ખ્રિસ્તી ધર્મમાં નરકનો મૂળ વિચાર ક્યાંથી આવ્યો?

નરક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરકને એવી જગ્યા તરીકે જોવામાં આવે છે જ્યાં આત્માઓને અગ્નિમાં શાશ્વત સજા કરવામાં આવે છે

"મારા માટે તમે રુદનના નગરમાં જાવ છો, મારા માટે તમે અનંત પીડાના સ્થાને જાવ છો, જ્યાં પાપીઓ પાપ ભોગવે છે, મારું સર્જન દિવ્ય શક્તિ દ્વારા થયું, સૌથી બુદ્ધિમાન અને પ્રથમ પ્રેમથી થયું છે, જ્યાં મારા પહેલાં કશું નહોતું, અને તમે અહીં આવો તે સાથે તમારી આશા ખતમ થઈ જાય છે."

દાન્તેના સુપ્રસિદ્ધ સર્જન 'ડિવાઇન કૉમેડી'માં નરકનું વર્ણન કરાયું છે અને નરકનું જે પ્રવેશદ્વાર છે તેની ઉપર આ પ્રકારની તકતી લાગેલી છે.

ઈટાલીના આ સુપ્રસિદ્ધ કવિએ 15મી સદીમાં આ પ્રકારના નરકનું વર્ણન કર્યું હતું અને તેના આધારે જ ખ્રિસ્તી પરંપરામાં જે કંઈ કલ્પના હતી તેનું એક પ્રકારને સંકલન જેવું હતું કે કેવી રીતે પાપીઓને અહીં તેના દુરાચાર માટે કઠોરમાં કઠોર સજા થાય છે.

મજાની વાત એ છે કે બાઇબલમાં સજા આપવા માટે કે ત્રાસ વર્તાવા માટેના સ્થળ તરીકે ભાગ્યે જ નરકનો ઉલ્લેખ થયો છે.

આજે નરક કેવું હોય તેના વિશે લોકોના મનમાં જે ખ્યાલો છે તે જુદી જુદી પરંપરા અને કિંવદંતીઓથી ઊભી છે, જેમાં ઇજિપ્તમાં મૃત્યુ પછી શું શું થશે તેની કંપાવનારી વ્યાખ્યા છે ત્યાંથી શરૂ કરીને ગ્રીક દ્વારા હેડીઝની કલ્પના થયેલી છે અને બેબીલોનના લોકોની માન્યતાઓ હતી તે બધાનો સંગમ છે.

કોલંબિયાની સાન બ્યૂનાવેન્ચુરા યુનિવર્સિટીના ઇતિહાસકાર અને ધાર્મિક બાબતોના જાણકાર જુઆન ડેવિડ ટોબોન કેનો કહે છે, "આગની ભઠ્ઠીઓ હોય અને રાક્ષસો પાપીઓને ત્યાં ફટકારશે એ પ્રકારની કલ્પના યહૂદી-ખ્રિસ્તી પરંપરામાં રહી છે, પણ તેનો ઉદભવ ફર્ટાઇલ ગ્રોઇંગ તરીકે આપણે જે સમયગાળાને ઓળખી છીએ તે દરમિયાન કથાઓ અને કલ્પનાઓમાં થયો હતો."

બીજા ધર્મો અને સંસ્કૃતિઓમાં પણ નરકની કલ્પના છે, પણ તે પશ્ચિમના ખ્રિસ્તી પંથોથી જુદા પ્રકારની છે.

કોલંબિયાના મૂળ રહેવાસીઓ મૂઇકા લોકો માને છે તે ભૂતળમાં આવેલી આ જગ્યા બહુ મજાની છે, જેનું વર્ણન મણી જેવી લીલીછમ છે એ રીતે થયેલું છે.

યુગો વીતવા સાથે નર્કનો વિચાર બદલાતો રહ્યો અને આજે પણ તેના વિશે લોકો પોતપોતાની રીતે કલ્પના કરે છે.

એ હદ સુધી કે હાલના કૅથલિક ચર્ચના વડા પૉપ ફ્રાન્સિસે પોતાનાં પ્રવચનોમાં કહ્યું છે નરક વિશેની ધાર્મિક માન્યતાઓનો પુનર્વિચાર કરવાની જરૂર છે.

નરક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેઓલ યહૂદીઓ માટે છે. તે એક એવી જગ્યા છે જ્યાં લોકો તેમના મૃત્યુ પછી જાય છે. પરંતુ ત્યાં સજા છે કે વેદના છે તે સ્પષ્ટ નથી.

સત્ય એ છે કે આત્માને સજા મળતી નથી. પશ્ચાતાપ કરનારાને ઈશ્વર માફી આપે છે અને તેમને ભક્તગણમાં સ્થાન આપવામાં આવે છે, એમ પૉપ ફ્રાન્સિસે 2018માં પત્રકાર યુજીન સ્કેલફરી સાથેની વાતચીતમાં કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે: "જે લોકો પશ્ચાતાપ ન કરે અને જેમને માફ ના કરી શકાય તે અદૃશ્ય થઈ જાય છે. કોઈ નરકથી પણ પાપી આત્મા અદૃશ્ય થઈ જાય છે."

જોકે બાદમાં વેટિકને સ્પષ્ટતા કરી હતી કે આ પત્રકારે પૉપને "ઇવિલ રીતે ક્વોટ કર્યા હતા" અને આ શબ્દો તેમના નહોતા.

નવા યુગનો વિચાર

નરક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રીક લોકો માટે હેડ્સ અથવા અંડરવર્લ્ડ એ સ્થળ હતું જ્યાં મૃત્યુ પછી આત્માઓ જતા હતા.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચર્ચના ઉપદેશોમાં નર્કનો ઉલ્લેખ થવા લાગ્યો હતો. પાપ કરનારા લોકોનો મૃત્યુ પછી સીધા નરકમાં જશે અને ત્યાં આગની ભઠ્ઠીમાં શેકાશે એવું જણાવાતું રહ્યું. આ રીતે કૅથલિક ચર્ચ સાથે નર્કની પરિકલ્પના જોડાતી રહી હતી.

જોકે નરકમાં આગ ભભૂકી રહી છે તેવો વિચાર કેવી રીતે આવ્યો?

ટોબોનના જણાવ્યા અનુસાર મનુષ્ય પોતાની આસપાસની સૃષ્ટિને સમજી શકતો નહોતો અને અંધાધૂંધી શા માટે છે તેની સમજણ કેળવાતી નહોતી તેના કારણે નર્કનો વિચાર ઉદભવવા લાગ્યો હતો.

ટોબોને કહે છે, "વાવાઝોડું, ધરતીકંપ વગેરેનો અનુભવ થવા લાગ્યો હતો અને તે કેવી રીતે પેદા થતા હશે તેની કલ્પનામાં ભૂતળમાંથી કોઈ શક્તિ હશે એવી કલ્પના કરવા લાગ્યા હતા."

આ પ્રકારના વિચારોનું સંમિશ્રણ ઇજિપ્ત અને મેસોપોટેમિયા સંસ્કૃતિના લોકોમાં ફેલાયું અને આગળ વધીને હિબ્રૂ લોકોએ તેને અપનાવ્યા હતા.

મેસેચૂસેટ્સની ગોર્ડન-કોન્વેલ થિયોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના ન્યૂ ટેસ્ટામેન્ટના પ્રોફેસર સીન મેકડોનો જણાવે છે કે હિબ્રૂ બાઇબલની પ્રથમ આવૃત્તિમાં મૃત્યુ પછી મનુષ્ય જે જગ્યાએ જાય તેનું નામ શેઓલ એવું અપાયું હતું. મૃત્યુ પછી શેઓલમાં જવાનું બસ, પછી ત્યાં કંઈક થાય તેવી કોઈ વાત નહોતી. બાદમાં આ વિચારની ગેહેના નામના એક સ્થળનો વિચાર જોડાયો પછી મોટું પરિવર્તન આવ્યું હતું એમ તેઓ ઉમેરે છે.

ધીમે ધીમે શેઓલ વિશેની કલ્પનાઓ બદલાતી રહી. માત્ર મૃત્યુ પામેલા લોકોની જગ્યાથી માંડીને થોડો સમય વિરામ માટે આ જગ્યા છે એવું કહેવાવા લાગ્યું.

મેકડોનો વધુમાં જણાવે છે કે તે પછી એવું કહેવાવા લાગ્યું કે આ સ્થળે પ્રામાણિક અને પૂણ્યશાળી લોકો જાય છે, જ્યારે ઈશ્વરના આદેશોને ના માનનારા માટે હવે ગેહેના જવાનું છે, જ્યાં શુદ્ધિ માટે અગ્નિ પ્રજ્વલિત હોય છે.

અહીંથી સ્વર્ગ અને નરકએમ બે અલગ જગ્યાઓ છે તે પ્રકારના વિચારો જુદા પડવા લાગ્યા.

અન્ય ધર્મોથી વિપરીત યહૂદી ધર્મમાં એવો વિચાર છે કે ઈશ્વરે તેમની સાથે કરાર કરેલો છે અને તેમણે કેટલાક નિયમો આપેલા છે, જેનું પાલન કરવાનું છે. આ આદેશો કે નિયમો ટેન કમાન્ડમેન્ટ્સ તરીકે ઓળખાય છે એમ ટોબોન કહે છે.

તેના કારણે બે બાબતો થઈ: સારું કરો તો સ્વર્ગ અને નહીં તો નર્કમાં સજા મળશે એવો વિચાર ઉદભવ્યો. ઈશ્વરના આદેશો પાળે તેને ફળ મળે, જ્યારે પાપીઓને સજા મળે. બીજી સંસ્કૃતિઓમાં આટલી ચોખ્ખી વાત નહોતી.

મેકડોનનોના કહેવા પ્રમાણે સજારૂપે નર્કની વાત પર સૌથી વધુ ભાર ઈસુએ પોતે મૂક્યો હતો. તેમણે બે જગ્યાએ ગેહેના વિશે ઉલ્લેખ પણ કર્યો છે.

ઈસુએ ભડકે બળતી આગની પણ વાત કરી છે, જ્યાં પાપીઓને ભોગવશે અને તેઓ રડતા હશે અને દાંત ભીંસતા હશે, એમ મેકડોનો કહે છે.

એકલું જ નરક

નરક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરકની વાતોમાં દૈત્યોનો પણ ઉલ્લેખ છે

જાણકારો કહે છે કે હેલ એ શબ્દ હિબ્રૂનો ગ્રીક અને રોમનમાં અનુવાદ થયો તેમાં આવવા લાગ્યો હતો. શેઓલ અને હેડેસની જગ્યાએ હવે આ શબ્દો વપરાવા લાગ્યા હતા.

ટોબોન સમજાવે છે કે ખ્રિસ્તી ધર્મનો ઉદય થવા લાગ્યો તેની સાથે ગ્રીક વિચારોનો પણ તેમાં સમાવેશ થવા લાગ્યો હતો.

મનુષ્ય દેહ પંચમહાભૂતનો બનેલો છે તે પ્રકારના પ્લેટોનિક વિચારને કારણે મૃત્યુ પછી શરીર અને આત્માનું શું થાય તેનો કોઈક વિચાર આપવો પડે એટલે આ પ્રકારની કલ્પના થતી હોય છે એમ તેમનું કહેવું છે.

છઠ્ઠી સદી દરમિયાન એવો વિચાર આવ્યો કે જે આત્મા પશ્ચાતાપ કરે તેને અનંત સમય સુધી નર્કમાં પીડા ભોગવવી પડે છે.

મેકડોનો કહે છે કે "એ વાત પણ સમજવાની જરૂર છે કે ધાર્મિક લોકો માટે મુખ્ય સજા એ છે કે તેમને ઈશ્વર સમક્ષ હાજર થવા મળતું નથી. આગમાં શેકાવાનું કે બીજી સજા એ પ્રતીકાત્મક છે."

આ પ્રકારની ખતરનાક જગ્યાની કલ્પના સમગ્ર લોકજગતમાં ફેલાઈ ગઈ જ્યારે કવિ દાન્તેએ તેને 14 સદીની પોતાની ડિવાઇન કૉમેડીમાં વર્ણન કર્યું.

એવું પણ નથી કે દાન્તેએ પોતે નરકની કલ્પના આપી હોય. તેમણે બહુ સારી રીતે દુનિયાભરમાં ફેલાયેલી કલ્પનાઓને એક જગ્યાએ ભેગી કરી હતી અને એવું કહી શકાય કે તેમણે એક એવી જગ્યાનું વર્ણન કરી આપ્યું, જ્યાં સદાકાળ તમારે પીડા ભોગવવી પડે," એમ ટોબોન કહે છે.

સમય વીતવા સાથે શ્રદ્ધાળુઓમાં તેની કલ્પના દૃઢ થવા લાગી અને જુદા જુદા સંપ્રદાયોની વિચારધારા પર તેની અસર પણ થવા લાગી. તે પ્રમાણે નરકની વ્યાખ્યા પણ બદલાતી રહી.

અત્યારે એવું સમજવામાં આવે છે કે તમે નરકમાં જાવ છો મતલબ ઈશ્વરથી દૂર થાવ છો અને સદાકાળ પીડા ભોગવવા કરતાં ઈશ્વર પ્રાપ્ત નથી થતો તે મુખ્ય વાત છે.

અન્ય ધર્મોમાં નરક

નરક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દૈવી કોમેડીમાં દાન્તે દ્વારા દર્શાવવામાં આવેલ નરક આ વિભાવના પર અસ્તિત્વમાં રહેલા મધ્યયુગીન દૃષ્ટિકોણને એકસાથે લાવ્યા હતા.

અન્ય ધર્મોમાં કેવા વિચારો છે તેના પર અભ્યાસીઓએ નજર નાખી ત્યારે ખ્યાલ આવ્યો કે ઘણા પંથોમાં આ એક સજાની નહીં, પણ આત્માના વિરામ માટેની જગ્યા છે.

બૌદ્ધ ધર્મમાં નરકને સંસારનાં છ સ્થાનોમાંથી એક ગણવામાં આવે છે, છ પાતાળલોકમાંથી એક જ્યાં તમારે ભોગવવું પડે.

જોકે આવી કોઈ સ્પષ્ટ જગ્યાની વાત નથી. તેની વ્યાખ્યા બદલાતી રહે છે.

ઇસ્લામમાં કુરાનમાં વર્ણન કરાયું છે કે જગ્યા આગ ભભૂકતી જગ્યા છે અને એવું જણાવાયું છે કે પાપી હશે તે જહન્નમમાં જશે.

પશ્ચિમની સંસ્કૃતિઓમાં એવી કલ્પના થતી રહી છે કે દુષ્ટોનો વાસ હોય તે જગ્યા સજાની જગ્યા હોય છે. ટોબોન કહે છે કે આ રીતે ઇજિપ્ત, એઝેટક, મૂઇકા પ્રજા વગેરેની પોતપોતાની કલ્પનાઓ છે. મય સંસ્કૃતિમાં ઝિલ્બાલ્બા કહેવાય છે, જેમાં બહુ ઊંડા કૂવામાં થઈને પાતાળમાં પહોંચાય છે.

આ પાતાળમાં હોય છે અને તેમાં દુખો હોય છે, પણ ત્યાં પાપીઓને સજા થાય છે એવું નથી. ટોબોનના જણાવ્યા પ્રમાણે આ એક એવી જગ્યા ગણાય છે, જ્યાં મોત પછી સૌએ જવાનું હોય છે.

બીબીસી
બીબીસી