બીબીસી 100 વુમન : 'હું 21 વર્ષની હતી ત્યારે માથામાં ટાલ પડવા લાગી હતી', નાની ઉંમરે પણ થતી આ બીમારી શું છે?

વાળ ખરવા કે ઉતરવા, ટાલ પડવી, વાળની સંભાળ, ઍલોપેસિયા, બીબીસી 100 વુમન, ઑલિવિયા મૅકવિગ, માથાની વિગ, ઇન્સ્ટાગ્રામ, ટીકટૉક

ઇમેજ સ્રોત, Olivia McVeigh

ઑલિવિયા મૅકવે ઉત્તર આયર્લૅન્ડની ટાયરવન વિસ્તારમાં રહે છે અને તેમને વર્ષ 2024ની 'બીબીસી 100 વુમન'ની યાદીમાં સ્થાન મળ્યું છે.

ઑલિવિયાનું કહેવું છે કે ઍલોપીસિયાગ્રસ્ત મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવું તેમનાં માટે ગર્વની વાત છે.

ઑલિવિયા માત્ર 17 વર્ષનાં હતાં, ત્યારે તેમનાં વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ હતી. એ પછી તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એલોપીસિયા (ઉંદરી)ના વિશે જાગૃતિ લાવવા પ્રયાસરત છે. જે પોતાનાં જેવા જ લોકો સાથે સંપર્ક સાધવાનું માધ્યમ પણ છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'17 વર્ષની ઉંમરે વાળ ખરવા લાગ્યા'

વાળ ખરવા કે ઉતરવા, ટાલ પડવી, વાળની સંભાળ, ઍલોપીસિયા, બીબીસી 100 વુમન, ઑલિવિયા મૅકવિગ, માથાની વિગ, ઇન્સ્ટાગ્રામ, ટીકટૉક

ઇમેજ સ્રોત, Olivia McVeigh

ઇમેજ કૅપ્શન, ઑલિવિયા

ઑલિવિયાનાં કહેવા પ્રમાણે, "એ સમયે મને લાગતું હતું કે લોકોને ખબર પડશે કે મને ઍલોપીસિયા છે, તો તેઓ મને અલગ નજરથી જોશે, પરંતુ હવે હું લોકોને આના વિશે જણાવું છું અને તે મારું ફેવરિટ કામ બની ગયું છે."

તેઓ કહે છે, "હું દરરોજ ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ ઉપર હેરલૉસ વિશે વાત કરું છું."

ઑલિવિયાએ મૅક-અપ આર્ટિસ્ટ તરીકે તાલીમ લીધી છે. બીબીસી ન્યૂઝ એનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે વિગએ હવે મારી ઓળખનો ભાગ બની ગઈ છે.

ઑલિવિયા કહે છે, "હું 17 વર્ષની ઉંમરે શાળામાં હતી ત્યારે મને અહેસાસ થયો કે મારાં વાળ ખરી રહ્યાં છે."

"મને યાદ છે કે હું બાથરૂમમાં જતી અને કાચમાં મારું તાળવું જોઈ શકતી હતી. આમ છતાં મેં તેના વિશે ખાસ ધ્યાન આપ્યું ન હતું."

એક તબક્કો આવ્યો કે જ્યારે ઑલિવિયાને ઓછા વાળને કારણે અવસાદ થવા લાગ્યો અને તે 'એ' સ્તર પર પહોંચી ગયો.

21ની ઉંમરે નવો 'અવતાર'

વાળ ખરવા કે ઉતરવા, ટાલ પડવી, વાળની સંભાળ, ઍલોપેસિયા, બીબીસી 100 વુમન, ઑલિવિયા મૅકવિગ, માથાની વિગ, ઇન્સ્ટાગ્રામ, ટીકટૉક

ઇમેજ સ્રોત, Olivia McVeigh

ઑલિવિયાને 21 વર્ષની ઉંમરે ટાલ પડવા લાગી હતી, એ સમયે તેમણે વિગનો આધાર લેવાનો વિચાર કર્યો.

"મેં વિગ પહેરવાનું શરૂ કર્યું અને મનોમન વિચાર્યું કે આ બધા મારાં જીવનના નાના-નાના પડાવ છે."

"ઘણાં લોકોને આ કોઈ મોટી વાત નથી લાગતી, પરંતુ જે લોકો તેમાંથી પસાર થાય છે, તેઓ જાણે છે કે તેની કેટલી મોટી અસર થતી હોય છે."

