એ ત્રણ બાબતો જે તમને દેવામાંથી બહાર કાઢી શકે

રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આઈવીબી કાર્તિકેય
    • પદ, બીબીસી માટે

નવું નાણાકીય વર્ષ એક એપ્રિલથી શરૂ થઈ ગયું છે.

વિવિધ રોકાણોમાંથી મળતા વળતરની સરખામણી કરવા અને ભાવિ રોકાણોનું આયોજન કરવા માટે એપ્રિલ આદર્શ મહિનો ગણાય છે.

ઉપરાંત બજેટમાં રજૂ કરાયેલા નવા ટૅક્સના નિયમો આ મહિનાથી અમલમાં આવશે. તેથી, પર્સનલ ફાઇનાન્સ મૅનેજમૅન્ટ માટે પણ એપ્રિલ એ મહત્ત્વપૂર્ણ સમય છે.

આ અહેવાલમાં આપણે જાણીશું કે નાણાકીય આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે માત્ર આ મહિને જ નહીં, પરંતુ નવા નાણાકીય વર્ષ દરમિયાન શું કરવું જોઈએ.

પ્રવૃત્તિનાં ત્રણ ક્ષેત્રો છે, જેના પર આપણે સૌએ નવા નાણાકીય વર્ષમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

  • ફરજિયાત સાવચેતી
  • રોકાણ પર વળતરનું વિશ્લેષણ
  • રોકાણ/ખર્ચ ખાતું
બીબીસી ગુજરાતી

ફરજિયાત સાવચેતીઓ

નૉમિની માટે ચોક્કસ વીમામાં ફેરફાર કરવાની તક

ઇમેજ સ્રોત, Getty Images

પર્સનલ ફાઇનાન્સ મૅનેજમૅન્ટમાં પ્રથમ વિચારણા છે વીમો. યોગ્ય જીવનવીમો અને મેડિક્લેઇમ લેવાનું રાખવું જોઈએ. તેની સાથે બાંધછોડ ન કરવી જોઈએ.

ઘણા લોકો જ્યારે ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થાય, ત્યાં સુધી વીમો લેવાનું મુલતવી રાખે છે. જોકે તમારું આરોગ્ય વીમા પ્રીમિયમ દર વર્ષે તમારી ઉંમર સાથે વધતું જાય છે.

આ ઉપરાંત અમુક બીમારીઓ માટે કવરેજ તરત જ અસરકારક ન હોઈ શકે. તેઓ પરિપક્વતા સુધી પહોંચવા માટે મહત્તમ ચાર વર્ષનો સમય લે છે. તેથી વ્યક્તિએ તાત્કાલિક જરૂરિયાત મુજબ વીમો લેવો એ લાભદાયી માનવામાં આવે છે.

નાણાકીય અનિશ્ચિતતા

દાખલા તરીકે જ્યારે કોઈ વ્યક્તિ મેડિક્લેઇમ લે છે, ત્યારે તે પ્રથમ વર્ષમાં કૅન્સર અથવા સર્જરી કરાવી શકતા નથી. પ્રથમ વર્ષમાં કવરેજ માત્ર આંતરિક રોગો માટે જ હોય છે.

વીમા પૉલિસી ઉપરાંત પર્સનલ ફાઇનાન્સનું બીજું મહત્ત્વનું પાસું એ છે કે તમારા જીવનસાથી અથવા કુટુંબની મહત્ત્વની વ્યક્તિને પણ વીમા સહિતનાં તમારાં રોકાણો વિશે જણાવવું જોઈએ.

ખાતરી કરવી જોઈએ કે વીમા અને રોકાણની વિગતો કમ્પ્યુટર, સ્માર્ટફોન અથવા ડાયરીમાં છે.

જો કોઈ વ્યક્તિગત સલાહકાર હોય તો તેમનો ફોન નંબર સામેલ કરવો જોઈએ.

આવકવેરાના કિસ્સામાં વ્યક્તિએ વિગતો વિશે સાવચેત રહેવું જોઈએ. જેમ કે કોઈ ટૅક્સ સિસ્ટમ પસંદ કરવી, માસિક પગારની ગણતરી કરવા માટે ક્યા પ્રકારના રોકાણની વિગતો સબમિટ કરવી.

નૉમિની માટે ચોક્કસ વીમામાં ફેરફાર કરવાની આ સારી તક છે.

બીબીસી ગુજરાતી

રોકાણ પર વળતર

રોકાણ કરવું જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images

રોકાણ પરના વળતરને સમજવા માટે વિવિધ મૅટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રોકાણ પર વળતર, વાર્ષિક વૃદ્ધિદર (સીએજીઆર), વળતરનો આંતરિકદર (આઈઆરઆર), વળતરનો વિસ્તૃતદર (એક્સઆઈઆરઆર) મહત્ત્વપૂર્ણ છે.

