઈ તેઓ યુક્રેન સાથેના યુદ્ધને યોગ્ય ઠેરવી રહ્યા છે?
અથવા પુતિન સાચે જ એવુ માને છે કે આધુનિક રૂસી ઇતિહાસ પર તેમની આ સમજ યોગ્ય છે? હું હજુ પણ નિશ્ચિત નથી. પરંતુ મને લાગે છે કે આ જ મુખ્ય સવાલ છે. આનો જવાબ એ વાતને પ્રભાવિત કરી શકે કે યુદ્ધ કેવી રીતે અટકશે અને રશિયાની ભવિષ્યની દિશા શું હશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












