એ બળવાખોર, જેણે વિશ્વની સૌથી મોટી બૅન્ક લૂંટવા માટે મશીનગન નહીં પણ પ્રિન્ટિંગ પ્રેસ ખરીદ્યું

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ઇમેજ સ્રોત, COURTESY OF EDITORIAL TXALAPARTA

    • લેેખક, પોલા રોઝાસ
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો

“મેં લોકોના હિત માટે બૅન્ક લૂંટી હતી, પણ તમે તેને ચોરી ન કહી શકો, કારણ કે કોઈ ગરીબ માણસને લૂંટવો તે ચોરી કહેવાય. જે માણસ લૂંટારાને લૂંટે તેને કાયમ માફી મળે અને બૅન્ક લૂંટવી એ તો સન્માનની વાત છે.”

પોતાના લાભ માટે નહીં, પરંતુ ‘સામૂહિક ભલાઈ’ માટે કરવામાં આવેલા લૂંટ ‘ક્રાંતિકારી કૃત્ય’ ગણાય એવું લોસિયા અર્તોબિયા માનતા હતા. લોસિયો એ વ્યક્તિ હતા, જેમણે વિશ્વની સૌથી મોટી બૅન્કને જબરી નચાવી હતી.

એક અરાજકતાવાદી તરીકે લોસિયો માટે કાયદા અને નૈતિકતા વચ્ચે બહુ ઓછું અંતર હતું. દિવસના પ્રકાશમાં મજૂર તરીકે કામ કરતા લોસિયો રાતે એક મોટા ‘ષડ્યંત્રકાર’નું સ્વરૂપ ધારણ કરી લેતા હતા. તેઓ અભણ હતા અને આજીવન ‘બળવાખોર’ બની રહ્યા હતા.

એક ડાકુ, કથિત અપહરણકર્તા અને દાણચોર તરીકે જાણીતા લોસિયો અર્તોબિયા 1980ના દાયકામાં વિશ્વના સૌથી વધુ ‘વોન્ટેડ’ લોકો પૈકીના એક હતા.

તેમના વડપણ હેઠળ સંખ્યાબંધ લોકોનું એક નેટવર્ક કામ કરતું હતું અને તેઓ હવે સિટી બૅન્ક નામે ઓળખાતી અગાઉની વિશ્વની સૌથી મોટી નેશનલ સિટી બૅન્કમાંથી ઘણા બનાવટી ટ્રાવેલર્સ ચેક બનાવવામાં સફળ થયા હતા.

આ ઘટનામાં કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી એ સ્પષ્ટ નથી, પરંતુ ખુદ લોસિયોના જણાવ્યા મુજબ, એ રકમ કમસેકમ બે કરોડ અમેરિકન ડૉલર જેટલી હતી. લોસિયોનો દાવો હતો કે એ નાણાંનો ઉપયોગ લેટિન અમેરિકા અને યુરોપમાં સરકારો સામે ગેરીલા યુદ્ધ લડતા જૂથોને આર્થિક મદદ માટે કરવામાં આવ્યો હતો.

તેમની છેતરપિંડીને કારણે વિખ્યાત ગેરીલા જૂથ બ્લૅક પેંથર્સના વડા ઍલ્ડ્રિચ ફ્લેવરને ફરાર થવામાં મદદ મળી હતી અને એ નાણાંની મદદ વડે જ બોલિવિયામાં નાઝી ક્લાઉસ બાર્બીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ વાત જાણીતી છે.

ગેરીલા કાર્યવાહીની વ્યૂહરચનાઓ બાબતે પોતે ચે ગવેરા સાથે વિચારવિમર્શ કર્યાનો દાવો પણ લોસિયાએ કર્યો હતો.

તેમાં સચ્ચાઈ કેટલી છે અને ફાંકાબાજી કેટલી છે એની તો ખબર નથી, પરંતુ લોસિયો અર્તોબિયોનું જીવન કોઈ ફિલ્મની પટકથા કે 'મની હાઇસ્ટ' ક્રાઇમ થ્રીલર વેબસિરીઝથી જરાય કમ નથી.

ગ્રે લાઇન

ઍડ્વેન્ચર ફિલ્મ જેવું રસપ્રદ જીવન

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોસિયોનો જન્મ કાસકેંટ નામના એક ગામના એક પરિવારમાં 1931માં થયો હતો. તેમણે તેમની આત્મકથામાં લખ્યું છે કે “પ્રતિબંધિત હોય એવી કોઈ પણ ચીજનો આદર મેં બાળપણમાં કર્યો ન હતો. કોઈ ચીજ જોઈતી હોય તો એ મેળવવા માટે મને યોગ્ય લાગે તે બધું હું કરતો હતો.”

દાખલા તરીકે, એ સમયના શ્રીમંત લોકો તેમના ગામના ચર્ચ સામેના તળાવમાં શ્રદ્ધાથી ભેટ સ્વરૂપે જે સિક્કા ફેંકતા હતા એ સિક્કાઓ ચોરવામાં તેઓ ક્યારેય ખચકાયા ન હતા. તેઓ લોકોના બગીચાઓમાંથી ફળો ચોરતા હતા અને જીવવા માટે જરૂરી બધાં કામ કરતા હતા.

નાની-મોટી ચોરી બાદ તેઓ સરહદ પર થતી દાણચોરીના કામમાં સામેલ થયા હતા. પોતાના ભાઈની સાથે લોસિયો પણ તમાકુ, દવાઓ અને દારુની સરહદ પાર દાણચોરી કરતા હતા.

તેઓ યુવાન થયા ત્યારે એ સમયના કાયદા મુજબ તેમને જરૂરી સૈન્ય સેવા માટે લશ્કરમાં ભરતી કરવામાં આવ્યા હતા. એ સમયે તેમના માટે લશ્કરી બૅરેક્સથી ગોદામો સુધી પહોંચવાનું આસાન હતું અને ત્યાં તેમની સામે એક નવી દુનિયા ઉઘડી હતી.

બૅરેક્સમાંથી સૈનિકોનાં પગરખાં, શર્ટ્સ, ઘડિયાળો અને બીજો કિંમતી સામાન ચોરીને કચરાના ડબ્બા મારફત બહાર મોકલવાનું શરૂ કર્યું હતું.

જોકે, તે ચોરીની સૈન્યને ટૂંક સમયમાં ખબર પડી ગઈ હતી, પરંતુ ધરપકડ થાય તે પહેલાં લોસિયો ભાગી ગયા હતા અને ફ્રાન્સ પહોંચી ગયા હતા. કારણ કે પકડાઈ ગયા હોત તો તેમણે જેલમાં ચક્કી પીસવાનો વારો આવ્યો હોત અથવા તો ફાયરિંગ સ્ક્વૉડ સામે તેમને ઊભા રાખી દેવાયા હોત.

ગ્રે લાઇન

ફ્રેંચ ભાષા ન આવડવી એ વરદાન સાબિત થયું

લોસિયો ફ્રાંસ તો પહોંચી ગયા, પરંતુ તેમને ફ્રેન્ચ ભાષાનો એકેય શબ્દ આવડતો ન હતો. આત્મકથામાં તેમણે લખ્યું છે કે “ફ્રાંસ પહોંચ્યો ત્યારે મને કોઈ ચીજ બાબતે કશી જ ખબર ન હતી.” પરંતુ ટૂંક સમયમાં જ તેમણે એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા હતા.

તેઓ કહેતા હતા કે “માણસ એ જ છે, જેની ઓળખ તેના કામને લીધે હોય. આ જ કારણે મને મારા કામમાં હંમેશાં મુક્તિનો અનુભવ થતો હતો. તેના સિવાય કશું નહીં.”

હકીકત એ છે કે આ એ જ કામ હતું, જે તેમના ગુપ્ત જીવન માટે બહુરૂપી જેવું કામ કરતું હતું, કારણ કે એક અભણ મજૂર એ સમયની સૌથી મોટી છેતરપિંડીઓમાં સંડોવાયેલો હોય એવું કોઈ વિચારી શકતું ન હતું.

