મહાવીર જયંતી : ભગવાન મહાવીર સ્વામી, જૈન ધર્મ અંગેની ખાસ વાતો

મહાવીર જયંતી

ઇમેજ સ્રોત, Getty Images

મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર હતા. તેમનો જન્મ ઈ.સ. પૂર્વે 599માં થયો હોવાનું મનાય છે. તેમના પિતા રાજા સિદ્ધાર્થ અને માતા રાણી ત્રિશલા હતાં અને બાળપણમાં તેમનું નામ વર્ધમાન હતું.

બીબીસી ગુજરાતી

જૈન ધર્મનો આધાર

હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મના પણ કોઈ સંસ્થાપક નથી. જૈન ધર્મ 24 તીર્થંકરોનાં જીવન અને શિક્ષા પર આધારિત છે. તીર્થંકર એટલે એ આત્માઓ જે માનવીય પીડા અને હિંસાથી ભરેલા આ સાંસારિક જીવનને પાર કરીને આધ્યાત્મિક મુક્તિના ક્ષેત્રમાં પહોંચી ગયા છે. તમામ જૈનો માટે 24માં તીર્થંકર મહાવીર જૈનનું ખાસ મહત્ત્વ છે.

મહાવીર આ આધ્યાત્મિક તપસ્વીઓમાં અંતિમ તીર્થંકર હતા પરંતુ, જ્યાં બીજાની ઐતિહાસિકતા અનિશ્ચિત છે, ત્યાં મહાવીર જૈન વિશે સચોટ રીતે કહેવાય છે કે તેમણે આ ધરતી પર જન્મ લીધો છે. અહિંસાના આ ઉપદેશકનો જન્મ ક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો, તેઓ ગૌતમ બુદ્ધના સમકાલીન હતા.

રસપ્રદ બાબત એ છે કે ગૌતમ બુદ્ધની જેમ જ મહાવીર પણ મગધ ક્ષેત્ર એટલે કે આજના બિહારના હતા.

બીબીસી ગુજરાતી

ગૌતમ બુદ્ધ અને મહાવીરના વિચારો સરખા હતા?

ગૌતમ બુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ બુદ્ધ

ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને બ્રાહ્મણોના આધિપત્યવાળા એ યુગમાં વૈદિક વિશ્વાસોના આધિપત્ય સામે ઊઠેલા આંદોલનના પક્ષધર હતા.

મહાવીરના અનુયાયીઓએ પુનર્જન્મના સિદ્ધાંત જેવા કેટલાક વૈદિક વિશ્વાસને અપનાવ્યા છે, પરંતુ ગૌતમ બુદ્ધની જેમ તેઓ જ્ઞાતિબંધનો, દેવતાઓની સર્વોચ્ચતામાં વિશ્વાસ અને પશુબલિ જેવી પ્રથાથી દૂર થઈ ગયા.

મહાવીરના અનુયાયીઓ માટે મુક્તિનો માર્ગ ત્યાગ અને બલિદાન જ છે, પરંતુ તેમાં જીવાત્માઓનો બલિ સામેલ નથી.

બીબીસી ગુજરાતી

મહાવીરના ઉપદેશો શું હતા?

મહાવીર જયંતી

ઇમેજ સ્રોત, MDS0

કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં મહાવીરનો ઉલ્લેખ છે, પરંતુ આજે આપણે તેમના વિશે જે કંઈ પણ જાણીએ છીએ, તેનો આધાર બે જૈન ગ્રંથ છે. પ્રચારાત્મક ‘કલ્પસૂત્ર’- આ ગ્રંથ લખાયો એની સદીઓ પહેલાં મહાવીર થઈ ગયા હતા. આ પહેલાં લખવામાં આવેલું ‘આચારાંગસૂત્ર’ છે. આ ગ્રંથમાં મહાવીરને ભ્રમરણરત, નગ્ન, એકાકી સાધુના રૂપમાં બતાવવામાં આવ્યા છે.

કહેવાય છે કે મહાવીરે 30 વર્ષની વયે ભ્રમણ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેઓ 42 વર્ષની વય સુધી ભ્રમણ કરતા રહ્યા.

ગૌતમ બુદ્ધની જેમ મહાવીરે કોઈ મધ્યમ વર્ગનો ઉપદેશ આપ્યો નથી.

મહાવીરે તેમના અનુયાયીઓને અસત્ય અને મૈથુનત્યાગ, લાલચ અને સાંસારિક વસ્તુઓનો મોહ છોડવા, તમામ પ્રકારની હત્યાઓ અને હિંસા બંધ કરવાનો સંદેશ આપ્યો હતો.

બીબીસી ગુજરાતી

મહાવીર સંન્યાસી કેવી રીતે બન્યા?

મહાવીર સ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કરીને મહાવીરે તેમની યાત્રાની શરૂઆત કરી, પણ તે શરૂઆત એક ભયાનક પીડાજનક કૃત્યથી થઈ હતી.

