ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કામાં કોણ કોની સામે લડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાટે એક ડિસેમ્બરે મતદાન યોજાવા જઈ રહ્યું છે.
પ્રથમ તબક્કામાં 182 પૈકી 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાશે.
પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન યોજાશે. આ બેઠકોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 70 મહિલાઓ અને 399 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ગુજરાતમાં ચૂંટણી અધિકારી પી. ભારતીએ કહ્યું કે મતદાન માટેની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. 19 જિલ્લાઓમાં મતદાન યોજાશે. મતદાનમથકો પર તહેનાત રહેનાર કર્મચારીઓનું પ્રશિક્ષણ પૂરું થઈ ગયું છે. 50 ટકા મતદાનમથકો પર વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે.
ત્યારે જાણીએ ક્યા પક્ષે કઈ બેઠક પરથી કોને ટિકિટ આપી છે અને ક્યા દિગ્ગજ નેતાઓ કોની સામે લડી રહ્યા છે?








End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