એ સમયે ફ્રાંસની રાજધાની પેરિસ સ્પેનના હજારો કમ્યુનિસ્ટ, અરાજકતાવાદીઓ, સમાજવાદીઓ અને બળવાખોરોનું આશ્રયસ્થાન હતું, પરંતુ બહુ મુશ્કેલીથી બે શબ્દ વાંચી શકતા લોસિયોએ રાજકારણની કોઈ તાલીમ લીધી ન હતી. તેમને તેમના સાથીએ એક દિવસ સવાલ કર્યો હતો કે “તમારું રાજકીય વલણ શું છે? તમે છો કોણ?”

લોસિયોએ કહેલું કે તેઓ કમ્યુનિસ્ટ છે, કારણ કે ફાસીવાદના બધા વિરોધીઓ કમ્યુનિસ્ટ હોય છે, એવું તેઓ માનતા હતા.

આ જવાબ સાંભળીને હસી પડેલા તેમના સાથીએ કહ્યું હતું કે “ક્યા બાત હૈ. તમે કમ્યુનિસ્ટ બની રહ્યા છો, પણ તમે અરાજકતાવાદી છો.”

ગ્રે લાઇન

બૅન્ક લૂંટવાને તેઓ સરકારી ભાષામાં 'જપ્તી' કહેતા

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે આ શબ્દ તેમના પિતા પાસેથી સાંભળ્યો હતો. ક્રોધે ભરાયેલા પિતાએ એક દિવસ તેમને કહ્યું હતું કે “ફરી જન્મીશ તો હું એક અરાજકતાવાદી બનીશ.”

એ તેમના બીજા જીવનની શરૂઆત હતી, “તેનાથી મારા માટે સત્યની શરૂઆત થઈ હતી. એ અસલી આઝાદી હતી.”

તેમણે કેટલાક ફ્રેન્ચ કોર્સીસ કરવા માટે પોતાનું નામ લિબર્ટેરિયન યૂથમાં નોંધાવ્યું હતું અને પેરિસના સીન, માર્થા વિસ્તારમાં જતા થયા હતા. એ વિસ્તારમાં નોબેલ પુરસ્કાર વિજેતા દાર્શનિક આલ્બર્ટ કેમ્યૂ અને મહત્ત્વના બીજા લોકો પણ રહેતા હતા.

તેમના જણાવ્યા અનુસાર, ફ્રેન્ચ ભાષાની જે સ્કૂલોએ તેમના માટે શિક્ષણના દરવાજા બંધ કર્યા હતા એ દરવાજા થિયેટર ગ્રૂપ્સ મારફત તેમના માટે ખુલી ગયા હતા.

એક દિવસ સીએનટી સેક્રેટરીએ તેમની મદદ માગતાં કહ્યું હતું કે, “તમારી પાસે એક એપાર્ટમેન્ટ છે તેની અમને ખબર છે અને અમારા એક દોસ્તને મદદની જરૂર છે. અમે તેમના માટે બીજી વ્યવસ્થા ન કરીએ ત્યાં સુધી તમે એમની મદદ કરી શકો તો સારું.”

એ દોસ્ત કવાકો સાબાતી હતા, જેઓ કેટલોનિયામાં ફ્રાંસ વિરોધી ગેરીલા યુદ્ધમાં સામેલ હતા અને સ્પેનના સૌથી વધુ વોન્ટેડ લોકોમાં સમાવિષ્ટ હતા. બર્નાર્ડ થૉમસના જણાવ્યા અનુસાર, લોસિયો તેમનાથી બહુ પ્રભાવિત હતા અને તેમને ‘અરાજકતાવાદીઓના ગુરુ’ કહેતા હતા.

લોસિયોએ તેમને કવાકોમાં છૂપાવવામાં મદદ કરી હતી અને તેઓ છ મહિનાની સજા માટે જેલમાં ગયા ત્યારે થૉમસને મશીન ગન અને પિસ્તોલ જેવાં શસ્ત્રો મળ્યાં હતાં.

લોસિયોના જણાવ્યા અનુસાર, એ શસ્ત્રો વડે એક દોસ્ત સાથે પેરિસમાં પહેલીવાર એક બૅન્ક લૂંટી હતી. કોઈ દેશ કોઈની મિલકત જપ્ત કરે તેમ લોસિયો તેને જપ્તી કહેતા હતા.

વિશ્વની સૌથી મોટી બૅન્ક

પહેલીવાર બૅન્ક લૂંટવાનો દિલધડક કિસ્સો

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ઇમેજ સ્રોત, COURTESY OF EDITORIAL TXALAPARTA

લોસિયો એ સમયે આકરી મજૂરી કરીને એક સપ્તાહમાં 50 ફ્રાન્ક કમાતા હતા, પરંતુ 16 મિનિટની બૅન્ક લૂંટમાં તેમણે લાખો ફ્રાન્કની કમાણી કરી હતી. પહેલી બૅન્ક લૂંટ્યા પછી તેમણે અનેક બૅન્કો લૂંટી હતી, પરંતુ કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરવાનું ક્યારેય છોડ્યું ન હતું. લોસિયોના જણાવ્યા મુજબ, તેમણે લૂંટેલી સંપત્તિનો ઉપયોગ “ક્રાંતિકારી હેતુ” માટે કરવાનો હતો.

તેમના માટે બૅન્ક લૂંટવાનું આસાન હતું, કારણ કે એ સમયે કોઈ સિક્યોરિટી કેમેરા ન હતા. એ કામ તેમને પસંદ ન હતું, કારણ કે તેમાં કોઈ ઘાયલ થવાનો ડર તેમને રહેતો હતો.

એ પછીની એક મુલાકાતમાં તેમણે જરાય સ્મિત કર્યા વિના કહ્યું હતું કે “પહેલીવાર બૅન્ક લૂંટવા ગયો ત્યારે પાટલૂનમાં પેશાબ થઈ ગયો હતો.”

જોકે, તેમણે પોતાની થોમસન મશીન ગનને બદલે પ્રિન્ટિંગ પ્રેસ ખરીદ્યું હતું અને એ અરાજકતાવાદીઓનું બહુ મોટું હથિયાર હતું.

પ્રિન્ટિંગની દુનિયામાં તેમણે તેમના દોસ્તોની મદદથી સ્પેનનું નકલી ઓળખપત્ર, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેનાથી ઘણા લોકોને બીજા દેશમાં જવામાં મદદ મળતી હતી અને સરકારના વિરોધીઓ કોઈ પણ દેશમાં જઈ શકતા હતા.

લોસિયોએ તેમની આત્મકથામાં લખ્યું છે કે “તેનાથી કાર ભાડે લેવાનું આસાન બની ગયું હતું. બૅન્ક અકાઉન્ટ, પ્રવાસના દસ્તાવેજો વગેરે બધું મેળવી શકાતું હતું અને એ પણ સરકારી અધિકારીઓને પૈસા આપ્યા વિના. જે દરવાજા અમારા માટે બંધ હતા એ તેને કારણે ખુલી ગયા હતા.”

નકલી દસ્તાવેજો પછી તેમનું બીજું નિશાન ચલણી નોટો બની હતી. લોસિયોને અમેરિકન ડૉલરની નકલ કરવાનું ફાવી ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે “અમે કરેલાં બીજા કામોની સરખામણીએ બનાવટી ડૉલર બનાવવાનું થોડું આસાન હતું.”

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

કરન્સી માટે સૌથી મુશ્કેલ કામ કાગળ લાવવાનું હોય છે. બનાવટી ચલણી નોટ બનાવવા માટે તેમણે અમેરિકાના વિરોધી એક દેશની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો. લોસિયોને બેવકૂફીભર્યો વિચાર આવ્યો હતો. તેમણે પેરિસમાં ક્યૂબાના રાજદૂતનો સંપર્ક કર્યો હતો, જેથી તેમની મુલાકાત એ સમયે પેરિસના ઍરપૉર્ટ પરથી પસાર થઈ રહેલા ચે ગ્વેરા સાથે થઈ શકે. એ મુલાકાતની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

ક્યૂબાની ક્રાંતિથી અનેક અરાજકતાવાદીઓ, કમ્યૂનિસ્ટ અને મૂડીવાદી વ્યવસ્થાના વિરોધીઓ પ્રભાવિત થયા હતા. ઇતિહાસકાર ઓસ્કર ફ્રેન હર્નાન્ડિઝના જણાવ્યા અનુસાર, એ સમયના સામાજિક કાર્યકર ક્યૂબાના દૂતાવાસના સંપર્કમાં હોય તે શક્ય છે, પરંતુ “તેમને ચે ગ્વેરા મળ્યા હતા કે નહીં” એ અમે જાણતા નથી.

લોસિયો ઉત્સાહી હતી અને તેમની પાસે એક સરળ યોજના હતીઃ ક્યૂબાના લાખો ડૉલર છાપીને માર્કેટમાં ડૉલર ફેંકીને અમેરિકન કરન્સીને ડૂબાડી દેવી. તેઓ બનાવટી ચલણી નોટ માટે પ્લેટ્સ પૂરી પાડવા સહમત થયા હતા.

લોસિયોનો દાવો છે કે ચે ગ્વેરા એ સમયે ક્યૂબાના નાણાપ્રધાન હતા અને આ મામલે સ્પષ્ટ વલણ ધરાવતા ન હતા. તેનાથી લોસિયોને બહુ અફસોસ થયો હતો.

તેમના જણાવ્યા મુજબ, ક્યૂબાની બનાવટી ચલણી નોટ બનાવવામાં આવે તેવું ચે ગ્વેરા ઇચ્છતા ન હતા, કારણ કે એ ગુના માટે 20 વર્ષના કારાવાસની સજા થતી હતી.

લોસિયોએ તેમની આત્મકથામાં લખ્યું છે કે “તેથી અમે ટ્રાવેલર્સ ચેકની પસંદગી કરી હતી. બનાવટી ટ્રાવલર્સ ચેકના ગુના માટે પાંચ જ વર્ષની જેલ સજા થતી હતી.”

બ્રસેલ્સની એક બૅન્કમાંથી ટ્રાવેલર્સ ચેક મારફત 30 હજાર ફ્રાન્ક ખરીદવા તેઓ ટ્રેનમાં રવાના થયા હતા. એ સમયે ફર્સ્ટ નેશનલ સિટી બૅન્ક વિશ્વની સૌથી મોટી બૅન્કો પૈકીની એક હતી.

એ કામ આસાન ન હતું, પરંતુ તેમણે નકલી ચેક તૈયાર કર્યા હતા. તેમણે 100 ડૉલર્સના 25 ચેકની આઠ હજાર શીટ્સ તૈયાર કરી હતી. તેમની વિવિધ ટીમોએ બૅન્કોમાંથી લગભગ બે કરોડ ડૉલર કઢાવી લીધા હતા.

તેઓ યુરોપના વિવિધ શહેરોમાં પોતાની ટીમો મોકલતા હતા અને ચોક્કસ સમયે ચેક કેશ કરાવતા હતા. આ રીતે દસ્તાવેજોના નંબર ચોરાઈ ગયેલા કે સંદિગ્ધ ચેકમાં નોંધાઈ શકતા ન હતા.

વિશ્વની સૌથી મોટી બૅન્ક

એ પૈસાનું શું થયું?

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસકાર ઓસ્કર ફ્રેન હર્નાન્ડિઝે કહ્યું હતું કે “એ પૈસાનું શું થયું તે સવાલ સૌથી મોટા પ્રશ્નો પૈકીનો એક છે. તેમણે કેટલા પૈસા ચોર્યા હતા અને ક્યાં, કેવી રીતે મોકલ્યા હતા?” આ પૈસાથી લોસિયો પોતે બહુ શ્રીમંત બની ગયા હોવાનો દાવો ઓસ્કર સ્વીકારતા નથી.

લોસિયો અર્તોબિયા અને તેમના સાથીઓના જણાવ્યા અનુસાર, એ પૈસા વડે લેટિન અમેરિકા અને યુરોપમાં ડાબેરી ગેરીલા લડાકુઓ તથા સશસ્ત્ર જૂથોને આર્થિક મદદ કરવામાં આવી હતી.

હર્નાન્ડિઝના જણાવ્યા અનુસાર, સલામતીના કારણોસર અને ગુપ્તચર તથા પોલીસ સુત્રોની અનુપલબ્ધતાના કારણે તે યાદી ઉપલબ્ધ નથી. “ગેરકાયદે કાર્યવાહીને કારણે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા નોંધવામાં આવતા ન હતા. પૈસાના સ્થાન સંબંધી લોસિયાની વાર્તામાં કોઈ તથ્ય હોવાનું નોંધાયું નથી.”

લોસિયોને હિંસા જરાય ગમતી ન હતી અને એ કારણસર જ તેમણે બૅન્ક લૂંટવાનું કામ છોડી દીધું હતું. તેમને ડર હતો કે કોઈ જખમી થશે કે માર્યું જશે. જોકે, એ રીતે મેળવવામાં આવેલા પૈસા વડે સ્પેનમાં સશસ્ત્ર જૂથ ઈટીએની મદદ કરવામાં આવી હતી અને તેની સામે કોઈએ નૈતિક વાંધો લીધો ન હતો.

સ્પેનના ટીવીના એક કાર્યક્રમમાં 2015માં આ વાતનો બચાવ કરતાં લોસિયોએ જણાવ્યું હતું કે તેમણે બાળપણ તથા યુવાનીમાં પોતાના ગામમાં અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. “હું સ્પેન તથા નોર્વેની સરકારને ધિક્કારતો હતો, કારણ કે મેં મારી જિંદગી ડરમાં પસાર કરી હતી. તેથી લડવૈયાઓ પ્રત્યે મને સહાનુભૂતિ હતી.”

જોકે, આ પ્રતિરોધનું પણ પતન થયું હતું. દરેક જગ્યાએથી બનાવટી ટ્રાવેલર્સ ચેક પકડાવા લાગ્યા હતા. ફર્સ્ટ નેશનલ સિટી બૅન્કે ટ્રાવેલર્સ ચેક સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. જેમણે એ ચેક ખરીદ્યા હતા એ લોકોને પૈસા પાછા મળતા ન હતા.

લોસિયો સમક્ષ તેમના એક દોસ્તની મદદથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે એક ખરીદનાર તેમની પાસેથી 30 ટકા ઓછા નાણાં આપીને બધા ચેક ખરીદી લેશે.

લોસિયોની જૂન, 1980માં ધરપકડ કરવામાં આવી હતી અને તરત જ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

તેમના વકીલોમાં એક રોલેંડ દોમાસ હતા, જેઓ બાદમાં ફ્રાન્સના નાણાપ્રધાન બન્યા હતા. લોસિયોએ કહ્યું હતું કે “એ પૈસા અમારા માટે નહીં, પરંતુ અમારા રાજકારણ માટે હતા એ અમે તરત સમજી ગયા હતા. અમે કહેતા હતા કે નકલી ટ્રાવેલર્સ ચેક બનાવો અને તેને વ્યવસ્થામાં ઘૂસાડો, જેથી સરકાર નબળી પડે.”

દોમાસને સ્પેન સાથે રાજદ્વારી સંબંધ હતો. તેમણે ઈટીએ સાથે સંપર્ક સ્થાપવામાં મદદ કરવા લોસિયોને જણાવ્યું હતું. ઈટીએએ સ્પેનના રાજનેતા હાવિયર રોપેરેઝનું અપહરણ કર્યું હતું.

તેમને 31 દિવસ પછી છોડી મૂકવામાં આવ્યા હતા. સશસ્ત્ર ટોળકીએ 1981માં સ્પેનમાં ઓસ્ટ્રિયા, અલ સાલ્વાડોર દૂતાવાસના કર્મચારીઓનું અપહરણ કર્યું ત્યારે ફરી લોસિયોની મદદ લેવામાં આવી હતી.

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ફર્સ્ટ નેશનલ સિટી બૅન્કનું શું થયું?

વિશ્વની સૌથી મોટી બૅન્ક

લોસિયોએ લગભગ છ મહિના જેલમાં પસાર કર્યા હતા અને એ દરમિયાન તેમની વિરુદ્ધના કેસની તપાસ ચાલતી હતી, પણ પોલીસને પ્રિન્ટિંગ પ્લેટ્સ મળતી ન હતી. એ પ્લેટ્સ બનાવટી નોટો બનાવતા લોકો પાસે જ હતી અને તે સમસ્યા બની ગઈ હતી.

બૅન્કે મજબૂરીમાં વાતચીતનો નિર્ણય કર્યો હતો. થિઅરી ફગાર્ટ નામના એક વકીલ ફ્રાન્સના વડાપ્રધાનના સલાહકાર પણ હતા. તેઓ લોસિયોની મળ્યા હતા અને બૅન્કના વકીલો સાથે વાત કરવા રાજી કર્યા હતા.

થિઅરી ફગાર્ટે કહ્યુ હતું કે “આ બિઝનેસ માટે હાનિકારક હોવાથી તે અટકવું જોઈએ તેવું હોવાનું ફર્સ્ટ નેશનલ સિટી બૅન્કના વકીલોએ કહ્યુ હતું. અનેક લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, પણ સમસ્યા જેમની તેમ હતી. તેથી સિટી બૅન્ક અને લોસિયોના વકીલોએ વાતચીત મારફત સમસ્યાનું નિરાકરણ કરવાનું વિચાર્યું હતું. તેના માસ્ટરમાઇંડ લોસિયો જ છે એ બધા જાણતા હતા.”

ફગાર્ટના જણાવ્યા મુજબ, જે બૅન્કમાંથી તેમણે અને તેમની ટોળકીએ લાખો ડૉલર ચોર્યા હતા એ બૅન્કે તેમના પર મૂકેલા આરોપો પાછા ખેંચી લીધા હતા અને તેના બદલામાં એ પ્લેટ્સ પાછી મળી ગઈ હતી. એ પ્લેટ્સ પેરિસના એક લૉકર રૂમમાં છૂપાવવામાં આવી હતી.

આ વિશેની એક દસ્તાવેજી ફિલ્મમાં વકીલોએ જણાવ્યું હતું કે આ લેવડદેવડ એક હોટેલના રૂમમાં, બૅન્કના પ્રતિનિધિની હાજરીમાં થઈ હતી. “એ અસાધારણ, પોલીસ વિશેની કોઈ ફિલ્મ જેવું હતું.” બૅન્કે પણ એ ઘટનાની પુષ્ટિ કરી હતી. ફગાર્ટના જણાવ્યા અનુસાર, તેમણે સમજૂતી મુજબ બ્રીફકેસમાં મોટી રકમ ચૂકવી આપી હતી.

લોસિયોએ જણાવ્યું હતું કે આ સોદો ચાર કરોડ ફ્રાન્કમાં થયો હતો. એ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. પોતે એકેય પૈસો નહીં રાખ્યો હોવાની વાતને લોસિયો વળગી રહ્યા છે.

વિશ્વની સૌથી મોટી બૅન્ક

ક્રાંતિકારી જીવન છોડીને પરિવાર માટે સમર્પિત

બીબીસીએ બૅન્કનો પક્ષ જાણવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ બૅન્કે કશું જણાવ્યું ન હતું.

લોસિયોએ 50 વર્ષની વયે પોતાનું ક્રાંતિકારી જીવન છોડીને પરિવારને સમય આપવાનો નિર્ણય કર્યો હતો અને પેરિસ પાસે મજૂરી કરવાનું ચાલુ રાખ્યું હતું.

ઇતિહાસકાર હર્નાન્ડિઝે કહ્યું હતું કે “કેટલીક વાતો આપણે ક્યારેય જાણી નહીં શકીએ. આપણે તેને માની લેવા પડશે, પણ સૌથી રોચક વાત એ છે કે જેની પાસે રાજકીય સમર્થન કે ચેતના ન હતી એવી એક વ્યક્તિ બીજા દેશમાંથી ફ્રાન્સ આવી હતી અને અરાજકતાવાદના પાઠ ભણી હતી. તે કાર્યકર બની અને એવાં કામ કર્યાં કે તે હીરો બની ગઈ.”

લોસિયો 2020માં મૃત્યુ પામ્યા હતા. તેમણે અનેક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે ગુનાની દુનિયા ક્યારેય છોડી ન હતી. તેમણે કહ્યું હતું કે “મારા અનુભવ પર મને પોતાને પણ વિશ્વાસ આવતો નથી.”

રેડ લાઇન
રેડ લાઇન