કલ્પસૂત્રમાં અશોકવૃક્ષ નીચે ઘટેલી એ ક્ષણનું વર્ણન છે. ત્યાં તેમણે તેમના અલંકાર, માળાઓ અને સુંદર વસ્તુઓનો ત્યાગ કર્યો, આકાશમાં ચંદ્ર અને ગ્રહ નક્ષત્રોના શુભ સંયોજનની બેલામાં તેમણે દોઢ દિવસના નિર્જળા ઉપવાસ બાદ દિવ્યવસ્ત્ર ધારણ કર્યું હતું. તેઓ એ સમયે બિલકુલ એકલા હતા. પોતાના કેશ તોડી અને ઘરબાર છોડીને તેઓ સંન્યાસી થઈ ગયા હતા.

બૌદ્ધ જ્યાં તેમનું માથું મુંડાવતા હતા, ત્યાં જૈન શિષ્ય પોતાની મુઠ્ઠીઓથી વાળ લુંચન કરે છે. મહાવીર અને જૈન પરંપરાની શિક્ષાઓ 20મી સદીના ભારતમાં રાજકીય રૂપે મહત્ત્વપૂર્ણ થઈ ગઈ હતી, જ્યારે મહાત્મા ગાંધીએ ઇતિહાસના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય બ્રિટિશરાજને હઠાવવા માટે અહિંસાનો પ્રયોગ કર્યો હતો.

ગાંધીજી જૈન ધર્મની તમામ જીવિત પ્રાણીઓ પ્રત્યે સન્માનની ભાવનાનો આદર કરતા હતા.

અહિંસાનું તેમનું દર્શન લિયો ટૉલસ્ટોય સહિત ઘણા સ્રોતોથી પ્રભાવિત હતું, પરંતુ મહાવીર તેમને અહિંસાના સિપાહી લાગતા હતા.

બીબીસી ગુજરાતી

મહાવીર સ્વામીના ઉપદેશ ક્યાં-ક્યાં ફેલાયા?

મહાવીર જયંતી

મહાવીરના પવિત્ર ઉપદેશ સંપૂર્ણ ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને પશ્ચિમ ભારતના ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં પણ ઘણા લોકોએ જૈન ધર્મ અપનાવ્યો છે.

કર્ણાટકના શ્રવણ બેલગોલામાં તમને સૌથી પ્રસિદ્ધ જૈનતીર્થ મળશે. એક વિશાળકાય પ્રતિમા, જે એક પર્વતના શિખરને તોડીને બાનાવાઈ છે, તેને બાહુબલી શિખર કહેવાય છે. જૈન પરંપરા અનુસાર, બાહુબલી અથવા ગોમ્મટ પ્રથમ તીર્થંકરના પુત્ર હતા.

17 મીટર ઊંચી અને આઠ મીટર પહોળી આ પ્રતિમા એક ખડકમાંથી બનેલી વિશ્વની સૌથી વિશાળ માનવનિર્મિત પ્રતિમા છે.

જૈન પ્રતિમાઓ સામાન્ય રીતે તપની અંતિમ અવસ્થા દર્શાવે છે. કઠોર જૈન નિરામિષ (માંસરહિત) ભોજનમાં માંસ અને ઈંડા સિવાય કંદમૂળ પણ વર્જિત છે. કદાચ એ માટે કે તેને ઉખાડવાથી જમીનમાં આસપાસની વનસ્પતિ અને નાનાં જીવ-જંતુઓને નુકસાન થઈ શકે છે.

બીબીસી ગુજરાતી

મહિલાઓ અંગે વિચાર

જૈન સમુદાયમાં એ વાત પર મતભેદ છે કે મહિલાઓ જ્ઞાન અને મુક્તિના માર્ગ પર ચાલી શકે કે નહીં. એક જૈન ગ્રંથ અનુસાર મહાવીર મહિલાઓની વિશ્વનું સૌથી મોટું પ્રલોભન ગણે છે અને કઠોર જૈન પરંપરા અનુસાર, મહિલાઓ સંન્યાસી થઈ ન શકે, કારણકે તેમના શરીરમાં અંડકોશનું નિર્માણ થાય છે, જે માસિકસ્રાવ દરમિયાન માર્યા જાય છે.

મહાવીરના સમયમાં જ આ કઠોર જૈન આચરણનું પાલન કરવું મુશ્કેલ હતું અને આધુનિક ભારતમાં તો આ વધુ મુશ્કેલ બની ગયું છે. વાસ્તવમાં મુશ્કેલ માર્ગના કારણે જ આ ધર્મ ભારતની બહાર બૌદ્ધ ધર્મની જેમ ફેલાઈ ન શક્યો.

જૈન સમુદાય આજે તેની વ્યવહારિક કુશળતા અને વ્યવસાયિક નૈતિકતા માટે ઓળખાય છે અને આજે તેઓ દેશના સૌથી ધનિક અલ્પસંખ્યક સમુદાયમાંથી એક છે

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી