આકાશમાં દેખાશે કાળો ચંદ્ર, કેમ ચંદ્રમા આવો થશે અને કેવી રીતે જોવા મળશે?

બ્લેક મૂન શું છે, બ્લેક મૂન ક્યારે અને શા માટે થાય, બ્લૂ મૂન, ખગોળશાસ્ત્ર ખગોળીય ઘટના, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

ફિલ્મ 'વિશ્વનાથ'માં વિલનનું પાત્ર ભજવતા રણજિત એક ડાયલૉગ કહે છે, 'વન્સ ઇન અ બ્લૂ મૂન, કભી-કભી...' દાઢી ઉપર આંગળીઓ ફેરવતા-ફેરવતા જે કુટિલતાથી રણજિત આ સંવાદ કહે છે, તે ખૂબ જ લોકપ્રિય થયો હતો.

જોકે, જ્વલ્લે જ બનતી ઘટનાઓ માટે 'વન્સ ઇન અ બ્લૅક મૂન....' વાત પણ એટલી જ ખરી ઊતરે છે અને આવી જ એક ઘટના ઑગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન જોવા મળશે.

આ દિવસે આકાશમાં ચંદ્ર દેખાશે નહીં, જેથી કરીને આકાશગંગા, તારા તથા બ્રહ્માંડનો ખજાનો ખગોળશાસ્ત્રીઓ સામે ખૂલી જાય છે.

ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો અમુક અવકાશી પદાર્થોને નરી આંખે પણ જોઈ શકતા હોય છે, એટલે તેમને પણ બ્લૅક મૂન વિશે ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે.

જોકે, બ્લૅક મૂન એ તેનું સત્તાવાર કે ખગોળીય નામ નથી, પરંતુ જ્યારે સામાન્ય કરતાં વધુ સંખ્યામાં નવીન ચંદ્ર જોવા મળે, ત્યારે આ શબ્દપ્રયોગ થાય છે.

'કાળો ચંદ્ર' એટલે શું?

બ્લેક મૂન શું છે, બ્લેક મૂન ક્યારે અને શા માટે થાય, બ્લૂ મૂન, ખગોળશાસ્ત્ર ખગોળીય ઘટના, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્રની કળા કે તબક્કા

આમ તો બ્લૅક મૂનની અલગ-અલગ અનેક વ્યાખ્યા છે, પરંતુ સરળ ભાષામાં કહીએ તો જ્યારે એક જ મહિનામાં બે નવા ચંદ્ર જોવા મળે, ત્યારે તેને 'બ્લૅક મૂન' કહેવામાં આવે છે.

જ્યારે ચંદ્ર એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય, ત્યારે ચંદ્રની ઉપર સૂર્યપ્રકાશ પડે છે, પરંતુ તે ચંદ્રના એવા ભાગ ઉપર પડે છે કે જેને આપણે પૃથ્વી પરથી જોઈ શકતા નથી. તેને 'નવીન ચંદ્ર' (ન્યૂ મૂન) પણ કહેવામાં આવે છે.

તે ચંદ્રગ્રહણ નથી, પરંતુ 'સિઝનલ બ્લૅક મૂન' નામની ખગોળીય ઘટના છે. માસિક બ્લૅક મૂન સરેરાશ 29 મહિનાના અંતરે જોવા મળે છે તથા સિઝનલ બ્લૅક મૂન 33 મહિનાના ગાળામાં જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચાલુ વર્ષે 23મી ઑગસ્ટના દિવસે બ્લૅક મૂનની ઘટના જોવા મળશે. તે ચાલુ ખગોળીય સિઝનનું છેલ્લું બ્લૅક મૂન છે. ફરી તે વર્ષ 2027માં જોવા મળશે.

કૅલેન્ડરના કોઈ એક માસ દરમિયાન ચંદ્રકળા તેના ચક્રમાંથી પસાર થાય છે. સામાન્ય રીતે દર મહિને પૃથ્વી પરથી ચંદ્રને જોતા તેનો સંપૂર્ણપણે અસ્ત થતો જણાય છે અને નવો ચંદ્ર જોવા મળે છે.

જોકે, અમુક વર્ષો પછી એક જ (કૅલેન્ડર) માસમાં બે નવા ચંદ્ર જોવા મળે છે, જેને બ્લૅક મૂન કહેવામાં આવે છે.

'કાળો ચંદ્ર' કેમ દેખાય છે?

પેટ પર જામેલી ચરબી કેટલી ખતરનાક છે, તેને ઘટાડવાના 5 ઉપાય કયા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્લૂ મૂનની ફાઇલ તસવીર

જો આપણી પૃથ્વીએ સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તો ચંદ્રએ પૃથ્વીનું પરિભ્રમણ કરે છે. ચંદ્રને તેની કળાઓ પૂર્ણ કરવા માટે 29.5 દિવસનો સમય લાગે છે.

આમ ચંદ્ર 354 દિવસમાં પૃથ્વીની 12 પ્રદક્ષિણા પૂર્ણ કરી લે છે. જે કૅલેન્ડર વર્ષના 365 (અને જો લીપ વર્ષ હોય તો 366 દિવસ) કરતાં ઓછો સમય છે.

જેથી કરીને દર અઢી વર્ષે એક મહિનો એવો આવે કે જ્યારે તમને એક જ (કૅલેન્ડર) મહિનામાં બે વખત નવીન ચંદ્ર જોવા મળે. આ બીજો ચંદ્ર એટલે બ્લૅક મૂન.

બ્લૅક મૂન એ બ્લૂ મૂનથી વિપરીતની ઘટના છે. બ્લૅક મૂનમાં એક જ માસ દરમિયાન બે 'પૂર્ણ ચંદ્ર' જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન