દાંતમાં પોલાણ કે સડાથી કાયમી છુટકારો મળી શકશે, વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લિયામ બાર્ન્સ
- પદ, બીબીસી ઇસ્ટ મિડલલૅન્ડ્ઝ
દાંતના ઇનેમલને રિપેર કરવામાં અને તેને ફરી ઉત્પન્ન કરવામાં સહાયરૂપ બની શકે, તેવું નવું જેલ દાંતની સારવાર માટે "નવી સંભાવનાઓ" ઊભી કરી શકે છે, એમ દાંતની સારવાર માટે સંશોધન કરનારા વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું.
યુનિવર્સિટી ઑફ નોટ્ટિંગહૅમની સ્કૂલ ઑફ ફાર્મસી તથા ડિપાર્ટમેન્ટ ઑફ કેમીકલ ઍન્ડ એન્વાયરન્મેન્ટલ એન્જીનીયરિંગ ઇનેમલને મજબૂત કરવા માટે તથા દાંતમાં થતા સડાને અટકાવવા માટે વિશ્વભરના સંશોધકો સાથે કામ કરી રહ્યા છે.
યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, આ પ્રોટીન આધારિત પદાર્થ શિશુઓમાં ઇનેમલના વિકાસ માટેનાં ચાવીરૂપ લક્ષણોનું અનુસરણ કરીને કામ કરે છે અને લાળમાં રહેલા કૅલ્શિયમ તથા ફૉસ્ફેટ ઇયોન્સ માટે આધાર તરીકે કામ કરે છે.
આ સંશોધનનાં પૂર્ણ તારણો વૈજ્ઞાનિક જર્નલ નેચર કમ્યુનિકેશન્સમાં પ્રસિદ્ધ થયાં છે.
કરોડો લોકો દાંતના દર્દથી પીડાય છે

ઇમેજ સ્રોત, University of Nottingham
વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન અનુસાર, લગભગ 3.7 અબજ લોકો મોં-દાંતની બીમારીથી પીડાય છે, અને ઇનેમલનો ક્ષય તેનું મુખ્ય પરિબળ છે.
ઇનેમલના ક્ષયથી ઉદ્ભવતી સમસ્યાઓમાં ઇન્ફૅક્શન, સંવેદનશીલતા અને દાંત ગુમાવવાનો સમાવેશ થાય છે. વળી, તેને ડાયાબિટીસ અને હૃદયને લગતી બિમારીઓ જેવી વધુ ગંભીર સમસ્યા સાથે પણ સંબંધ હોઈ શકે છે.
ફ્લૉરાઇડ વાર્નિશ જેવી હાલની સારવાર લક્ષણોમાં રાહત આપી શકે છે, પરંતુ ઇનેમલ કુદરતી રીતે ફરીથી બની શકતું નથી.
આગામી વર્ષે પહેલું ઇનેમલનું ઉત્પાદન આવવાની શક્યતા

ઇમેજ સ્રોત, PA Media
અભ્યાસની આગેવાની લેનારા તથા બાયૉમેડિકલ એન્જીનીયરિંગ ઍન્ડ બાયૉમટીરિયલ્સના ચૅર-પ્રોફેસર અલ્વારો મૅટાએ જણાવ્યું હતું કે, આ નવો પદાર્થ સહેલાઈથી અને ઝડપથી લગાવી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં તેમણે કહ્યું હતું, "અમે રોમાંચની લાગણી અનુભવીએ છીએ, કારણ કે, આ ટૅક્નૉલૉજી ક્લિનિશિયન અને દર્દીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે."
"પ્રથમ ઉત્પાદન આગામી વર્ષમાં પ્રસ્તુત થવાની અપેક્ષા છે અને આ નવી શોધ થોડા જ સમયમાં વિશ્વભરના દર્દીઓ માટે ઉપયોગી બની રહેશે."
શૅફિલ્ડની સ્કૂલ ઑફ ક્લિનિકલ ડેન્ટિસ્ટ્રી ખાતે બાયૉમટીરિયલ્સ સાયન્સના પ્રોફેસર તથા બ્રિટિશ ડેન્ટલ ઍસોસિએશનની હેલ્થ ઍન્ડ સાયન્સ કમિટિના સભ્ય પૉલ હેટ્ટન જણાવે છે, "દાંત રિપેર કરવા માટે કુદરતી ઇનેમલનું પુનઃ સર્જન કરવા માટે દાંતના પદાર્થ વિજ્ઞાનીઓ ઘણાં વર્ષોથી પ્રયાસરત્ છે અને આ સંશોધન પેપર સૂચવે છે કે, આ ક્ષેત્રમાં રોમાંચક પ્રગતિ થઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