સમાન પદ્ધતિનો ઉપયોગ કરીને તમામ રોકાણોની સમીક્ષા કરી શકાતી નથી. માઇક્રોસોફ્ટ ઍક્સેલનો ઉપયોગ કરીને આ ગણતરી સરળતાથી કરી શકાય છે.

એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં કરાયેલા રોકાણની ગણતરી એક વર્ષ પછી ઍક્સટૅન્ડેડ રેટ ઑફ રિટર્ન (એક્સઆઈઆરઆર)નો ઉપયોગ કરીને કરવી જોઈએ.

રોકાણ

આમ કરવાથી તમને વધુ નફાકારક રોકાણ પદ્ધતિઓ શોધવામાં મદદ મળશે.

બજારની પ્રતિક્રિયા અનુસાર આપણે રોકાણને આયોજિત કરવા જોઈએ. છેલ્લા બે મહિનાથી ભારતીય શૅરબજાર ખોટનો સામનો કરી રહ્યું છે. ત્યારે આપણે સુરક્ષિત રીતે નાણાંનું રોકાણ કરવું જોઈએ. એ માટે ખુદના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ.

શૅરબજાર એક એવું મશીન છે, જે હંમેશા ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરે છે. તેથી રોકાણ વ્યૂહરચનાઓ માત્ર વર્તમાન વળતર જ નહીં પણ ભવિષ્યના વળતરને પણ ધારે છે.

બીબીસી ગુજરાતી

રોકાણ/ખર્ચ ખાતું

 ખર્ચ તમારા રોકાણને અસર કરી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખર્ચનિયંત્રણ એક નાણાકીય બઝવર્ડ જેવું લાગે છે, પરંતુ એ હકીકતમાં જીવનનો એક માર્ગ છે.

જેમજેમ જીવનધોરણ વધે છે, તેમ આજની પેઢીને ઘણી બધી મોજશોખ અને સગવડો ઉપલબ્ધ થાય છે. જે અગાઉની પેઢીને સરળતાથી મળતી નહોતી.

આ બધું મોંઘું હોય છે અને વધતી જતી મોંઘવારી સાથે માસિક ઈએમઆઈ અને અન્ય ખર્ચા પણ વધી રહ્યા છે.

જો આ ખર્ચ તમારા રોકાણને અસર કરશે, તો તમારાં નાણાકીય લક્ષ્યો પર પણ તેની ગંભીર અસર પડશે. આવા સમયે ખર્ચ-રોકાણના સંતુલનને હાંસલ કરવું અઘરું પડી શકે છે.

આ માટે સતત નોંધ લેવી જોઈએ કે આપણે આપણાં નાણાકીય લક્ષ્યોથી કેટલા દૂર છીએ. આમ કરવાથી કોઈ નાણાકીય લાભ તો નહીં થાય પણ એ લક્ષ્ય સુધી પહોંચવાની પ્રતિબદ્ધતા મજબૂત થશે.

બજારની વધઘટ, મોંઘવારી અને અન્ય સમસ્યાઓના આજના યુગમાં નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે કેટલાક કઠિન નિર્ણયો લેવા જરૂરી છે. આવા નિર્ણયો લેવા માટે નાણાકીય લક્ષ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા મહત્ત્વપૂર્ણ છે.

આ સિવાય ખાતરી રાખવી જોઈએ કે રોકાણની રકમ ઇલૅક્ટ્રોનિક ડૅબિટ મારફતે જાય. આમ કરવાથી, પૂર્વ આયોજિત રોકાણ એકીકૃત રીતે કરવામાં આવે છે.

તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. સૌથી મહત્ત્વપૂર્ણ બચત સિદ્ધાંતો પૈકી એક સ્વસ્થ જીવન જીવીને હૉસ્પિટલનો ખર્ચો ઘટાડવાનો પણ છે.

ક્રૅડિટ-કાર્ડના લાભોનો સંપૂર્ણ ઉપયોગ કરો. લગભગ તમામ ક્રૅડિટ-કાર્ડથી ગ્રાહકોને પૉઇન્ટ્સ મારફતે લાભ થતો હોય છે. તેમાંથી મહત્તમ લાભ મેળવો.

જેમ કે ક્રૅડિટ-કાર્ડ પૉઇન્ટથી ટિકિટ બુક કરાવીને મુસાફરીનો ખર્ચ ઘટાડી શકાય છે. તમે આ પૉઇન્ટનો ઉપયોગ ઘરની વસ્તુઓ ખરીદવા માટે પણ કરી શકો છો.

(નોંધ : આ લેખમાં વ્યક્ત કરાયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે.)

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી