પૉર્ન ફિલ્મ બનાવતી વખતે સ્ત્રીની લાગણીનો વિચાર કેમ કરાતો નથી?

એરિકા લસ્ટની ફિલ્મમાં અભિનેત્રી હેઈદી
ઇમેજ કૅપ્શન, એરિકા લસ્ટની ફિલ્મમાં અભિનેત્રી હેઈદી

“સ્ત્રીઓની પણ જાતીય જરૂરિયાતો હોય છે. અમારો જન્મ પણ સેક્સમાંથી થયો છે. સ્ત્રીઓને તમે કેમ ભૂલી જાઓ છો?” આવો સવાલ શૃંગારિક ફિલ્મોનાં દિગ્દર્શિકા એરિકા લસ્ટ પૂછે છે.

એરિકા કહે છે કે “સ્ત્રીઓને પૉર્ન જોવાનું ગમે છે. તેમને પણ પુરુષોની માફક પૉર્નનો આનંદ લૂંટવાની ઇચ્છા થાય છે, પરંતુ મોટા ભાગે પુરુષોને ગમતી પૉર્ન જ તૈયાર કરવામાં આવે છે.”

“મોટા ભાગની પૉર્ન ફિલ્મોમાં પુરુષો જ કેન્દ્રસ્થાને હોય છે, પરંતુ મારી ફિલ્મમાં કાયમ તેનાથી વિપરીત હોય છે. પુરુષકેન્દ્રી પૉર્ન જ શા માટે જોવાનું? તેનાથી તો મૂડ માર્યો જાય.”

વિશ્વની સૌથી મોટી પૉર્ન વેબસાઈટ પૉર્નહબે 2018માં કરેલા સર્વેક્ષણના ડેટા અનુસાર, પૉર્ન સાઈટ પ્રતિ સેકન્ડ 1,000થી વધુ સર્ચ કરવામાં આવતી હોય છે.

લસ્ટ કહે છે કે “સર્ચ કર્યા પછી પણ આપણને તો માચો પૉર્ન જ જોવા મળે છે. એવી પૉર્ન ફિલ્મોમાંના પુરુષો સ્ત્રીઓને લાગણીને જરાય મહત્ત્વ આપતા નથી. કેટલીક વખતે તો તેમની સામે કેવી સ્ત્રી છે તેની દરકાર સુધ્ધાં હોતી નથી.”

તેઓ ઉમેરે છે કે “કોઈ પણ પૉર્ન વેબસાઇટ પર સર્ચ કરી જુઓ... શું જોવા મળે છે? મહિલાઓ વિશેની અભદ્ર કૉમેન્ટ્સ હોય છે. તેમાં સૌંદર્ય કે શૃંગાર કશું હોતું નથી.”

એરિકા એમ પણ કહે છે કે “મોટા ભાગની પૉર્ન ફિલ્મો સ્ત્રીની જાતીય ઇચ્છાનો જરા સરખો વિચાર પણ કરતી નથી. મેં મારી ફિલ્મમાં સ્ત્રી-પુરુષ બન્નેને પોતપોતાનો આનંદ શોધતાં દર્શાવ્યા છે. સેક્સ તો પારસ્પરિક આપ-લે હોવું જોઈએ. સ્ત્રી-પુરુષ બન્નેએ એકમેકની સાથે સમય પસાર કરવો જોઈએ.”

‘મોર ઓર્ગેઝમ પ્લીઝ’ નામના અંગ્રેજી પુસ્તકનાં સહ-લેખિકા અને હોટ બેડ પોડકાસ્ટનાં આયોજક લિસા વિલિયમ્સ કહે છે કે “આપણે સેક્સનો જે પ્રત્યક્ષ આનંદ માણીએ છીએ તે ઑનલાઇન પૉર્નમાં મળતો નથી, એવું અમારા વાચકો અને શ્રોતાઓ કહે છે. પૉર્નમાં સ્ત્રીની જાતીય ઇચ્છાને ધ્યાનમાં લેવાતી નથી, સ્ત્રીની ખરેખર શું ઇચ્છા છે તેનો વિચાર પણ કરવામાં આવતો નથી.”

મોટા ભાગનું પૉર્ન એ જ પુરાણી સંકલ્પના પર આધારિત હોય છે. ઇન્સ્ટાગ્રામમાં તેના પર પ્રતિબંધ છે.

તેમ છતાં એરિકા તેમની પૉર્ન ફિલ્મના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. એ માટે ક્યારેક ફિલ્મના કલાકારો તૈયાર હોતા નથી, પરંતુ તેઓ છૂટ આપે તો એરિકા આ માધ્યમનો ઉપયોગ જરૂર કરે છે.

આવી ફિલ્મોના ફોટોગ્રાફ્સ તથા અન્ય સામગ્રી શેર કરવાની પરવાનગી ઑનલાઇન પ્લૅટફોર્મ આપતાં નથી તે પક્ષપાતપૂર્ણ હોવાનું એરિકા માને છે.

એરિકા ભારપૂર્વક માને છે કે તેમના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ પર સેક્સ વિષયક સામગ્રી સંદર્ભે શેડો બેન એટલે કે સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

bbc gujarati line

ઇન્સ્ટાગ્રામે શા માટે મૂક્યો પ્રતિબંધ?

પૉર્ન

ઇમેજ સ્રોત, ERIKA LUST PRODUCTIONS

ઇન્સ્ટાગ્રામે આ સંબંધે બીબીસીને જણાવ્યું હતું કે “અમે શેડો બેન મૂકતા નથી, પણ કોઈ કન્ટેન્ટ બાબતે ફરિયાદ કરે ત્યારે યોગ્ય પગલાં લેવાં પડે છે. કોઈ નિયમનું ઉલ્લંઘન કરે ત્યારે યૂઝર્સને પ્લૅટફોર્મના નિર્ણયને પડકારવાની તક મળે છે.”

