શેરન સ્ટોને કહ્યું સોનીના ભૂતપૂર્વ પ્રમુખે 80ના દાયકામાં યૌન ઉત્પીડન કરેલું

બૅઝિક ઇન્સ્ટિંક્ટ ફિલ્મમાં શેરન

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, બૅઝિક ઇન્સ્ટિંક્ટ ફિલ્મમાં શેરન

ઍક્ટ્રેસ શૅરન સ્ટોને કહ્યું છે કે સોની પિક્ચર્સના ભૂતપૂર્વ વડા સાથે 1980ના દાયકા દરમિયાન એક મિટિંગમાં તેઓ યૌન ઉત્પીડનનો ભોગ બન્યાં હતાં.

જોકે, તેમણે આ અધિકારીનું નામ જાહેર નહોતું કર્યું, પરંતુ તેમણે કહ્યું કે આ ઘટના તેમની લાંબી કારકિર્દીમાં “તેમને થયેલા વિચિત્ર અનુભવોમાં છેલ્લી નહોતી.”

આ મામલે સોની પિક્ચર્સે બીબીસીની પ્રતિક્રિયા માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ નહોતો આપ્યો.

અમેરિકાના ટૉક શો પોડકાસ્ટમાં હોસ્ટ કેલી રિપા સાથેની વાતચીતમાં 65 વર્ષીય ઑસ્કર માટે નૉમિનેટેડ ઍક્ટ્રેસે આ ખુલાસો કર્યો હતો.

નોંધ – આ આર્ટિકલની વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.

તેમણે આ વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તેઓ 80ના દાયકામાં પ્રથમ વખત લોસ એન્જલસ આવ્યાં ત્યારે તેમને ‘સોનીના ભૂતપૂર્વ વડા’ની ઓફિસે મિટિંગ માટે બોલાવાયાં હતાં.

ઍક્ટ્રેસ સ્ટોનના દાવા અનુસાર અધિકારીએ તેમને કહેલું : “લોકો જે તારા વિશે કહે છે એ સાચું જ છે, તું ખૂબ સુંદર છે. દાયકાઓથી અમે તારા જેવી કોઈને જોઈ નથી. બધા તારા વિશે વાત કરી રહ્યા છે, તું સૌથી વધુ ચપળ છે. તું અત્યંત સ્માર્ટ અને સુંદર છે – અને તારા વાળ.”

“પછી એ ચાલીને મારી સામે સુધી પહોંચ્યો અને કહ્યું, ‘પરંતુ પહેલાં’, મારા ચહેરાની બિલકુલ સામે પોતાનું લિંગ કાઢ્યું.”

સ્ટોને કહ્યું તેઓ દિગ્મૂઢ બની ગયા અને અધિકારી થોડા પાછા હઠી પોતાની ડેસ્ક પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા. તેમના જણાવ્યાનુસાર અધિકારીના સેક્રેટરી બાદમાં તેમને ઓફિસની બહાર લઈ ગયા.

સ્ટોન કહે છે, “તેઓ ક્યારેય આ કહાણી અગાઉ ન કહી શક્યા હોત” અને જો તેમણે આ વાત બહાર કરી હોત તો “સોનીએ ક્યારેય તેમને કામની તક ન આપી હોત.”

‘બૅઝિક ઇન્સ્ટિંક્ટ’ની સ્ટોનના જીવન પર ‘અસર’

શેરન સ્ટોન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્ટોને જણાવે છે કે જ્યારે વર્ષ 2021માં તેઓ પોતાની આત્મકથા ‘ધ બ્યૂટી ઑફ લિવિંગ ટ્વાઇસ’ના પ્રમોશન દરમિયાન પોતાની કારકિર્દીમાં પોતે હોલીવૂડમાં અનુભવેલા શોષણ અંગે વાત કરવાનું ખૂબ દબાણ તેમણે અનુભવ્યું હતું. આ પુસ્તક #MeToo મૂવમૅન્ટે જ્યારે મનોરંજન જગતનાં મોટાં નામો દ્વારા કરાયા પદ્ધતિસરના જાતીય શોષણને ઉઘાડું પાડ્યું તેનાં થોડાં વર્ષ બાદ આ પુસ્તક પ્રકાશિત થયું હતું.

1990માં હિટ ફિલ્મ ‘બૅઝિક ઇન્સ્ટિંક્ટ’ સાથે સ્ટોન ‘સેક્સ સિમ્બૉલ’ બની ગયાં હતાં. જે બાદ તેમણે નામાંકિત ફિલ્મ ‘કસિનો’માં પણ કામ કર્યું, જેના માટે તેમને ગોલ્ડ ગ્લોબ ઍવૉર્ડ મળવાની સાથે ઓસ્કર માટે પણ નૉમિનેટ કરાયાં હતાં.

નોંધનીય છે કે શેરન સ્ટોને અગાઉ કહેલું કે પોતાની કારકિર્દીની સૌથી પ્રખ્યાત ભૂમિકા માટે વર્ષ 2004માં તેમણે પોતાના પુત્રની કસ્ટડી ગુમાવવાનો વારો આવ્યો હતો.

તેમણે એક પૉડકાસ્ટમાં કહેલું કે વર્ષ 1992માં આવેલી તેમની ફિલ્મ ‘બૅઝિક ઇન્સ્ટિંક્ટ’ એ તેમની છબિ બગડી હતી.

સ્ટોને પોતાના બાળકની કસ્ટડી માટે થયેલી કોર્ટની કાર્યવાહીને યાદ કરતાં કહેલું કે, “મને યાદ છે કે જજે મારા ચાર વર્ષના પુત્રને પૂછેલું કે, ‘તને ખ્યાલ છે કે તારાં મમ્મી સેક્સ ફિલ્મો બનાવે છે?’”

આ ફિલ્મમાં એક દૃશ્યમાં તેઓ ‘પોતાની જાતને ઍક્સપોઝ’ કરે છે. આ દૃશ્યના કારણે તેમના જણાવ્યા મુજબ તેમણે આ પ્રકારની ભૂમિકા પાછળથી નકારી હતી.

સ્ટોન અને તેમના પૂર્વ પતિ રૉન બ્રૉનસ્ટાઇને વર્ષ 2000માં પુત્ર રોઆનને દત્તક લીધો હતો. પરંતુ જ્યારે વર્ષ 2004માં જજે તેમના છૂટાછેડા દરમિયાન બાળકની કસ્ટડી બ્રોનસ્ટાઇનને સોંપી દીધી હતી.

સ્ટોનના જણાવ્યાનુસાર આ બનાવને કારણે તેમને ‘હૃદયમાં દુખાવો’ ઊપડ્યો હતો. જેની તેમણે સારવાર લેવી પડી હતી.

આજકાલ ટીવી પર જોવા મળતા સેક્સ અને અન્ય કન્ટેન્ટને જોતાં તેમને લાગે છે કે તેમની સાથે ખૂબ ક્રૂર વ્યવહાર થયેલો.

રેડ લાઇન
રેડ લાઇન