ભારત પર 50% ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકન માર્કેટમાં પાકિસ્તાની ઉત્પાદનો માટે નિકાસની કેટલી તક વધી?

ટ્રમ્પ ટેરિફ પાકિસ્તાન ભારત અમેરિકા, અથાણાં મસાલા નરેન્દ્ર મોદી શરીફ ડોનાલ્ડ ટ્રમ્પ, બાસમતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સારા હસન
    • પદ, પત્રકાર

સમગ્ર અમેરિકાની દુકાનોમાં અથાણાં, તૈયાર મસાલાના ડબ્બાઓ, પૅકેજ્ડ શાકભાજી અને બાસમતી ચોખાની સુગંધ ભારત કે પાકિસ્તાનની કરિયાણાની દુકાનોની યાદ અપાવે છે.

તમે તમારા દોસ્ત કે સંબંધી સાથે અમેરિકામાંના પાકિસ્તાની-ભારતીય સમુદાયના વિસ્તારોમાં આવી કોઈ દુકાને ગયા હો આવું શક્ય બની શકે છે.

ન્યૂ યૉર્ક સહિતના અમેરિકાનાં વિવિધ શહેરોમાં તમામ પ્રકારનાં ભારતીય અને પાકિસ્તાની ઉત્પાદનો વેચતી અનેક દુકાનો છે.

એ સિવાય ટાર્ગેટ, વૉલ-માર્ટ અને કૉસ્ટકો જેવા લોકપ્રિય અમેરિકન સ્ટોર્સમાં પણ ભારતીય સામગ્રીનો અલગથી વિભાગ હોય છે. તેમાં ભારતની હળદર, મસાલા, બાસમતી ચોખા અને સુકામેવા વગેરે વેચવામાં આવે છે.

અમેરિકાના મુખ્ય ચેઇન સ્ટોર્સ તથા બ્રાન્ડ્સ સ્ટોર્સમાં ભારત, ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ઉત્પાદિત વસ્ત્ર ઉત્પાદનો મોટા પ્રમાણમાં હોય છે.

અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે. એ પછી એક બાજુ એવી ચિંતા છે કે અમેરિકન ગ્રાહકો માટે ભારતીય ઉત્પાદનો વધારે મોંઘાં થઈ જશે, જ્યારે બીજી તરફ જાણકારોનું માનવું છે કે હવે અમેરિકન માર્કેટમાં પાકિસ્તાન જેવા દેશો માટે વધારે તક સર્જાઈ શકે છે.

ટ્રમ્પ, અમેરિકા ટેરિફ, પાકિસ્તાન માટે તક, બાસમતી ચોખા, કપડાં, ગાર્મેન્ટ, અમેરિકાનું બજાર, ભારત પર 50 ટકા ટેરિફ પાકિસ્તાન પર 19 ટકા, આઈએમએફની લોન, ઊર્જા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

આઇઝા ઇરફાન ન્યૂ યૉર્કમાં રહે છે. ત્યાં ભારતીય અને પાકિસ્તાની સમુદાયના લોકો પણ મોટા પ્રમાણમાં રહે છે. આઇઝા તથા તેમના પરિવારજનોને સ્થાનિક ભોજન બહુ પસંદ છે.

બીબીસી સાથે વાત કરતાં આઇઝા કહે છે, "અમે અમારા રસોડાનો કે ખાવાપીવાનો સામાન ભારતીય દુકાનોમાંથી ખરીદીએ છીએ. એ પૈકીના 50થી 60 ટકા સામાનની આયાત કરવામાં આવે છે. આ રીતે અમેરિકમાં કિંમત વધી રહી છે. ટેરિફના સંપૂર્ણ અમલ પછી ભાવમાં વધુ વધારો થશે અને તેની અસર અમને બધાને થશે."

આઇઝાના કહેવા મુજબ, તેઓ હળદર, બાસમતી ચોખા અને દેશી વાનગીઓ બનાવવાની સામગ્રી દેશી દુકાનોમાંથી ખરીદે છે. એ ત્યાં સસ્તા ભાવે મળે છે.

