ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હૅરિસ સંસદમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી

અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે.
અહીં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રૅટિક પાર્ટનાં કમલા હૅરિસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ટ્રમ્પ વર્ષ 2016માં પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને ગત ચૂંટણીમાં જો બાઇડન સામે હારી ગયા હતા.
કમલા હૅરિસ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ છે. ડેમૉક્રૅટિક પાર્ટીએ રાષ્ટ્રપતિ જો બાઇડનને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા, પરંતુ ટ્રમ્પ સાથેની પહેલી ટેલિવિઝન ડિબૅટ બાદ પાર્ટીએ તેમને હઠાવવાનો નિર્ણય લીધો હતો.
ન કેવળ ટ્રમ્પ અને હૅરિસ વચ્ચે ચૂંટણીજંગ છે, પરંતુ હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવ્ઝના તમામ સભ્યો તથા અમુક રાજ્યોમાં સેનેટના સભ્યો માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે.
અમેરિકામાં 538 ઇલેક્ટ્રૉલ કૉલેજ વોટ છે, જેમાંથી વિજય માટે 270ની જરૂર રહે છે.
મતગણતરી દરમિયાન અમેરિકાની સેનેટની લાઇવ સ્થિતિ
ચૂંટણી પરિણામો દરમિયાન હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવ્ઝની સ્થિતિ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન








