સોનાનું આ ટૉઇલેટ માત્ર પાંચ મિનિટમાં કેવી રીતે ચોરાઈ ગયું, કેટલી હતી કિંમત?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માર્ટિન ઇસ્ટોગ
- પદ, બીબીસી ન્યૂઝ, ઑક્સફર્ડ
યુકેમાં બ્લૅહનેમ પૅલેસ ખાતે એક પ્રદર્શનમાં રાખવામાં આવેલું 48 લાખ પાઉન્ડ (લગભગ 52.67 કરોડ રૂપિયા)નું સૉલિડ સોનાનું ટૉઇલેટ ચોરાઈ ગયું છે.
માત્ર પાંચ મિનિટની અંદર આ સોનાનું ટૉઇલેટ ચોરાઈ ગયું હતું.
સપ્ટેમ્બર 2019માં ઑક્સફર્ડશાયર ખાતે એક આર્ટ ઍક્ઝિબિશનમાં આ ટૉઇલેટ ફિટ કરવામાં આવ્યું હતું. તેને સામાન્ય ટૉઇલેટની જેમ જ ગોઠવવામાં આવ્યું હતું અને તે કામ પણ કરતું હતું.
આ કેસમાં ઑક્સફર્ડના 39 વર્ષીય માઇકલ જૉન્સને ચોરીના આરોપ હેઠળ પકડવામાં આવ્યા હતા, પરંતુ તેમણે આરોપો નકારી કાઢ્યા છે. વિન્ડસરના ફ્રૅડરિક સાયન્સ અને વેસ્ટ લંડનના બૉરા ગૂકોક નામના આરોપીઓએ પણ પોતે ગુનેગાર નથી એવો દાવો કર્યો છે. તેમની સામે પ્રોપર્ટીના ગુનાઇત ટ્રાન્સફરનો કેસ હતો.
ઑક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં આ કેસ ચાલી ગયો જેમાં જણાવાયું કે આ ટૉઇલેટને તોડી પાડવામાં આવ્યું હોય તેવી શક્યતા છે. હજુ સુધી તેનો કોઈ પત્તો નથી મળ્યો.
પ્રોસિક્યુટર જુલિયન ક્રિસ્ટોફર કેસીએ કોર્ટને જણાવ્યું કે 14 સપ્ટેમ્બર 2019ના રોજ વહેલી સવારે બ્લૅહનેમ પૅલેસના ગેટને તોડીને બે વાહનોમાં પાંચ લોકો ઘૂસી આવ્યા હતા. તેમણે હથોડાથી દરવાજા તોડ્યા અને સીધા બિલ્ડિંગમાં પ્રવેશી ગયા હતા.
ઘટનાસ્થળેથી તેમનો હથોડો પણ મળી આવ્યો છે.
ટૉઇલેટની ચોરી કરવામાં આવી તેનાથી 17 કલાક અગાઉ તેનો એક ફોટો લેવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વકીલના કહેવા પ્રમાણે લૂંટની જગ્યાની રૅકી કરવા માટે જૉન્સ ત્યાં ગયો હતો અને ત્યારે જ ફોટો પાડ્યો હતો.
ક્રિસ્ટોફરે કોર્ટને જણાવ્યું કે આ ચોરી કરવામાં તેમને માત્ર પાંચ મિનિટ લાગી હતી.
98 કિલો વજનના સોનાના ટૉઇલેટને કોણ ઉપાડી ગયું?

ઇમેજ સ્રોત, Blenheim Palace
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે જણાવ્યું કે, સોનાની કળાકૃતિનો હજુ સુધી પત્તો નથી લાગ્યો. તેને સોનાનાં નાનાં ટુકડામાં તોડી પાડવામાં આવ્યું હોય તેવી શક્યતા છે.
જૅમ્સ શીન નામની 40 વર્ષીય એક વ્યક્તિએ લૂંટ, ક્રિમિનલ પ્રોપર્ટીના ટ્રાન્સફર અને તેના માટેના ષડયંત્રમાં સામેલ હોવાનું એપ્રિલ 2024માં સ્વીકાર્યું હતું.
ચોરાયેલા ટૉઇલેટનું નામ ઍન્ટાઇટલ્ડ અમેરિકા હતું અને તે 18 કૅરેટનું ગોલ્ડ ટૉઇલેટનું હતું. ઇટાલીના કૉન્સેપ્ચ્યુઅલ આર્ટિસ્ટ મૉરિઝિયો કૅટલેન દ્વારા તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું.
સંપૂર્ણ ગોલ્ડના બનેલા ટૉઇલેટનું વજન લગભગ 98 કિલો હતું અને તેની માટે 60 લાખ ડૉલરનો વીમો ઉતારવામાં આવ્યો હતો.
તે સમયે ગોલ્ડનો જે ભાવ ચાલતો હતો તે મુજબ સપ્ટેમ્બર 2019માં ટૉઇલેટમાં વપરાયેલા માત્ર સોનાની કિંમત 28 લાખ પાઉન્ડ થઈ હોત.
સરકારી વકીલોએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓ - શીન, ડૉ અને ગૂકોકના મોબાઇલ ફોનની તપાસ કરવામાં આવી હતી. તેમના મૅસેજ, વોઇસ નોટ અને સ્ક્રીન શૉટથી જાણવા મળ્યું કે લગભગ 20 કિલો ચોરાયેલાં સોના માટે તેમણે કિલો દીઠ 25,632 પાઉન્ડ(28 લાખ 12 હજાર રૂપિયા)નો ભાવ નક્કી કર્યો હતો.
લંડનમાં હેટન ગાર્ડનમાં જ્વેલરીનું કામકાજ કરતા ગૂકોકને દરેક કિલોના વેચાણ દીઠ ત્રણ હજાર પાઉન્ડનો ફાયદો થયો હશે એવું માનવામાં આવે છે.
આ જગ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઉટ છે અને સર વિલિયમ ચર્ચિલનો અહીં જન્મ થયો હતો.
આ કેસ હજુ પણ ચાલુ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