આઇઝા ભારતીય-અમેરિકન છૂટક વિક્રેતાઓ 'પટેલ બ્રધર્સ' અને 'અપના બજાર' જેવી દુકાનોનું ઉદાહરણ આપે છે. આ દુકાનો સમગ્ર અમેરિકામાં ફેલાયેલી છે અને ભારતથી સામાનની સીધી આયાત કરીને સસ્તા દરે અમેરિકામાં વેચે છે.

આઇઝાને ડર છે કે ટેરિફ અમલી બન્યા બાદ મોંઘો ભારતીય સામાન તેમના ખિસ્સા પર બોજો બની જશે અને તેમણે સસ્તા વિકલ્પો શોધવા પડશે.

અમેરિકાએ ચીન, ભારત અને અન્ય દેશોની સરખામણીએ પાકિસ્તાની ઉત્પાદનો પર ઓછો, એટલે કે 19 ટકા ટેરિફ લાદ્યો છે. એ પછી પાકિસ્તાની અધિકારીઓને આશા છે કે સ્થાનિક ઉત્પાદનોની અમેરિકન માર્કેટમાં પહોંચ બહેતર થઈ શકે છે.

આ તો થઈ આશા, પરંતુ બીજી તરફ હકીકત શું છે અને પાકિસ્તાન આ ટેરિફ-વૉર મારફત અમેરિકન માર્કેટમાં પોતાનું સ્થાન બનાવી શકશે? આ સવાલના જવાબ મેળવવા માટે અમે વ્યાપારી આંકડાઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની નિકાસકારો અને વ્યાપાર તથા આર્થિક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ભારત અને અમેરિકા એકમેકની પાસેથી શું ખરીદે છે?

ટ્રમ્પ, અમેરિકા ટેરિફ, પાકિસ્તાન માટે તક, બાસમતી ચોખા, કપડાં, ગાર્મેન્ટ, અમેરિકાનું બજાર, ભારત પર 50 ટકા ટેરિફ પાકિસ્તાન પર 19 ટકા, આઈએમએફની લોન, ઊર્જા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Aiza Irfan

ઇમેજ કૅપ્શન, અમેરિકાની રિટેઇલ ચેઇનોમાં ભારતનો સામાન છૂટથી મળી રહે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડની ખરીદીને 'અયોગ્ય' ગણાવતાં ભારત પર પહેલા 25 ટકા અને પછી વધુ 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. એ સાથે ભારત પરનો કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે.

આ મહિનાની અંતથી ભારત પર વધારાનો ટેરિફ લાદવા સાથે અમેરિકન માર્કેટમાં ભારતીય ઉત્પાદનો મોંઘાં થઈ જશે. એ કારણે તેમની સ્પર્ધાત્મકતામાં ઘટાડો થશે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ અને ક્રૅડિટ રેટિંગ એજન્સીઓના જણાવ્યા અનુસાર, અમેરિકન ટેરિફના અમલની ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) પર અસર થઈ શકે છે.

અમેરિકા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર 128 અબજ ડૉલરથી વધુનો છે.

અમેરિકન સ્ટેટેસ્ટીક્સ બ્યૂરોના જણાવ્યા અનુસાર, ભારત અમેરિકાને દવાઓ, ટેક્સ્ટાઇલ પ્રોડક્ટ્સ કિંમતી પથ્થર, સોના-ચાંદીનાં ઘરેણાં, ચોખા, મસાલા, ચા અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ વેચે છે.

અમેરિકન વાણિજ્ય વિભાગના આંકડા અનુસાર, ભારતે 2024માં અમેરિકામાં 87 અબજ ડૉલરના મૂલ્યનાં ઉત્પાદનોની નિકાસ કરી હતી, જ્યારે અમેરિકામાંથી 41.5 અબજ ડૉલરના મૂલ્યનાં ઉત્પાદનોની આયાત કરી હતી.

ભારત-અમેરિકા વ્યાપારમાં ભારતનું પલડું ભારે છે. માત્ર વસ્તુઓના મામલામાં જ ભારત સાથેની અમેરિકાની વેપાર ખાધ 45.8 અબજ ડૉલરની છે.

પાકિસ્તાની સામાન ભારતીય ઉત્પાદનોનો વિકલ્પ બની શકે?

ટ્રમ્પ, અમેરિકા ટેરિફ, પાકિસ્તાન માટે તક, બાસમતી ચોખા, કપડાં, ગાર્મેન્ટ, અમેરિકાનું બજાર, ભારત પર 50 ટકા ટેરિફ પાકિસ્તાન પર 19 ટકા, આઈએમએફની લોન, ઊર્જા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, "ભારત અમેરિકાનું મિત્ર છે. તેમ છતાં ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર ભાગીદારી યોગ્ય શરતો મુજબની નથી."

આ વર્ષે ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને 2030 સુધીમાં દ્વિપક્ષી વ્યાપાર 500 અબજ ડૉલર સુધી લઈ જવા બાબતે સંમતિ દર્શાવી હતી.

નિષ્ણાતો અને આર્થિક વિશ્લેષકોનું કહેવું છે કે ચીન અને ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ અમેરિકન માર્કેટમાં પાકિસ્તાની ઉત્પાદનો માટે તક વધી ગઈ છે.

અમેરિકન વાણિજ્ય વિભાગના આંકડા મુજબ, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે કુલ 7.2 અબજ ડૉલરનો વેપાર થાય છે. 2025માં કુલ નિકાસ વધીને 35.9 અબજ ડૉલરની થવાની આશા છે.

2024માં પાકિસ્તાને અમેરિકામાં પાંચ અબજ ડૉલરની સામગ્રીની નિકાસ કરી હતી, જ્યારે અમેરિકામાંથી બે અબજ ડૉલરની સામગ્રીની ખરીદી કરી હતી.

અમેરિકા એવા કેટલાક દેશો પૈકીનો એક છે, જેની સાથેની પાકિસ્તાનની વેપાર ખાધ નથી, પણ ટ્રેડ સરપ્લસ છે.

ભારત પર 50 ટકા ટેરિફ એ પાકિસ્તાન માટે 'દુર્લભ' તક?

ટ્રમ્પ, અમેરિકા ટેરિફ, પાકિસ્તાન માટે તક, બાસમતી ચોખા, કપડાં, ગાર્મેન્ટ, અમેરિકાનું બજાર, ભારત પર 50 ટકા ટેરિફ પાકિસ્તાન પર 19 ટકા, આઈએમએફની લોન, ઊર્જા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ઉત્પાદિત બાસમતી ચોખાની અમેરિકામાં માગ છે.

વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત ડૉ. મંઝૂર અહમદના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની નિકાસ લાંબા સમયથી વધી નથી અને હવે ટેરિફ-વૉરના આ યુગમાં પાકિસ્તાન પાસે તેની હિસ્સેદારી વધારવાની તક છે.

ડૉ. મંઝૂર અહમદ પાકિસ્તાનની ટેરિફ સુધારણા સમિતિના સભ્ય પણ છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેક્સ્ટાઇલ, ચર્મ ઉત્પાદનો, રમતગમતનો સામાન અને ખાદ્ય પદાર્થો જેવા કેટલાંક ક્ષેત્રોમાં પાકિસ્તાન પાસે માર્કેટમાં હિસ્સેદારી મેળવવા માટે પૂરતી ક્ષમતા અને અનુભવ છે.

બીજી તરફ ભારત અમેરિકાનું એક મુખ્ય વ્યાપારી ભાગીદાર છે. આટલો ઊંચો ટેરિફ ભારતીય અને અમેરિકન બન્ને બિઝનેસ માટે એક મોટો આંચકો છે. કેટલાંક વ્યાપારી વર્તુળોના જણાવ્યા અનુસાર, બન્ને દેશોના ધંધાર્થીઓ તેના નિરાકરણના પ્રયાસો કરશે.