ઑલિવિયા તેમની અવનવી સ્ટાઇલ્સ વિશે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતાં અને હેરલૉસ વિશે વાત કરતાં.

ઑલિવિયા કહે છે, "મેં સોશિયલ મીડિયા ઉપર વાત કરવાનું શરૂ કર્યું, કારણ કે હું ખરેખર ખૂબ જ નાનાં વિસ્તારમાં રહું છું."

"મેં વિચાર્યું કે જો હું પોતે જ બધાંને કહી દઉં કે હું વિગ પહેરું છું તો કોઈને મારા વિશે કૂથલી કરવાની તક નહીં મળે. એ પછી તો જાણે ઘમાસાણ મચી ગયું."

વીડિયો કૅપ્શન, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાએ કહ્યું, ઇસ્લામિક સ્ટેટ જૂથને સજા અપાવવામાં યુએન નિષ્ફળ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑલિવિયાના સોશિયલ મીડિયા ઉપર પાંચ લાખ જેટલા ફૉલોઅર્સ છે અને તેઓ વિગ વિશે વર્કશૉપ પણ કરે છે. શરૂઆતના દિવસો વિશે વાત કરતા ઑલિવિયા કહે છે:

"પહેલાં તો હું ક્યાંય જતી, તો મેં એકલીએ જ વિગ પહેરી હોય અને મને એકલવાયું લાગતું. પરંતુ જ્યારથી મેં વર્કશૉપ કરાવવાનું શરૂ કર્યું."

"મારાં જેવી મહિલાઓને મળવા લાગી તો અમારો એક સમુદાય બની ગયો. જેણે મને મારી જાતના આ હિસ્સાને ચાહતા શીખવ્યું."

"મારી દરેક વિગને મેં એક નામ આપ્યું છે તથા મને તે દેખાડવી ગમે છે."

"હજુ પણ તેને બદનામીની જેમ જોવામાં આવે છે તેના વિશે ચર્ચા નથી થતી. લોકોને ખબર નથી પડતી કે તેની સાથે કેવી રીતે વર્તવું. હું તેને સામાન્યરૂપ બનાવવા પ્રયાસરત છું."

બીબીસીએ વિશ્વભરમાંથી 100 પ્રભાવક અને પ્રેરણાત્મક મહિલાઓની યાદી તૈયાર કરી છે. જેમાં અવકાશમાં ફસાયેલાં ઍસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ, રેપ સર્વાઇવર જિઝેલ પેલિકોટ અને અભિનેત્રી શેરૉન સ્ટૉનનો પણ સમાવેશ થાય છે.

ઑલિવિયાનાં કહેવા પ્રમાણે, "આવાં અભૂતપૂર્વ મહિલાઓની વચ્ચે હું વિગ પહેરનારાં અને ઍલોપેસિયાગ્રસ્ત મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી રહી રહી છું."

"આ યાદીમાં સ્થાન મેળવવું એ મારાં માટે ગર્વની વાત છે. મને ગર્વ છે કે મેં આટલી પ્રગતિ કરી છે."

શું છે ઍલોપેસિયા?

વાળ ખરવા કે ઉતરવા, ટાલ પડવી, વાળની સંભાળ, ઍલોપેસિયા, બીબીસી 100 વુમન, ઑલિવિયા મૅકવિગ, માથાની વિગ, ઇન્સ્ટાગ્રામ, ટીકટૉક

ઇમેજ સ્રોત, Olivia McVeigh

ઇમેજ કૅપ્શન, ઑલિવિયાને 21 વર્ષની ઉંમરે ટાલ પડવા લાગી હતી

ઍલોપીસિયા આરેટાએ ઑટોઇમ્યુન બીમારી છે. જેમાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા તેના વાળની ગ્રંથિઓ ઉપર પ્રહાર કરે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે.

અમુક પ્રકારના ગંભીર કિસ્સામાં ભમ્મર, નાક, ચામડી તથા સમગ્ર શરીર પરથી વાળ જતા રહે છે.

જેના કારણે તેમની શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતામાં અવરોધ ઊભો થાય છે. તેના કારણે અનેક પ્રકારની બીમારીઓ થવાની સંભાવના પણ વધી જાય છે.

ઍલોપીસિયાના કારણે અન્ય પ્રકારના પડકારોનો પણ સામનો કરવો પડે છે કે જેમ કે તણાવ અને ચિંતા થાય છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે ઍલોપીસિયાને કારણે લોકો શાળા અને ઓફિસમાં મુશ્કેલી અનુભવી શકે છે અને તેઓ એકલવાયું અનુભવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.