આ સંબંધે લિસા જણાવે છે કે @thehotbedcollective જાતીય શિક્ષણ આપતું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પણ શેડો બેનનો ભોગ બન્યું છે.

તેઓ કહે છે કે “અમે મૂકેલી કેટલીક પોસ્ટને રિપોર્ટ કરવામાં આવી હતી. તેથી તે પોસ્ટ્સને ડિલીટ કરવામાં આવી હતી. ખરેખર અમે કશું વાંધાજનક પોસ્ટ કર્યું ન હતું. હસ્તમૈથુન કરતી સ્ત્રીનું કળાત્મક પ્રતિનિધિ ચિત્ર અમે પોસ્ટ કર્યું હતું. તે તરત જ હટાવી દેવાયું હતું. આ તો બેવડું વલણ છે. મહિલા સશક્તીકરણ અને પોતાના શરીર વિશેની જાગૃતિનો ઉદ્દેશ એ પગલાંને કારણે માર્યો ગયો હતો.”

bbc gujarati line

જાતીય શિક્ષણનું શું?

પૉર્ન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એરિકા જણાવે છે કે ઇન્ટરનેટ પર સ્ત્રીઓ વિશે એલફેલ વાતો કરતા એકાઉન્ટ્સ સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી, પરંતુ મહિલાઓને જાતીય શિક્ષણ આપતી પોસ્ટ્સ પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

બીબીસી, યુનાઇટેડ કિંગ્ડમના 2019ના એક સર્વેક્ષણમાં એક-તૃતીયાંશ સ્ત્રીઓએ એવું જણાવ્યું હતું કે પૉર્નને લીધે તેમને જાતીય શિક્ષણ મળે છે, જ્યારે એનએસપીસીસી, યુનાઇટેડ કિંગ્ડમના 2017ના સર્વેક્ષણના તારણ મુજબ, 53 ટકા છોકરાઓ એવું માને છે કે ઑનલાઇન પૉર્ન ફિલ્મમાં જે જોવા મળે છે એ જ વાસ્તવિકતા હોય છે.

એરિકા કહે છે કે “આપણા સમાજમાં સેક્સ વિશે યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી. તેથી ટીનેજર્સ આપોઆપ પૉર્ન તરફ વળે છે. લોકોએ સેક્સ વિશે જાણવું હોય છે, તે શું હોય છે તે જોવું હોય છે, એટલે તેઓ પૉર્ન તરફ વળતા હોય છે.”

“જોકે, એથિકલ પૉર્ન કે જેમાં શોષણ ન થતું હોય એવું પૉર્ન ઑનલાઇન શોધવાનું મુશ્કેલ છે. ક્યારેય તો પૉર્ન જોવા માટે પૈસા ચૂકવવા પડે છે,” એવું લિસા જણાવે છે.

શૃંગારિક ફિલ્મોનાં હીરોઈન હૈદી કહે છે કે “હું 13-14 વર્ષની થઈ ત્યારથી સેક્સ પ્રત્યે ધ્યાન આપવા લાગી હતી. મારી પાસે ઇન્ટરનેટ નામનું જાદુઈ સાધન હતું.”

હૈદીએ એરિકાની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. હૈદી ઉમેરે છે કે “પૉર્નની પોતાના પર કેટલી હદે અસર થાય છે તે જણાવનારી અમારી કદાચ પહેલી પેઢી હશે. પૉર્નનો પ્રભાવ માત્ર યુવા પેઢી પર નહીં, દરેક પર પડે છે.”

“મારા જાતીય જીવનની શરૂઆતમાં મેં પૉર્નનો પ્રભાવ અનુભવ્યો છે. મારા એક પાર્ટનરે એક વખત મારા મોં પર થૂંકીને કહ્યું હતું કે ગંદી છોકરી, તને આ જરૂર ગમશે.”

બીબીસી

‘સ્ત્રીની લાગણીની અવગણના’

મહિલાઓને પોર્નમાં દર્શાવવામાં આવે છે.
ઇમેજ કૅપ્શન, મહિલાઓને પોર્નમાં દર્શાવવામાં આવે છે.

લિસા કહે છે કે “સ્ત્રીઓને પણ જાતીય ઇચ્છા હોય છે. તેમને પણ પૉર્ન જોવાનું ગમતું હોય છે, પરંતુ આજે જે પૉર્ન દેખાડવામાં આવે છે તે જોવાનું ક્યારેક કેટલું અસહ્ય હોય છે તેનો વિચાર કરવાની તસ્દી સુધ્ધાં કોઈએ લીધી નથી.”

લિસા ઉમેરે છે કે “આપણા શરીરની સંવેદનાને સમજીને ઉત્કટતા શું છે, પ્રેમ-આકર્ષણ શું છે તે જોવાનું હોય છે. અમારી સંકલ્પનાને સમજે અને અમારી ઇચ્છાને સંતોષે તેવું પૉર્ન હોવું જોઈએ.”

હૈદી કહે છે કે “મેં એરિકા સાથે બે વર્ષ કામ કર્યું છે. મારા જેવી યુવતીના સંપૂર્ણ શરીરને એરિકાએ સૌથી વધુ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. તેના જેવું બીજું કોઈ નથી. હું 21 વર્ષની થઈ ત્યારે મને તેની જરૂરિયાત સમજાઈ હતી.”

bbc gujarati line
bbc gujarati line