અમેરિકાની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 18 ટકા છે.

પાકિસ્તાની નિકાસકારો સામેના પડકારો

ટ્રમ્પ, અમેરિકા ટેરિફ, પાકિસ્તાન માટે તક, બાસમતી ચોખા, કપડાં, ગાર્મેન્ટ, અમેરિકાનું બજાર, ભારત પર 50 ટકા ટેરિફ પાકિસ્તાન પર 19 ટકા, આઈએમએફની લોન, ઊર્જા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પના વલણ અંગે કેટલાક પાકિસ્તાની વેપારીઓ ચિંતિત

અમેરિકા માટે પાકિસ્તાનની સૌથી મોટી નિકાસ વસ્ત્રોની છે, પરંતુ અધિકારીઓથી વિપરીત, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે.

'ઇન્ટરલૂપ' પાકિસ્તાનના સૌથી મોટા નિકાસકારો પૈકીની એક છે, જે અમેરિકામાં પોતાનાં ઉત્પાદન વેચે છે.

કંપનીના વડા મોસદ્દિક ઝુલ્કરનૈને ઍક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે પરિધાન અને ઘરેલું વસ્ત્રોના મોટા રિટેલર્સ પહેલા એ જોશે કે (ટેરિફ ઘટાડા બાબતે) કોઈ કરાર થયો છે કે નહીં અને ત્રણ સપ્તાહ પછી જ તેઓ નવા તેમના ઑર્ડર્સ સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કરશે.

તેમણે લખ્યું હતું કે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ અમલમાં રહેશે તો ઘરેલું વસ્ત્રોમાં પાકિસ્તાનને સૌથી વધારે લાભ થશે. બાંગ્લાદેશ, વિયેતનામ અને પાકિસ્તાનની પરિધાનના પહેલા, બીજા તથા ત્રીજા સૌથી મોટા નિકાસકાર તરીકે પસંદગી થઈ શકે છે.

મોસદ્દિક ઝુલ્કરનૈનના જણાવ્યા અનુસાર, ભારતીય હિસ્સાનો 10થી 15 ટકા હિસ્સો પણ પાકિસ્તાનને ટ્રાન્સફર થાય તો 500 મિલિયનથી 750 મિલિયન ડૉલર સુધીની વધારાની નિકાસ થશે, પરંતુ એ માટે પાકિસ્તાની પ્રોડક્ટ્સની કિંમત ભારતીય ઉત્પાદનોની કિંમતની નજીક હોય તે જરૂરી છે.

બીજી તરફ, પાકિસ્તાનના ટેક્સ્ટાઇલ નિકાસકાર મસૂદ નકીનું કહેવું છે કે અમેરિકાની ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભારતની હિસ્સેદારી આઠ ટકા છે, જ્યારે પાકિસ્તાનની હિસ્સેદારી માત્ર અઢી ટકા છે.

આંકડા મુજબ, કુલ 17 અબજ ડૉલરની પાકિસ્તાની વસ્ત્ર નિકાસમાંથી ચાર અબજ ડૉલરની નિકાસ અમેરિકામાં થાય છે.

આ સ્થિતિમાં પાકિસ્તાનને કેવી રીતે લાભ થઈ શકે, એવા સવાલના જવાબમાં મસૂદ નકીએ જણાવ્યું હતું કે વસ્ત્ર એક વ્યાપક ક્ષેત્ર છે. તેમાં રેડિમેઇડ કપડાંથી માંડીને ટુવાલ, ચાદર વગેરે બધાનો સમાવેશ થાય છે.

ટ્રમ્પ, અમેરિકા ટેરિફ, પાકિસ્તાન માટે તક, બાસમતી ચોખા, કપડાં, ગાર્મેન્ટ, અમેરિકાનું બજાર, ભારત પર 50 ટકા ટેરિફ પાકિસ્તાન પર 19 ટકા, આઈએમએફની લોન, ઊર્જા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
ઇમેજ કૅપ્શન, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારતે રશિયામાંથી ક્રૂડની આયાત વધારી છે.

મસૂદ નકી જણાવ્યું હતું કે કપડાં ઉત્પાદન ક્ષેત્રે પાકિસ્તાન અને ભારત પ્રત્યક્ષ પ્રતિસ્પર્ધી નથી, પરંતુ ચીન અને બાંગ્લાદેશ સાથે પાકિસ્તાન સ્પર્ધા કરે છે.

મસૂદ નકીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની સામે ચીન અને બાંગ્લાદેશના ઉત્પાદનનું સ્તર કંઈ જ નથી.

અહીં નોંધવું જોઈએ કે ટ્રમ્પે ચીન પર 30 ટકા અને બાંગ્લાદેશ પર 20 ટકા ટેરિફ લાદ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ચીનમાંથી કાપડ એકમો અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યાં છે અને સુરક્ષા તથા અન્ય પરિબળો સંબંધે પાકિસ્તાનમાં માહોલ અનુકૂળ રહે તો તેનાથી પાકિસ્તાનને લાંબા ગાળે લાભ થઈ શકે છે.

નિકાસકાર મસૂદ નકીના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બે પક્ષો વચ્ચેનો વ્યાપાર વિશ્વાસ તથા દીર્ઘકાલીન ભાગીદારી પર આધારિત હોય છે, પરંતુ વર્તમાન ટેરિફની સ્થિતિ થોડી અલગ છે.

અમેરિકામાં ઉત્પાદનો ગ્રાહકોની પહોંચ બહાર જશે તો ઇન્ટરનૅશનલ બ્રાન્ડ્સ તેને વેચવાનું બંધ કરી દેશે અને એ સ્થિતિ ભારત ઉપરાંત પાકિસ્તાન માટે પણ હાનિકારક છે, કારણ કે "ગ્રાહકોની રૂચિ ખતમ થઈ જશે તો વ્યાપાર સંકોચાઈ જશે."

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં અનુકૂળ વાતાવરણ બનાવવાની જરૂર છે, જેથી ટેરિફથી પ્રભાવિત દેશોને અહીં સ્થાનાંતરિત થવામાં મદદ મળે, કારણ કે આ એકમાત્ર સમાધાન છે, જેના વડે પાકિસ્તાન નિકાસ વધારી શકે.

ડૉ. મંઝૂર અહમદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને તાજેતરમાં જ ઘરેલુ સ્તરે ટેરિફ સુધારા અમલી બનાવ્યા છે, જેથી મશીનરીની આયાત શક્ય બને. આ સુધારા પહેલાં ઍપ્પલ અને સૅમસંગ જેવી અગ્રણી ટૅક્નૉલૉજી કંપનીઓ માટે પાકિસ્તાનમાં સ્થાનાંતરિત થવું શક્ય ન હતું.

મસૂદ નકી પણ કહે છે, "આપણે ટેરિફને બદલે પરિસ્થિતિનો લાભ લેવા માટે કામ કરવું પડશે, કારણ કે આ એક એવો લાભ છે, જે દીર્ઘકાલીન હશે."

અમેરિકાસ્થિત અર્થશાસ્ત્રી ઉજૈર યૂનિસનું કહેવું છે કે ટેરિફ પછી પાકિસ્તાન ભારતથી બહેતર સ્થિતિમાં છે. ખાસ કરીને ટેક્સ્ટાઇલ ક્ષેત્રે, જ્યાં ઉત્પાદન વધવાની શક્યતા છે.

તેમણે કહ્યું હતું, "ભારતના 50 ટકા ટેરિફની સરખામણીએ પાકિસ્તાનને 19 ટકા ટેરિફ સાથે સ્પર્ધાત્મક લાભ મળેલો છે, પરંતુ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ સાથે ચાલી રહેલી ઊર્જા સુધારા વાટાઘાટો જલદી પૂર્ણ કરવી મહત્ત્વપૂર્ણ છે, જેથી ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય."

તેમનું કહેવું છે કે પાકિસ્તાનના ટેક્સ્ટાઇલ સેક્ટરમાં વ્યાપક ક્ષમતા છે અને વર્તમાન પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ લઈ શકાય તેમ છે.

બાસમતી ચોખાની માર્કેટમાં પાકિસ્તાન માટે મોટી તક

ટ્રમ્પ, અમેરિકા ટેરિફ, પાકિસ્તાન માટે તક, બાસમતી ચોખા, કપડાં, ગાર્મેન્ટ, અમેરિકાનું બજાર, ભારત પર 50 ટકા ટેરિફ પાકિસ્તાન પર 19 ટકા, આઈએમએફની લોન, ઊર્જા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય કપડાં ઉદ્યોગને થનારું નુકસાન પાકિસ્તાન માટે લાભકારક બની રહે તેવી સંભાવના.

બાસમતી ચોખાનું ઉત્પાદન ભારત તથા પાકિસ્તાન બન્ને દેશોમાં કરવામાં આવે છે અને યુરોપ તથા અમેરિકામાં એ બહુ લોકપ્રિય છે.

મોટાભાગના ભારતીય બાસમતી ચોખાનું વેચાણ અમેરિકામાં કરવામાં આવે છે. અમેરિકામાં પાકિસ્તાની ચોખાની નિકાસ બહુ ઓછી છે.

'પાકિસ્તાની ચોખા નિકાસ સંઘ'ના સભ્ય મિયાં સબીહ-ઉર-રહેમાનનું કહેવું છે કે પાકિસ્તાનની સરખામણીએ ભારત દ્વારા અમેરિકામાં ત્રણ ગણાથી વધુ બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ પાકિસ્તાન માટે ભારતને બાસમતી ચોખા મોકલવાની શાનદાર તક છે, પરંતુ હાલ આ ત્રણ સપ્તાહ મહત્ત્વપૂર્ણ છે.

પાકિસ્તાન સ્ટેટેસ્ટિક્સ બ્યૂરોના જણાવ્યા અનુસાર, 2025ના નાણાકીય વર્ષ દરમિયાન પાકિસ્તાને કુલ 3.93 અબજ ડૉલરના મૂલ્યના ચોખાની નિકાસ કરી હતી, જેમાં બાસમતી ચોખાનો હિસ્સો 830 મિલિયન ડૉલરનો હતો.

ચોખા નિકાસકાર મિયાં સબીહે કહ્યું હતું કે તેઓ અમેરિકન ગ્રાહકો સાથે સંપર્કમાં છે, પરંતુ વ્યાપારી સમુદાયની નજર હાલ ડોનાલ્ડ ટ્રમ્પ પર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં ઘણા અણધાર્યા નિર્ણયો લીધા છે. તેથી ભારત પરના ટેરિફનો વાસ્તવિક અમલ શરૂ નહીં થાય ત્યાં સુધી અમેરિકન આયાતકારો નવા માર્કેટ્સની શોધ નહીં કરે.

તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન પાસે તેની નિકાસ વધારવાની તક જરૂર છે, પરંતુ નવા ઑર્ડર આવવામાં થોડો સમય લાગશે.

ન્યૂ યૉર્ક નિવાસી આઇઝા ઇરફાનના જણાવ્યા અનુસાર, અમેરિકામાં અનેક પ્રકારના ચોખા મળે છે, પરંતુ બાસમતી ચોખા બિરયાનીને સ્વાદિષ્ટ બનાવે છે. ભારતીય બાસમતી ચોખા મોંઘા થશે તો પાકિસ્તાની ચોખા એક સારો વિકલ્પ છે, કારણ કે બંનેની સુગંધ અને સ્વાદ સમાન હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન